Discussion Forum SMC

Discussion Forum SMC

25-03-2016 : શાળા મિટીંગમાં એસ.એસ.સી.સભ્યો ની હાજરી ઓછી જોવા મળે છે.શાળા મિટિંગમાં એસ.એમ.સી.સભ્યો નિયમિત રીતે હાજર રહે તે માટે શું કરવું જોઈએ.



તારણ:

  • એસ.એમ.સી.સભ્યએ આપેલ સુચનમાંથી શ્રેષ્ઠ સુચન નીચે મુજબ છે. સુચનની સાથે,સુચન આપનાર એસ.એમ.સી.સભ્યનું નામ પણ આપેલ છે.
  • ૫૨ એસ.એમ.સી.સભ્ય પૈકી ૨૩ એસ.એમ.સી.સભ્ય નું કહેવું છે કે,
  • મિટિંગનો અજેંડા પહેલેથી નક્કી હોવો જોઈએ અને તેની જાણ એસ.એમ.સી.સભ્ય ને પણ સરળ ભાષામાં સમજી શકે તેવી રીતે કરવી જોઈએ.
  • એસ.એમ.સી.સભ્ય પૈકી ૮૦%સભ્ય ખેતીકામ અને મજૂરીકામ કરતા હોય છે તેથી આ સભ્યો મિટિંગમાં હાજર રહે તે માટે સવારના ૭.૦૦ થી ૮.૩૦ અથવા સાંજે ૭.૩૦ થી ૯.૦૦ ના સમયે કરવી જોઈએ જેથી કરીને એસ.એમ.સી સભ્યોને પોતાનું કામ છોડવું ના પડે. બને ત્યાં સુધી આ મિટિંગ ગામમાં શેરીમાં અથવાતો એસ.એમ.સી.સભ્યના ઘરે તેમના અનુકૂળના સમયે કરવી જોઈએ.
  • એસ.એમ.સી.સભ્યને પોતાના ભાગે આવતી જવાબદારી અને કામની જાણ હોવી જોઈએ.
  • એસ.એમ.સી.સભ્ય શાળા અને બાળકોને કેવી રીતે વધુ ઉપયોગી થાય શકે તે મુદ્દે ચર્ચાવિચારણા કરવી જોઈએ.
  • SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ) અને RTE (રાઈટ ટુ એજ્યુકેશન)વિષે જાણકારી આપવી જોઈએ અને એસ.એમ.સી.સભ્યો થકી શાળાને મળતા લાભો વિષે જાણ કરવી જોઈએ.
  • એસ.એમ.સી.સભ્યને મિટિંગ વિશેની જાણકારી કાર્ડ આપીને કરવી જોઈએ.
  • શાળામાં થતા કામમાં એસ.એમ.સી.સભ્ય પોતે કઈ રીતે શાળાને મદદરૂપ થાય તેની જાણ શિક્ષક દ્વારા એસ.એમ.સી.સભ્યોને જાણ કરવી જોઈએ.
  • મિટિંગ દરમિયાન એસ.એમ.સી.સભ્ય જો પોતાનો વિચાર રજુ કરવા ઈચ્છે તો તેને વિચાર રજુ કરવા દેવો જોઈએ.
  • મિટિંગ ઓછા સમયમાં વધુ મુદ્દાની ચર્ચા થાય એ બાબત ધ્યાન દેવું જોઈએ.
  • શાળામાં થતી વાર્ષિક મોટી વાલીમીટિંગમાં એસ.એમ.સી.સભ્ય પૈકી જે સભ્યે વર્ષ દરમિયાન સૌથી વધારે વાર મિટીંગમાં હાજર રહ્યા હોય,અનિયમિત બાળકોને નિયમિત કર્યા હોય,શાળા વિકાસમાં મદદરૂપ થયા હોય જેવા જુદા જુદા માપદંડ દ્વારા શ્રેષ્ઠ એસ.એમ.સી.સભ્યને બધાની હાજરીમાં અવોર્ડ આપીને સન્માનિત કરવમાં આવે છે.(તેરૈયા રાજેશભાઈ-અમરેલી,પટેલ ઘનશ્યામભાઈ-ધ્રાંગધા)