Discussion Forum SMC

Discussion Forum SMC

15-05-2016 : જો આપે શાળાનું વાતાવરણ શિસ્તમય અને આનંદમય બની રેહ તે માટે કોઈ પ્રવુતિ કરી હોય તો ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર પણ આપેલ છે.
  • “વિકાસ પેટી” અંતર્ગત બાળકોને શાળામાં કઈ વસ્તુની જરૂરિયાત છે અને તે વસ્તુ કઈ રીતે મેળવી શકાય.બીજું શાળામાં કઈ સમસ્યા છે અને તેને કઈ રીતે દુર કરી શકાય તેની વિગત લખી ચીઠી વિકાસ પેટીમાં નાખવામાં આવે છે.નક્કી કરેલા સમયે વિકાસ પેટી ખોલી બાળકોની સમસ્યાનું સમાધાન અનેજરૂરિયાતનો વિચાર કરવામાં આવે છે.(પ્રવિણભાઈ વણકર-અમદાવાદ-9925483938)
  • “વિકાસ પેટી” અંતર્ગત બાળકોને શાળામાં કઈ વસ્તુની જરૂરિયાત છે અને તે વસ્તુ કઈ રીતે મેળવી શકાય.બીજું શાળામાં કઈ સમસ્યા છે અને તેને કઈ રીતે દુર કરી શકાય તેની વિગત લખી ચીઠી વિકાસ પેટીમાં નાખવામાં આવે છે.નક્કી કરેલા સમયે વિકાસ પેટી ખોલી બાળકોની સમસ્યાનું સમાધાન અનેજરૂરિયાતનો વિચાર કરવામાં આવે છે.(પ્રવિણભાઈ વણકર-અમદાવાદ-9925483938)
  • “વિષય મંડળ” અંતર્ગત શાળામાં દરેક વિષયના મંડળ બનાવવામાં આવ્યા છે.તેમાં શાળાના દરેક બાળકે કરેલ વિષય અનુસાર પ્રવુતિ વિષય મંડળમાં ફોટા સાથે મુકવામાં આવે છે.(જીતેન્દ્રભાઈ વાજા-ભાવનગર-9909398636)
  • “દત્તક વૃક્ષ” અંતર્ગત શાળાના બાળકોના ગ્રુપમાં વૃક્ષની સારસંભાળની જવાબદારી સોપવામાં આવે છે.(તેજસભાઈ મહેતા-ગીર સોમનાથ-9429321524,કેતનકુમાર જોશી-વડોદરા-9909533950)
  • “વિચાર વૃક્ષ” કાર્યક્રમ અંતર્ગત શાળામાં બાળક અભિવ્યક્ત થાય એ હેતુથી બાળકના જીવનના કોઇપણ સારા નરસા અનુભવ થોડા શબ્દોમાં લખીને વિચાર વૃક્ષ પર લગાડે છે.(જયદેવસિંહ ડોડિયા-બોટાદ-9879796545)
  • “મારી શાળા સુંદર શાળા” પ્રોજેક્ટ અંતર્ગત બાળકો પોતાના બુટ-ચંપલ વર્ગની બહાર વ્યવસ્થિત મુકે અને શાળાનું વાતાવરણ શિસ્તમય અને આનંદમય બની રહે તે માટે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. (અરવિંદભાઈ ભેડા-પોરબંદર-9725625147)
  • શાળાના દરેક વર્ગમાં ફરિયાદ પેટી(ફરિયાદ સમિતિ) મુકવામાં આવી છે.દર શનિવારે બાળકોએ કરેલ ફરિયાદ ઉકેલવામાં આવે છે.(હિમાંશુભાઈ પોરિયા-પોરબંદર-9909954454,ખ્યાતિબેન રાવળ-ગાંધીનગર-9904480702)
