Discussion Forum SMC

Discussion Forum SMC

04-02-2016 : આપે આપની શાળાના બાળકોના વાલીઓ સાથે સંપર્ક બનાવી રાખવા જો કોઈ પ્રવૃત્તિ કરી હોય તો ટૂંકમાં જણાવો.



તારણ:

  • એસ.એમ.સી. આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર એસ.એમ.સી.નું નામ પણ આપેલ છે.
  • શાળાના દરેક બાળકોના માતા પિતાના મોબાઇલ નંબરની એક બૂક બનાવવામાં આવી છે.બાળકની ગેરહાજરી, ગેરવર્તણૂંક, સારી રીતભાતવગેરેની જાણકારી મેસેજ થી અને વોટ્સએપદ્રારાવાલીનેઆપવમાં આવે છે.(ઉત્પાલભાઈ કુલકર્ણી-બનાસકાંઠા)
  • શાળામાં અભ્યાસ કરતા બાળકોની જવાબદારી એસ.એમ.સી.સભ્યોએ ફળિયા પ્રમાણે લીધી છે ,જેમાં બાળક શાળામાં ના આવ્યું હોય એટલે શિક્ષક ફોન દ્વારા એસ.એમ.સી.સભ્યને બાળક ગેરહાજર રહ્યું હોય તેની જાણકારી આપે છે ત્યારબાદ એસ.એમ.સી.સભ્ય બાળકના ઘરે જઈને તપાસ કરે છે અને જો બાળક વગર કારણનો ગેરહાજર રહ્યો હોય તો તેને શાળામાં હાજર કરે છે.તથા શાળા તરફથી લેવાતી દર ૧૫ દિવસે ટેસ્ટ નું પરિણામ પણ બાળકના વાલીને મોબાઈલ પર એસ.એમ.એસ. દ્વારા જાણકારી આપવામાં આવે છે.( દુલાબેનસુતરીયા -સાબરકાંઠા, વકતાભાઇહડીયલ-બનાસકાંઠા)
  • શાળામાં એક સત્ર દરમિયાન ત્રણવાર વાલીમીટીંગ કરવામાં આવે છે જેમાં બાળકનું પ્રગતિ કાર્ડ આપવામાં આવે છે અને બાળકની પ્રગતિ વિષે જાણકારી આપવામાં આવે છે અને તેને પ્રગતિ વધુ સારી કઈ રીતે કરવી તેની ચર્ચાવિચારણા કરવામાં આવે છે.( પ્રવીણભાઈમકવાણા-ભાવનગર)
  • શાળામાં જે વિદ્યાર્થી ૪ દિવસ કરતા વધુ ગેરહાજર રહ્યો હોય તેની જાણ તેના માતા-પિતા ને શિક્ષક લેટર લખીને કરે છે.(નરેશભાઈ સંખેત-તાલાલા ગીર)