Educational Applications by Mehul Prajapati

Educational Applications by Mehul Prajapati

સામાજિક વિજ્ઞાન ઓફલાઇન ક્વિઝ દ્વારા શિક્ષણ

FAIR-E, IIMA,Inshodh ના પ્રેરણાથી હાલના કોરોના મહામારીના સમયમાં શાળાઓ બંધ છે પણ શિક્ષણ નહિ એ વાતને ધ્યાનમાં રાખી મહેસાણા જિલ્લાની વિજાપુર તાલુકાની દોલતપુરા (ડા) પ્રા.શાળાના શિક્ષકશ્રી મેહુલકુમાર એમ.પ્રજાપતિ અને દાહોદ જિલ્લાના કારઠ પ્રા.શાળાના શિક્ષકશ્રી ઇશ્વરસિંહ બારીઆ ના સંયુક્ત પ્રયાસથી ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષયની ઓફલાઇન ક્વિઝ તૈયાર કરી છે. જે મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં સ્માર્ટ ફોન તો વાલી પાસે હોય છે પરંતું હાલની વિકટ પરિસ્થિતિમાં મોબાઇલમાં ઇન્ટરનેટનું રિચાર્જ કરાવી શકતા નથી તો તેવા વાલીશ્રીના બાળકો મોબાઇલમાં ઈન્ટરનેટ વગર પણ સામાજિક વિજ્ઞાન વિષયની ઓફલાઇન ક્વિઝ રમી શકે અને અભ્યાસ કરી શકે તેમજ ઘરે જ વરંવાર પુનરાવર્તન કરી શકે તે માટે ગુગલ પ્લેસ્ટોરમાં આ ક્વિઝ અપલોડ કરવામાં આવી છે. જે અંતર્ગત પ્લેસ્ટોરમાંથી ફ્કત એપ ઇન્સ્ટોલ કરવાં જ ઇન્ટરનેટની જરૂર પડશે જ્યારે ક્વિઝ રમતી વખતે ઇન્ટરનેટની જરૂર પડશે નહિ. ક્વિઝ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરવા માટેની લિંક અને કયુ.આર કોડ નીચે મુજબ છે.

Download Application - 1

સામાજિક વિજ્ઞાન ક્વિઝએપ દ્વારા શિક્ષણ

FAIR-E, IIMA,Inshodh ના પ્રેરણાથી હાલના કોરોના મહામારીના સમયમાં શાળાઓ બંધ છે પણ શિક્ષણ નહિ એ વાતને ધ્યાનમાં રાખી મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની દોલતપુરા (ડા) પ્રા.શાળા ના શિક્ષકશ્રી મેહુલકુમાર એમ. પ્રજાપતિના પ્રયાસથી ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષયના NCERT નાં નવા અભ્યાસક્રમ મુજબની પ્રથમ અને દ્વિતીય બંને સત્રના તમામ એકમની ક્વિઝએપ્સ તૈયાર કરી છે. જે અંતર્ગત વિધાર્થીઓ મોબાઇલ કે ટેબલેટમાં સામાજિક વિજ્ઞાન વિષયની ક્વિઝ રમી શકે છે અને અભ્યાસ કરી શકે છે તેમજ ઘરે જ વારંવાર પુનરાવર્તન પણ કરી શકે તે માટે ગુગલ પ્લેસ્ટોરમાં 5 સપ્ટેમ્બર -2020 શિક્ષકદિનનાં રોજ આ ક્વિઝ અપલોડ કરવામાં આવી છે.જેની વિશેષતાઓ નીચે મુજબ છે.
  1. આ ક્વિઝ એપની સાઈઝ ફક્ત 3.6 MB નીજ છે જેથી મોબાઈલમાં જગ્યાનો પ્રશ્ન રહેતો નથી.
  2. સરળ ગુજરાતી ભાષામાં આ એપ તૈયાર કરેલ છે.
  3. ધોરણ ૬ થી ૮ સા.વિજ્ઞાન વિષયના પ્રથમ અને દ્વિતીય સત્રના તમામ પ્રકરણોમાંથી સરળતાથી પ્રકરણ પસંદ કરી ક્વિઝ આપી શકાશે.
  4. દરેક વખતે ક્વિઝ રમતી વખતે પ્રશ્નો અને તેના જવાબના ક્રમ પણ બદલાઈ જતાં હોવાથી તે વૈવિધ્યસભર લાગે છે.
  5. આ એપમાં 1200થી પણ વધુ પ્રશ્નોના વૈકલ્પિક,ખરા-ખોટા અને જોડકાં-જોડો એ સ્વરૂપે સમાવેશ કરેલ છે અને એપને અપડેટ કર્યા વગર પણ વધુ પ્રશ્નો ઉમેરી શકાય છે.
  6. દરેક ક્વિઝના અંતે વિધાર્થીએ આપેલ ક્વિઝનું પરિણામ જાણી શકે છે અને સાથે સાથે સાચા-ખોટા પ્રશ્નોની માહિતી પણ મેળવી શકે છે.
  7. આ એપમાં ક્વિઝ આપતી વખતે કોઈ પણ પ્રકારની જાહેરાતો આવશે નહી જેથી વિધાર્થીનું ધ્યાન વિચલન થશે નહી એટેલે કે જાહેરાત ફ્રી એપ તૈયાર કરવામાં આવેલ છે.
  8. એપના ઉપયોગની સમજ આપતી યુ ટ્યુબની લીંક પણ મુકવામાં આવેલ છે જેથી સરળતાથી માહિતી મેળવી શકાશે.
  9. આ એપનો ઉપયોગ અભ્યાસ અને મૂલ્યાંકન માટે પણ કરી શકાશે.
  10. આ એપ વિધાર્થીઓ,શિક્ષકો અને સ્પર્ધાત્મક પરીક્ષા આપવા ઇચ્છુક ઉમેદવારોને પણ ઉપયોગી નીવડશે.

Download Application - 2