• +91 7966324870, +91 7966324861
  • info@inshodh.org
  • Language :


Innovation List

Home / Language

From word to paragraph

અંગ્રેજી Textbook વાચનમાં બાળકો પડતી મુશ્કેલી જોઇને મનમાં વિચાર આવ્યો કે એવી કોઈ પ્રવૃત્તિ બાળકો પાસે જ કરાવવામાં આવે કે જે પ્રવૃત્તિ કરતા કરતા તેઓ આનંદથી રસપૂર્વક વિષયવસ્તુ શીખતા થાય. મારા મનમાં ચાલતી આ મથામણના સમયે જ જીવન શિક્ષણ ઓગષ્ટ-2016 ના અંકમાં ડૉ.યોગેન્દ્ર વ્યાસનો લેખ વાંચવા મળ્યો…..”ભાષા શિક્ષણ પ્રવૃતિ દ્વારા કેવી રીતે કરાવશો?” આ જ લેખને ધ્યાને રાખી અંગ્રેજીમાં પણ words, words પરથી sentence, sentence પરથી paragraph વાચન દ્વારા ઝડપથી વાચન વિકાસ કરી શકાય તેવું વિચારી આ જ રીતનો ઉપયોગ મેં English Textbook શીખવવા માટે કર્યો. વિશેષ કરીને story lesson માટે. સૌ પ્રથમ Words ના કાર્ડ બાળકોએ જાતે બનાવ્યા.... was Sohansen a prince ઉપરોક્ત words કાર્ડના વારંવારના મહાવરાથી બાળકો words વાંચતાં શીખી ગયા બાદ આ જ કાર્ડને sentence ના રૂપમાં ગોઠવવામાં આવે. જેમકે ... Sohansen was a prince. Shohansen was a prince. આ રીતે બાળકો words વાચન પરથી sentence વાચન ...અને.... sentence વાચન પરથી paragraph વાચન કરતાં થયા. પેરેગ્રાફ તૈયાર થઇ ગયા બાદ Lesson (પાઠ) ના ઘટના ક્રમ પ્રમાણે વિદ્યાર્થી જાતે જ ગોઠવે અને સમગ્ર Lesson તૈયાર થઇ ગયા બાદ વર્ગખંડમાં બુલેટીન બોર્ડ પર ડિસ્પ્લે કરવામાં આવે તથા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે. ટૂંકમાં, શબ્દ કાર્ડ બનાવવાથી માંડીને સમગ્ર Lesson ગોઠવવા સુધી બાળક સતત કાર્યમાં લીન રહે છે તથા આ માટે બાળકે જાતે જ ખુબ મહેનત કરવી પડે છે. Textbook માંથી વાંચવું પડે છે, મથામણ કરવી પડે છે. આ મથામણ કરતા કરતા Lesson વિશેની ઘટના, વાર્તા ક્રમ બાળકના મગજમાં આપોઆપ બેસી જાય છે અને તે જે તે વિષય વસ્તુને સરળતાથી રસપૂર્વક સમજી શકે છે.


