Discussion Forum SMC

Discussion Forum SMC

25-05-2015 : આપ ક્યા પ્રકારના સરકારી ઠરાવ/પરિપત્ર ની જાણકારી રાખો છો અને શાળામાં તેનો અમલ કરવા માટે આપ ક્યા પગલા લ્યો છો?



તારણ:

  • શાળા અને વિદ્યાર્થીઓ માટે આવતી આવતી ગ્રાન્ટ વપરાશના પરિપત્રો અને ઠરાવ, એસ.એમ.સી સભ્યોના કાર્યો તેમજ તેમની ભૂમિકાના અને તાલીમના ઠરાવો, શિક્ષકોના સમય બાબતના, તેમની તાલીમ અને શાળાકીય શૈક્ષણિક આયોજનની માહિતી, બદલીને લગતા ઠરાવો, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના ઠરાવો, કન્યા શિક્ષણ, વાલી સંમેલન, સહ અભ્યાસિક પ્રવૃતિઓ, વિકલાંગ બાળકોનું શિક્ષણ, બાળકોને મળતા સરકારી લાભ, મધ્યાહ્ન ભોજન, સેનિટેશનનો ઉપયોગ, એસ.સી.ઈ., રમતોત્સવ, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અંગે પરિપત્ર ની નોંધ રખાય છે.
  • એસ.એમ.સી.ની બેઠકમાં એજન્ડા મુજબના ઠરાવની જાણકારી રાખવામાં આવે છે અને જો તેમાં કચાશ રહે તો સરકારી કચેરીમાં જાણ કરી પગલા લેવામાં આવે છે.
  • દરેક પરિપત્રને અનુલક્ષીને પ્રોગ્રામ કરવાનો હોય તેમાં બાળકો અને ગામ લોકો નો સહકાર લેવામાં આવે છે.
  • દરેક પરિપત્રની જાણકારી નોટીસ બોર્ડ દ્વારા કરવામાં આવે છે.
  • પરિપત્ર મુજબ અમલ કરી સમીક્ષા કરવામાં આવે છે અને ફીડ બેક લઇ ફરીથી સમીક્ષા કરી તેનો અમલ કરવામાં આવે છે.
  • તમામ પરિપત્રોની શાળામાં ફાઇલ નિભાવવામાં આવે છે તથા તમામ પરિપત્રોની સ્ટાફમાં વાચન કરાવી સૌને સમાન પ્રકારે કામની વહેંચણી કરવામાં આવે છે.
  • સ્કૂલના પ્રિન્સિપલ ને જાણ કરવામાં આવે છે અને તે પરિપત્રનો અમલ થયો કે નહી તે અંગે પૂછવામાં આવે છે અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે.તેમજ શિક્ષકોને પણ જાણકારી આપવામાં આવે છે.
  • ઈ-મેઈલ, વોટ્સ એપ, અને પત્ર દ્વારા સૌને જાણ કરવામાં આવે છે.
  • એક એસ.એમ.સી એ બાળકોને દર વર્ષે મળતી શિષ્યવૃત્તિની રકમમાં થતા વધારા માટેના સરકારના પરિપત્રની જાણકારી બાળકો તથા વાલીઓને કરી, આ ઉપરાંત લઘુમતી બાળકોને મળતી ૧૦૦૦ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિની રકમ મળે તે માટે તેમના વાલીઓની મીટીંગ બોલાવી જરૂરી જાણકારી આપવામાં આવી. ત્યાર બાદ તે માટે જરૂરી કાર્યવાહી માટે શાળાના શિક્ષકો અને મુ.શિ. દ્વારા ફોર્મ ભરવાથી માંડીને જરૂરી બેન્કની કામગીરીમાં પણ મદદ કરવામાં આવી હતી.
  • એકતાનગર પ્રા.શાળામાં દુરના વિસ્તારમાંથી આવતા બાળકોને આવવા માટે મુશ્કેલી દુર કરવા અને આ બાળકોને શાળામાં લાવવા માટે સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત ટ્રાન્સપોર્ટેશન માટેનો પરિપત્ર આવતા આ માટે એસ.એમ.સી.એ જરૂરી ઠરાવ કરી દરખાસ્ત કરતા ધો. ૧ થી ૬ના દુરથી આવતા બાળકો માટે વાહનની સુવિધા મળી. પરિણામ એ આવ્યું કે આ બાળકોએ એક પણ દિવસની ગેરહાજરી વગર હાજરી આપી અભ્યાસ કરી શક્યા.