Discussion Forum SMC

Discussion Forum SMC

15-01-2016 : આપે આપની શાળાને સ્વચ્છ રાખવા માટે કોઈ પગલા લીધેલ હોય તો તે ટૂંકમાં જણાવો.



તારણ:

  • એસ.એમ.સી.સભ્યોએ આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબની સાથે જવાબ આપનારએસ.એમ.સી.સભ્યનુંનામ પણ આપેલ છે.
  • દર મહીને શાળામાં સ્વચ્છ વર્ગખંડ ની સ્પર્ધા રાખવામાં આવે છે અને આ સ્પર્ધામાં જીતનાર વર્ગખંડને ૨ હેન્ડવોશ કરવાની બોટલ આપવામાં આવે છે અને સ્ટાર નો બિલ્લો યુનિફોર્મ પર લગાવવામાં આવે છે.( શિવાંગીબેન શાસ્ત્રી-દાહોદ )
  • શાળાના બાગ માંથી વિદ્યાર્થીઓ સુકા પાંદડાનો કચરો વીણીને તેનો એક ખાડામાં કચરારૂપે નાખીને તેમાંથી બનેલ જૈવિક કચરો બનાવ્યા બાદ શાળાના ઇકો ક્લબમાં તેનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.(હુસેનભાઈ હિંગોરા-અબડાસા,કચ્છ)
  • શાળાની આજુબાજુ અમુક લોકો ઉકરડા કરતા હતા અને શાળાનું પરિસર ગંદુ કરતા હતા તે રોકવા માટે એસ.એમ.સી. સભ્યો અને ગામના સરપંચ દ્વારા જુંબેશ ચલાવવામાં આવી અને આવા લોકોને સમજાવ્યા અને બધાને શાળા પ્રત્યેની જવાબદારી સમજાવી.આમ શાળાના પરિસર પાસે કચરો નાખતા લોકો બંધ થયા.(ઉત્પાલકુમાર કુલકર્ણી-પાલનપુર)
  • એક શાળામાં જે વર્ગખંડમાં કચરાપેટી મુક્યા વિદ્યાર્થીને વધુ સ્વચ્છતા માટે જાગૃત કરવા માટે એક શિક્ષકે યુક્તિ કરી કે જે વર્ગખંડની બહાર સૌથી ઓછો કચરો હોય તેવા વર્ગખંડના વિદ્યાર્થીઓની પ્રાર્થનાખંડ માં બધાની વચ્ચે ત્રણ તાલીથી પ્રોત્સાહિતકરવામાં આવે છે.( મેહુલકુમારપ્રજાપતિ-વિજપુર,મેહસાણા)
  • શાળામાં કચરાસમિતિ બનાવી છે આ સમિતિ શાળાના મેદાનમાં કચરો નાખતા વિધાર્થીનેપકડે છે અને તેને શાળાના આચાર્ય પાસે રજુ કરે છે આચાર્ય આવા બાળકોને પ્રાર્થનાખંડમાં બોલાવીને તેને કરેલું કામ બધા વચ્ચે કહે છે જેથી કચરો નાખેલ બાળક તેનાથી શરમ અનુભવીને આગળ ના સમયમાં કચરો નાખતા અચકાય છે. (અકબરભાઈ સુલેમાનભાઈ –આણંદ)