Discussion Forum SMC

Discussion Forum SMC

25-01-2016 : શું તમારી શાળામાં એસ.એમ.સી.એ શિક્ષણની દિશામાં પ્રથમપગલુંલેતાબાળક માટે રમતની સાથે શિક્ષણ આપવા માટેકોઈ નવીન પ્રવૃત્તિકરેલ હોય તો તેની માહિતી ટૂંકમાં આપો.



તારણ:

  • એસ.એમ.સી.સભ્યોએ આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબની સાથે જવાબ આપનારએસ.એમ.સી.સભ્યનુંનામ પણ આપેલ છે.
  • શાળામાંબાળકો નવા શબ્દો શીખે તે હેતુથી શાળામાં શબ્દોની અંતાક્ષરીરમાડવામાં આવે છે જેથી બાળકો નવા નવા શબ્દો શોધી લાવે અને ભણવામાં રૂચી રહે.(પ્રવીણભાઈ મકવાણા-ભાવનગર)
  • બાળકોને ૧ થી ૧૦૦ સુધીના અંકના કાર્ડ બનાવીને વર્ગમાં રાખવામાં આવ્યા છે ,શિક્ષકબોર્ડ પર અંક લખે તે બાળકો કાર્ડ માંથી શોધે અને ટીચરને કહે.આ પ્રવૃતિથી બાળકો ઝડપથી અંક શીખ્યા છે.(સોરઠીયાચંદુભાઈ-રાજકોટ)
  • ટી.વી.માં અભ્યાસને લગતા એનિમેશન વાળા વીડિયો, એનિમેશન થકી બોધવાર્તાઓ,મૂળાક્ષરો વાળા કાર્ડ પર રંગ કામ આપીનેતથા કાર્ડ પર લખાવીને બાળકોને સરળતાથી શીખવાડી શકાય અને શાળાના વાતાવરણમાં ઢાળી શકાય.( રાજુભાઈદેસાઈ-ભાવનગર)
  • ધોરણ એકમાં બાળકને અચોક્કસ પથ્થર આપવામાં આવે છે અને ત્યારબાદ શિક્ષક બોર્ડ પર કોઈ અંક લખે છે બાળકો તે અંક મુજબ પથ્થરના જૂથ બનાવે છે.બાળકો આ પ્રવૃત્તિ હસ્તારમતા કરવાનીહોવાથી રસપૂર્વક કરે છે અને ઝડપથી ગાણિતિક મુદ્દા શીખે છે .( દુષ્યંતભાઈ મહેતા-ગીર સોમનાથ)
  • શાળામાંનવાપ્રવેશલીધેલબાળકોનેશરુઆતમાં ચિત્રવાર્તા,બાળઅભિનયગીત,પશુ-પક્ષીના અવાજો,વાહનોના અવાજ કાઢવા,રમતો રમાડવી જેવીપ્રવ્રુતિદ્વારાતેમનેશાળામાં આવતાકરવાનુંલક્ષરાખીને આ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે.(રસિકભાઇ પટેલ -અમદાવાદ)
  • શાળાની દીવાલ પર કક્કો અને અંક લખવામાં આવ્યા છે જેથી બાળકો રિશેષ તેમજ ફ્રી તાસ ના સમય માં ત્યાં જઈને સ્વ વાંચન કરી શકે.( વકતાભાઈ હડીયલ-બનાસકાંઠા)
  • બાળકોને “કેટલા રે કેટલા –તમે કયો એટલા”રમત થકી બાળકોને અંક શીખવાડવામાં આવે છે .જેમાં શિક્ષક કોઈ એક સંખ્યા કહે છે તે મુજબ તેઓ જૂથમાં ગોઠવાઈ જાય છે.તથા આ પ્રવૃત્તિ થી બાળકોને સરવાળા અને બાદબાકી પણ શીખવાડી શકાય છે.(નરેશભાઈ પ્રજાપતિ-પાટણ)