strong english

 બાળકોને અંગ્રેજીમાં પાયાનું જ્ઞાન કેટલું છે તે તપાસવા માટે ABCD, અંગ્રેજી કક્કો અને બારક્ષરી અને અંગ્રેજીમાં નામ, સ્પેલીંગ, This, That વાળા વાક્યો ની Pre-test લીધી.  Pre-Test બાદ અંગ્રેજી મુળાક્ષરો, નામ, સ્પેલિંગ તેમજ This, That, It જેવા સામાન્ય વાક્યોથી Step by Step આગળ વધારવામાં આવ્યા હતા. દરેક Topic માં બાળકોને આવડે ત્યાર બાદ તેમાં તારીખ સહીતની સહી કરવામાં આવે છે. તેમ કરતા કરતા Tense ના કોષ્ટક લખાવવામાં આવ્યા.  આમ આ વર્ગખંડમાં 60 થી 70 ટકા બાળકોને જે Topic માં સહી થઈ જાય તે Topic ની Test લેવામાં આવે છે. જેનાથી બાળકોમાં તંદુરસ્ત સ્પર્ધા તેમજ 60 થી 70 ટકાના રેશીયાને પસાર કરવા એક બીજાને મદદરૂપ થતા જોવા મળે છે.  બધાજ કોષ્ટકનું બંધારણ સમજણ પૂર્વક દ્રઢ થતા વાક્યો તરફ આગળ વધારવામાં આવ્યા.  Basic વાક્યો આવડી ગ્યા બાદ Test લેવામાં આવી.  Test માં પસાર થયા બાદ એક સ્ટેપ આગળ વધારવામાં આવ્યા(કાળદર્શક શબ્દનો વાક્યોમાં ઉપયોગ કરવામાં આવ્યો.)  ત્યારબાદ Verb Form ની ખાલી જગ્યા આપવામાં આવી, જેમાં 60 થી 70 ટકા જવાબ સાચા મળતા બાળકોનો ઉત્સાહ જોઈ Active – Passive માં આગળ વધારવામાં આવ્યા.


ઉચ્ચારણ પરથી શબ્દકોશનું નિર્માણ

સૌ પ્રથમ જે તે ધોરણના વિદ્યાર્થીઓને તેમનાથી નીચલા ધોરણના પાઠ્યુપુસ્તકમાંથી પ્રોજેક્ટ સ્વરૂપે એવા શબ્દો શોધી લાવવાનું કહ્યું, જે આપણે બોલીએ તે મુજબ જ તે શબ્દ લખી શકાય. ઉદા. ડોગ dog , god ગોડ... -- ત્યારબાદ અંગ્રેજી વિષય શિક્ષક દ્વારા એવા શબ્દકોશનું નિર્માણ કરવામાં આવ્યું, જેથી બાળકો તેમના પ્રોજેક્ટ સાથે તે શબ્દકોશને સરખાવી શકે. પ્રાર્થના કાર્યક્રમમાં એક દિવસ ઉચ્ચારણ કરીએ તે મુજબ જ લખી શકાય તેવા શબ્દોના સ્પેલિંગ પૂછવાના અને એક દિવસ તે સિવાયના સ્પેલિંગ પૂછવાના તેવું રોજ શરૂ કરવામાં આવ્યું.


ઈંગ્લીશ ગ્રામર શિખો ઉત્સાહથી...

આ સમસ્યાના નિવારણ માટે સૌ પ્રથમ એવો વિચાર આવ્યો કે વિદ્યાર્થીઓની નજર સામે જ શબ્દો અને તેની વાક્ય રચના રહે , તે માટે એવા શબ્દ કાર્ડ બનાવવા કે જે સ્થિર અને કાયમી રહે. આ માટે હાર્ડબોર્ડના એક જ સાઈઝના, ફોટામા દર્શાવેલ અન્દાજે ૨૦૦ જેટલા શબ્દ કાર્ડ બનાવ્યા. જેમા એક બાજુ બ્લેક અને બીજી બાજુ રેડ ઑઈલ કલર કરી, વાઈટ ઓઈલ કલરથી અંગ્રેજી ગ્રામરના પાર્ટસ ઓફ સ્પીચના મુદ્દાઓ જેવા કે આર્ટીકલ, નાઉન, પ્રનાઉન, વર્બ, એડ્વર્બ, એડજેક્ટીવ, કંઝક્શન, પ્રિ_પોઝીશન, whવર્ડસ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સની વાક્યરચનાને લગતા શબ્દો (સ્પેલ્લીંગ) લખી શબ્દકાર્ડ્સ બનાવ્યા.


yesterday, today and tomorrow ( ગઇકાલ, આજ અને આવતીકાલ )

