Discussion Forum SMC

Discussion Forum SMC

15-04-2016 : મજુરીકામ માટે ૬ થી ૭ મહિના માટે ગામ બહારથી આવતા કુટુંબના બાળકોના અભ્યાસ માટે એસ.એમ.સી.સભ્યો દ્વારા કોઈ નવીન પ્રવૃત્તિ કરવામાં આવેલ છે ?



તારણ:

  • ૫૯ એસ.એમ.સી.સભ્ય કે જેમને જવાબ આપ્યો છે તેમાંથી ૩૨ એસ.એમ.સી.સભ્યએ મજુરીકામ માટે ૬ થી ૭ મહિના માટે ગામ બહારથી આવતા કુટુંબના બાળકોના અભ્યાસ માટે કંઈક ને કંઇક પ્રવૃત્તિ કરી છે.
  • -મુન્દ્રા,બાજુ આવેલ ગામોમાં માછીમારોનું પ્રમાણ ખાસું એવું છે આ લોકો પોતાની રોજીરોટી માટે મજૂરીકામથી ગામથી ૪-૫ મહિના માટે દુર બંદરે જવું પડતું હોય છે ત્યારે આવા સંજોગોમાં બાળકના અભ્યાસને ખસી એવી અસર પડે છે.આ સમસ્યાના હેતુ થી મુન્દ્રા વિસ્તારમાં એક યુસુફ મેહર અલી સેન્ટર કરીને NGO (નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ત્યાં શાળા ચલાવવામાં આવે છે આ શાળામાં કોઈ શિક્ષક નથી પરંતુ આ NGO સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસ કરતા વિદ્યાર્થીને વોલેન્ટીયર તરીકે જોડીને બાળકોને વિના મુલ્યે અભ્યાસ આપવામાં આવે છે. સીઝનલ મજૂરીકામ પતી ગયા પછી પોતાના ગામમાં જયારે બાળક જાય છે ત્યારે તેમને જે શાળાનો હોય ત્યાં પાછુ રાબેતામુજબ અભ્યાસ શરુ થયા જાય છે. આ સંસ્થા મુન્દ્રા, કચ્છ,મુંબઈ અને ભારતના અન્ય જગ્યાએ પણ આવેલ છે.આ સંસ્થાની વિગતવાર જાણકારી ઈન્ટરનેટ પર જાણવા આ લિંક ખોલો:- http://www.yusufmeherally.org/ (ગોવિંદભાઈ પટેલ-મુન્દ્રા)
  • જે લોકો મજૂરી કામથી બહાર જતા લોકોને આ સંસ્થા વિષે જાણકારી આપીને તેમના બાળકોનો અભ્યાસ ચાલુ રાખવા માટે માર્ગદર્શન મળી રહ્યું અને તેઓએ વિના સંકોચ તે સંસ્થામાં પોતાના બાળકને મુક્યું. (ગોવિંદભાઈ પટેલ-મુન્દ્રા)