• +91 7966324870, +91 7966324861
  • info@inshodh.org
  • Language :


Survey Guide Line

Home / Survey Guide Line

એજ્યુકેશન ઇનોવેશન બેંક, આરજેએમસીઈઆઈ, આઈઆઈએમ, અમદાવાદ: ઓનલાઈન શિક્ષક સમુદાય સર્વેક્ષણ

શુભેચ્છાઓ! રવિ જે. મથાઈ સેન્ટર ફોર એજ્યુકેશનલ ઇનોવેશન (RJMCEI) ખાતે એજ્યુકેશનલ ઇનોવેશન બેન્ક (ઇ.આઇબેંક), આઇઆઇએમ અમદાવાદ, શૈક્ષણિક સંશોધન માટે પ્રોત્સાહન દ્વારા શિક્ષણમાં સુધારો કરવા જીસીઈઆરટી અને મહારાષ્ટ્ર એસસીઈઆરટી સાથે ભાગીદારીમાં કામ કરી રહી છે.

એજ્યુકેશનલ ઇનોવેશન બેન્ક છેલ્લા ત્રણ વર્ષથી આશરે ૧૦,૦૦૦ જેટલા સરકારી પ્રાથમિકશાળાના શિક્ષકો સાથે મોબાઇલ આધારિત ચર્ચા મંચ ચલાવવામાં સહાય કરે છે. આ ચર્ચા મંચે ઘણા શિક્ષકોને આમાંથી મળેલ નવીન વિચારોનો એક વ્યક્તિગત ડેટાબેઝ રચવામાં મદદ કરી છે. તેવી જ રીતે, મહારાષ્ટ્રમાં, સરકારી પ્રાથમિક શિક્ષકોએ વિવિધ હેતુઓ અને ક્રિયા-પ્રતિક્રિયાઓ માટે ટેક્નોલોજી આધારિત ગ્રુપની રચના કરી છે. ઘણા શિક્ષકોએ આ ચર્ચા મંચ દ્વારા પ્રાપ્ત માહિતીનો ઉપયોગ કર્યો છે. ઉપરાંત, વ્યક્તિગત શિક્ષકો અથવા શિક્ષકોના ગ્રુપ દ્વારા શરૂ કરાયેલા અસંખ્ય ચર્ચા-વિચારણાઓમાં ઘણા શિક્ષકો સક્રિય રીતે જોડાયેલા છે.

આ પહેલને સમજવા માટે, અમે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સરકારી શાળાના શિક્ષકોના ઇન્ટરનેટ આધારિત સમુદાયોનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ સમુદાયો ફેસબુક (જેમ કે, ટીચર ઇનોવેશન જેવા ગ્રુપ), શિક્ષકોના વોટ્સએપ ગ્રુપ (તમારીપોતાની શાળાના શિક્ષકો અથવા તમારા ક્લસ્ટર, બ્લોક, જીલ્લા અથવા રાજ્યની અન્ય શાળાઓના શિક્ષકો), ,શિક્ષકો દ્વારા સંચાલિતયુ ટ્યુબ ચેનલો,મોબાઇલ એપ્લીકેશન, વેબસાઇટ્સ , અથવા બ્લોગ વગેરે.

સર્વેક્ષણ પછી

સર્વેક્ષણના પરિણામોની અમે આપને ઈ-મેઈલ દ્વારા જાણ કરીશું.

આ સર્વેક્ષણમાં ભાગ લેવા માટેની માર્ગદર્શિકા

  • આ સર્વેક્ષણ ફોર્મ વેબસાઇટ www.inshodh.org પર ઉપલબ્ધ છે.તેને મોબાઇલ, ટેબ્લેટ્સ, લેપટોપ અને કમ્પ્યુટર્સ સહિત કોઈપણ ગેજેટ પર ઇન્ટરનેટની મદદથી ખોલી શકાય છે.

  • તમારા અનુભવો પર આધારિત જવાબ આપો.
  • તમે તમારી સાથે ઉપલબ્ધ કોઈપણ ફોન્ટ્સ (ગુજરાતી, મરાઠી, હિન્દી) માં તમારો પ્રતિસાદ ટાઈપ કરી શકો છો અથવા તમે તમારી ભાષામાં ટાઇપ કરવા માટે અંગ્રેજી ફોન્ટ્સ વાપરી શકો છો.

  • પ્રશ્નોના જવાબો નીચેના ત્રણ સ્વરૂપોમાં હોઈ શકે છે:
    1. પ્રશ્નો જ્યાં તમે માત્ર એક વિકલ્પ પર ક્લિક કરી શકો છો
    2. પ્રશ્નો જ્યાં તમે બહુવિધ વિકલ્પો ટિક કરી શકો છો
    3. પ્રશ્નો જ્યાં તમે જવાબો લખી શકો છો
  • પ્રશ્નોના જવાબ આપતા પહેલાં કૃપા કરીને સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો.
  • આ ઓનલાઇન સર્વેક્ષણ છે જે તમે ૧૫-૨૦ મિનિટમાં પૂર્ણ કરી શકશો.

ગોપનીયતા

અમે તમને ખાતરી આપીએ છીએ કે સર્વેક્ષણના પ્રશ્નોના તમારા બધા પ્રતિસાદ ખૂબ જ ગોપનીય રહેશે અને આ પ્રોજેક્ટમાં સંકળાયેલા સંશોધન ગ્રુપની બહાર કોઈપણને જણાવવામાંઆવશે નહીં. અમારા સંશોધન પ્રોજેક્ટ અહેવાલોમાં અમે આ સર્વેક્ષણમાંથી કોઈ વ્યક્તિગત નામો અથવા ઓળખને છતી કરીશુંનહીં.