વિદ્યાર્થીઓને મજા પડે અને સરળતાથી યાદ રાખી શકે તે માટે વર્ગમાં કાળ શીખવવા માટે આ પ્રયોગ હાથ ધર્યો., વર્ગખંડમાં ત્રણ વિભાગ ( partition) ઊભા કર્યા.જેમાં ક્રમસર પ્રથમ વિભાગમાં ‘ yesterday’ નું બોર્ડ લટકાવ્યું, બીજા ( વચ્ચેના ) વિભાગમાં ‘ today’ નું બોર્ડ અને ત્રીજા વિભાગમાં ‘ tomorrow’ નું એમ બોર્ડ લગાવ્યા .અન્ય કશા સાધનની જરૂર નથી. ત્યારબાદ વિદ્યાર્થીઓને કહ્યું કે આપણે એક રમત રમવાની છે.હું જે action કરું તેને તમારે અંગ્રેજી માં બોલવાની છે. દા.ત. ખાવાની action કરું તો --------- eat. રમવાની action કરું તો --------- play વગેરે.......... એ રીતે 5 થી 10 action ઓળખાવી.ત્યારબાદ સમજાવ્યું કે મે જે આ ત્રણ વિભાગ કર્યા ચ્હે તેમાથી હું જે વિભાગમાં ઊભા રહીને action કરું તે મુજબ નો કાળ ઓળખીને તમારે યોગ્ય રૂપમાં ક્રિયા બોલવાની દા.ત. પહેલા બહાર ઊભા રહીને ખાવાની action કરી તો વિદ્યાર્થીઓએ કહ્યું ----- eat. પછી today વાળા પાર્ટીશન માં ઊભા રહીને ખાવાની જ action કરી તો વિદ્યાર્થીઓએ કહ્યું eating . એ જ action ફરી yesterday વાળા પાર્ટીશન માં ઊભા રહીને કરી તો વિદ્યાર્થીઓએ કહ્યું ‘ ate’ અને એ જ ‘tomorrow’ વાળા માં કર્યું તો વિદ્યાર્થીઓએ કહયું ‘ will eat’ જોકે આમાં જ્યાં વિદ્યાર્થીઓને ભૂલ પડે ત્યાં સુધારીને દ્રઢીકરણ કરાવ્યુ. પછી આખા વાક્ય કરાવ્યા. જેમકે sleep ( સૂવું )ની action પસંદ કરી અને ‘today’ વાળા પાર્ટીશનમાં જઈને તે action કરી તો વિદ્યાર્થીઓએ કહ્યું – teacher is sleeping today Sleep ની action ‘tomorrow’વાળા પાર્ટીશનમાં કરી તો વિદ્યાર્થીઓએ કહ્યું – teacher will sleep tomorrow ફરી એ જ action ને ‘ yesterday’વાળા પાર્ટીશનમાં કરી તો વિદ્યાર્થીઓએ કહ્યું – teacher slept yesterday. આ રીતે પહેલા કોઈ એક જ action પસંદ કરી ત્રણે વિભાગ માં ઊભા રહીને ત્રણે કાળની practice કરાવી. ત્યારબાદ દરેક કાળના પાર્ટીશન માટે અલગ-અલગ ક્રિયાઓ પસંદ કરી action કરી તો તે પણ વિદ્યાર્થીઓએ ને આવડ્યું. જેમકે (1) pray ની ...


I can know English

At 2011-12, For Std-4, we started an experiment, in that we started from teaching basic English ABCD (1st,2nd,3rd,4th). By the help of parents of children, we purchased a book for above and given to the student's (four line writing books) for practicing English. As a result, in ...


Language Improvement

First of all, I differentiated the most used words which are used in regular speaking and writing. Then we created charts by pronunciation guide. By we are making note of pure and unsure words make compare between them. Then we continuous practice those words in reading and writing purpose.


English alphabet learning approach - Even i can learn English

Student are getting problem in English reading; In this experiment we will take some English exam test. In which we will ask some English spelling and their pronunciation.


Children to read English

English of student was very weak; and they want to learn it. so first I started to teach them English spelling and slowly-slowly given them assignment to read some paragraphs of English; by this way they learned to read English.


Cursive writing

Which students are studying in standard: - 6-8; which students have good handwriting they are motivated to learn 3-4 letters at starting. And the student successfully started moving forward. Their approach remains positive about the English language and students are participating with enthusiasm in this activity.