  • શાળાના મેદાનમાં નાના બાળકોને લઇ જઈ બાળકોની સંખ્યા પ્રમાણેના ગ્રુપ બનાવી ત્યારબાદ ગ્રુપમાં રહેલા દરેક બાળકોને મેદાનમાં પડેલા નાના પત્થર કે કાંકરા વીણી લાવાનું કહેવું.મેદાનમાં જ મોટા અક્ષરે અંકો કે મૂળાક્ષરો લખી આપવા.દરેક બાળકોના ગ્રુપ લખેલા એક એક મૂળાંક્ષરો કે અંકો પાસે બેસી જશે ને પોતે વીણેલા કાંકરા કે પથ્થરો તેના પર ગોઠવશે. આ રીતે બાળકો ગ્રુપમાં અને શિસ્તમય રીતે કામ કરતાં શીખે છે.( નિધિબેન સુતરીય-અમરેલી-9825542629)
  • શાળામાં ફુટબોલની રમતની જેમ બાળક જયારે ભુલ કરે ત્યારે યેલ્લો કે રેડ કાર્ડ આપી તેના આધારે તેને હકારાત્મક સજા કરવામાં આવે.(વિક્રમભાઈ ગઢવી-પોરબંદર-9723867000)
  • “પર્યાવરણ રક્ષક” અને“પર્યાવરણ મિત્ર” કાર્યક્રમઅંતર્ગતશાળાના બગીચાની સારસંભાળ અને બાળકો પાસે વધેલું પાણી છોડવાઓને આપવામાં આવે છે.(નંદલાલભાઈ પટેલ-ગાંધીનગર-9228130375)
  • શાળામાં બાળકોની બાળસંસદ(પંચાયત) બનાવવામાં આવી છે તેમાં શાળા સફાઈ મંત્રી,આરોગ્ય મંત્રી, મધ્યાહન ભોજન મંત્રી,શિક્ષણ મંત્રી વગેરેનેકામની વહેચણી કરવામાં આવી છે જેમાં મહીના દરમિયાન સુધી પોતપોતાના કામ સંભાળે અનેછેલ્લે એક મિટીંગ ભરવામાં આવે કામની સમીક્ષા થાય આવી રીતે બાળકોમાં લીડરશીપનો વિકાસ થાય અને શાળાનું વાતાવરણ શિસ્તમય અને આનંદમય બનેછે.(વકતાભાઇહડીયલ-બનાસકાંઠા-9825277189,દીપકભાઈધરાવિયા-જામનગર-9888296367.ચંદુભાઈ સોરઠીયા-રાજકોટ-9998019150,દીપકભાઈ વેકરીયા-રાજકોટ-9228165407,ભરતકુમાર પટેલ-મહેસાણા-9427866988,બાબુભાઈ મોર-કચ્છ-9925640338-જયદીપસિંહ ગોહિલ-આંણદ-9925623600,મેહુલકુમાર પ્રજાપતિ-મહેસાણા-9428224326)
  • ગ્રામપંચાયતનો વહીવટ બાળકોનેસમજાવવા માટે ગામના સરપંચ અને ગ્રામપંચાયતના સભ્યોને શાળામાં બાળકો સાથે ચર્ચા કરવા માટે બોલાવવામાં આવ્યા.(અત્તામોહંમદ પરાસરા-મોરબી-997469353)
  • શાળાના બાળકોને ચુંટણી પ્રકિયા સમજાવવા માટે સફાઈમંત્રીની ચુંટણી શાળામાં યોજવામાં આવી.ચૂંટણીમાં બાળકો દ્રારા સભ્ય તરીકે નામાંકન,ચુંટણી પ્રચાર-પ્રસાર,મતદાનઅને મતગણતરના રૂપે સંપૂર્ણ ચુંટણી પ્રકિયા દ્રારા સફાઈમંત્રી ચૂંટવામાં આવ્યા.(શિલ્પાબેન પ્રજાપતિ-અમદાવાદ-9737652154)