Discussion Forum SMC

Discussion Forum SMC

05-03-2016 : શાળામાંકોઈ સમસ્યાના સમાધાનના રૂપે પ્રોજેક્ટના રૂપમાં બાળકો પાસે કોઈ કાર્યકરાવેલ છે?ટૂંકમાં માહિતી આપો.



તારણ:

  • એસ.એમ.સી.સભ્યએ આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબની સાથે, જવાબ આપનાર એસ.એમ.સી.સભ્યનું નામ પણ આપેલ છે.
  • ૯૫ શાળા પૈકી ૩૫ શાળાઓમાં “બચત બેંક” નામનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થી પોતાને મળતા ખીસાખર્ચ માંથી જે પૈસા બચાવે તે શાળામાં ચાલતી બેંકમાં જમા કરાવે અને જયારે આ નાણા ની જરૂર હોય અથવા તો જયારે શાળા માંથી પ્રવાસ જવાનો હોય ત્યારે આ નાણાનો ઉપયોગ કરતા હતા અને તેઓ જયારે શાળા છોડીને જતા હોય ત્યારે ખાતામાં જમા નાણા તેમને પાછા આપવામાં આવતા હતા. બેંક ચલાવવાની તથા સંભાળવાની બધી જવાબદારી શાળાના બાળકોને જ સોપવામાં આવી છે. શાળા દ્વારા ચાલતી બેંકમાં વિદ્યાર્થી,એસ.એમ.સી.સભ્ય તથા વાલીઓના ખાતા પણ છે.
  • ૯૫ શાળા પૈકી ૧૮ શાળાઓમાં “રામહાટ” નામનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. શાળામાં બાળકોને જરૂરી એવી સ્ટેશનરી વસ્તુ શાળામાં જ મળી રહે તે હેતુ થી “રામહાટ “ શરુ કરવામાં આવ્યું છે જેમાં તેનું બધું સંચાલન ધોરણ પ્રમાણે બાળકની નિયુક્તિ કરીને કરવામાં આવે છે.
  • એક શિક્ષકને શાળાના વિદ્યાર્થીમાં કુપોષણ હોવાનું તપાસ દ્વારા જાણ થઇ આ સમસ્યાના હલ માટે એક દાતાને કઠોળ નાસ્તામાં આપવાનું શિક્ષકે સૂચવ્યું.શરૂઆતના ૨ મહિના આ પ્રયોગ કર્યો અને બાળકો આ કઠોળ હોશભેર ખાતા થયા ત્યારબાદ અઠવાડિયાનો કોઈ એક દિવસ જે નક્કી કર્યો હોય ત્યારે બાળકો પોતાની જાતે ઘરેથી એક એક મુઠ્ઠી કઠોળ લઈને આવે અને તેને એક રાત્રી પલાળ્યા બાદ બીજા દિવસે બાળકોને આપવામાં આવે છે. આ પ્રવૃત્તિથી બાળકોમાં કુપોષણની સમસ્યા હલ થઇ છે.(શાસ્ત્રી શીવાંગીબેન-દાહોદ)
  • બાળકો જયારે બીમાર હોય ત્યારે એન્ટીબાયોટીક દવા લે છે પણ બાળકો આ એન્ટીબાયોટીક દવાની જગ્યાએ આયુર્વેદિક દવા લે તે હેતુ થી શાળામાં એક “આયુર્વેદિક બોક્ષ” નામનો પ્રોજેક્ટ અમલમાં લાવ્યા છે.આ બોક્ષમાં કુલ ૧૫ પ્રકારની આયુર્વેદિક દવા રાખવામાં આવી છે અને તેની સાથે કયા રોગમાં કઈ દવાનો ઉપયોગ કરવો તેનું લીસ્ટ પણ મુકવામાં આવ્યું છે.બાળકો ઘરે પણ આયુર્વેદિક દવાના ઉપયોગ વિષે ચર્ચા કરે છે અને તેનો ઉપયોગ કરે છે.(ઉપાધ્યાય જયશ્રીબેન-અમરેલી)
  • એક શાળામાં બાળકો શાળાએ મોડા આવતા હતા આ સમસ્યા હાલ કરવા માટે શિક્ષકે પ્રાર્થના સમયની પહેલા ૧૦ મિનીટ બધા ધોરણના વિદ્યાર્થીની હાજરી પૂરવામાં આવી અને જે વર્ગમાં ૧૦૦% હાજરી હોય તેના વર્ગખંડની બહાર ધ્વજ લગાવવામાં આવતો હતો.બાળકોને આ ગમતું હોવાથી બધા બાળકો નિયમિત સમય પ્રમાણે આવતા થયા.(બારડ અનિરુધ્ધભાઈ-ગીર સોમનાથ)
  • બાળકો વિજ્ઞાન ટેક્નોલોજીમાં વધુ રસ લે તે હેતુથી શાળામાં એક “વિજ્ઞાન ટેકનોલોજીમાં અવનવું”નામનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો.જેમાં સમાચાર,મેગેઝીનમાં આવતી વિજ્ઞાન ટેકનોલોજીની માહિતી કટીંગ કરીને નોટીસબોર્ડ પર અને બીજી નકલ એક ફાઈલમાં લગાવવામાં આવતી હતી.આ ફાઈલ બાળકોને જયારે વાંચવી હોય ત્યારે તેઓને મળે છે અને બાળકો પણ આ માહિતી પોતાની નોટમાં લખતા થયા છે અને વિજ્ઞાન ટેકનોલોજીમાં રસ લેતા થયા છે.(પ્રજાપતિ અનિલભાઈ-પાટણ)