Discussion Forum SMC

Discussion Forum SMC

25-06-2015 : આપની શાળાના એસ.એમ.સી. સભ્યોએ શાળાના શિક્ષકોને કન્યા શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા જેવી નવીન પ્રવૃતિમાં મદદ કરેલ છે? કઈ રીતે?



તારણ:

  • શાળાની ધોરણ ૮ માંથી ૯ માં પ્રવેશ લેતી કન્યાઓને અભ્યાસ માટે બાજુ ના ગામમાં જવું પડે છે જે માટે કોઈ વાહનની સુવિધા નહોતી. એસ.એમ.સી. સભ્યોના સહકારથી એસ.ટી. બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી અને આજે વિદ્યાર્થીનીઓ કોઈ અગવડ વિના ઉચ્ચ અભ્યાસ કરે છે.
  • કન્યા શિક્ષણ માટે સભ્યો એન.જી.ઓ.ના સહકાર અને શિક્ષિત વાલીઓની મદદ દ્વારા ગામમાં યાદી મુજબ ઘરની મુલાકાત લઈને કન્યાઓના ઉચ્ચ અભ્યાસ માટે વાલીઓને સમજાવે છે.આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરી ચૂકેલ વિદ્યાર્થીઓને પણ આગળના અભ્યાસ માટે પણશિક્ષક દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
  • સભ્યો કન્યા શિક્ષણ જાગૃતિફિલ્મ બતાવે છે તદુપરાંત પ્રદર્શન, મહિલા જાગૃતિ શિબિરનું આયોજન, કન્યા શિક્ષણના મુદ્દા પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
  • એકશાળામાં શિક્ષિકા બહેનોએ ગામમાં અભ્યાસ કરતી દરેક કુમારીકાઓને એક લેટર આપ્યો જેમાં શિક્ષણ અંગેનાં ફાયદા અને સરકાર તરફથી કન્યાઓને અપાતી સહાય વિષે વાકેફ કર્યા જેથી વિદ્યાર્થીનીઓ શાળાએ આવવા પ્રેરાય અને ચાલુ વર્ષે ગામની તમામ પાંચ વરસની કન્યાઓને ૧૦૦% પ્રવેશ આપવામાં સફળતા મળી છે.એનું પરિણામ છે કે આજે તેમની શાળામાં કુમાર કરતા કન્યાઓની સંખ્યા વધારે છે.આ તમામ પ્રવૃતિમાં એસ.એમ.સી. સભ્યોનો સહકાર હંમેશા રહ્યો છે.
  • સભ્યો દ્વારા કન્યા કેળવણીનું નાટક ભજવીગામમાં કન્યા શિક્ષણ અંગે તેઓ જાગૃતિ લાવવાના પ્રયત્નો કરે છે.