Discussion Forum SMC

Discussion Forum SMC

25-02-2016 : આપની શાળાના વિદ્યાર્થીઓ જયારે ઉચ્ચ અભ્યાસ કરવા માટે શાળા છોડીને જતા હોય છે ત્યારે વિદ્યાર્થી દ્વારા શાળામાં આપવામાં આવતી “સ્મૃતિ ભેટ” માટે તમે કોઈ નવીન પ્રવૃત્તિ કરવામાં આવે છે? ટૂંકમાં જણાવો?એસ.એમ.સી સભ્યની તેમાં શું ભાગીદારી રહે છે?



તારણ:

  • જે એસ.એમ.સી.સભ્યએ આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબની સાથે જવાબ આપનાર એસ.એમ.સી.સભ્યનું નામ પણ આપેલ છે.
  • એક શાળામાં વિદાય સંભારંભ વખતે વિદ્યાર્થીઓએ ફંડ ભેગો કર્યો અને જે રકમ થાય એના જેટલી રકમ એસ.એમ.સી.સભ્ય તથા બાળકોના વાલીઓએ ફંડમાં ભેગી કરીને મધ્યાહન ભોજનમાં વાસણની જે સમસ્યા હતી એ નવા વાસણ ખરીદીને દુર કરી.(પટેલ કુસુમબેન-ગાંધીનગર)
  • એક શાળામાં શાળામાં વિદાય સંભારભ વખતે બાળકને શાળામાં હમેશા યાદ રાખે તે હેતુ થી જે બાળક વિદાય લઇ રહ્યું છે એના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવે અને આ વૃક્ષની જવાબદારી નાના ધોરણમાં અભ્યાસ કરતા તેના મિત્રને સોપવામાં આવે છે અને એ મિત્ર આ વૃક્ષની જવાબદારી ૧ વર્ષ માટે સંભાળે છે,આમ શાળામાં વૃક્ષોની સંખ્યા વધી છે અને બાળકો પ્રકૃતિ પ્રત્યે સભાન બન્યા છે.(માલવ હીરાભાઈ-જુનાગઢ, ગોહિલ માનહારીબેન-જુનાગઢ, હડીયલ વકતાભાઇ-બનાસકાંઠા)
  • શાળામાં ધોરણ ૮ ની વિદાય સંભારંભમાં બાળકો દ્વારા અપાતી ભેટ ના બદલા માં એસ.એમ.સી.સભ્ય બાળકોને એક-એક મહાપુરુષના જીવનચરિત્રનું પુસ્તક યાદગીરી રૂપે તથા ભોજન સંભારંભનું આયોજન કરવામાં આવે છે,અને આ સંભારંભમાં બાળકોના વાલીઓ એસ,એમ,સી,સભ્ય તથા બીજા અન્ય મહાનુભાવોને બોલાવવામાં આવે છે અને બાળકોને ભવિષ્યમાં અભ્યાસ કરવો તે અંગે માહિતગાર કરવામાં આવે છે.(ભાવસાર ચિરાગભાઈ-આણંદ )
  • એક શાળામાં મહાનપુરુષોના ફોટા હતા નહિ તે માટે વિદાય લેતા બાળકોએ ફંડ ભેગું કરીને દર વર્ષે ૩ મહાનપુરુષના ફોટા આપવાનું વિચાર્યું આ પ્રવૃત્તિ દર વર્ષે કરવામાં આવે છે ,આમ થોડા સમયમાં શાળામાં મહાપુરુષોના ઘણા ફોટા યાદગીરી રૂપે મળ્યા છે.(નરેશભાઈ-ગીરસોમનાથ )