Discussion Forum SMC

Discussion Forum SMC

05-07-2015 : શું આપની શાળાની એસ.એમ.સી. એકોઈ વાલી મીટીંગ નું આયોજન કર્યું છે? મીટીંગમાં શું ચર્ચા કરવામાં આવી?



તારણ:

  • કન્યાઓની ઘટતી સંખ્યા વધારવા અને વાલીઓને તેમના પુત્ર/પુત્રી પ્રત્યે સજાગ બનાવવા માટે ચર્ચા કરવામાં આવી.
  • શાળામાં વાલીસંમેલન બોલાવવામાં આવ્યુ જેમાં શાળામાં ભણતા દરેકબાળકની માતાને આમંત્રણ આપવામાં આવ્યુ અને મોટા ભાગની માતાઓ હાજર રહી જેમાં સૌથી પ્રથમ બાળકોને તેઓ ઘરકામ અને ખેતીકામ તેમજ મજૂરી કામમાં ન મોકલતા નિયમિત શાળામાં મોકલે જેમાં ખાસ કરીને કન્યાઓને શાળામાં નિયમિત મોકલે. આ ઉપરાંત શાળામાં બાળકોના અભ્યાસ માટેનું શૈક્ષણિક આયોજન તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યું. તદ ઉપરાંત શાળામાંચાલતી વિવિધ સહાભ્યાસિક પ્રવૃતિનુ વાર્ષિક આયોજન પણ દર્શાવવામાં આવ્યું આ ઉપરાંત રાજ્યસરકારની કન્યાકેળવણી તેમજ શિક્ષણને લગતી વિવિધ યોજનાઓની સમજ પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર આપી.
  • મીટીગમા અનિયમિત બાળકોને શાળામા કેવી રીતે નિયમિત કરવા તેની ચર્ચા કરી અને જે બાળકો ભણવામા કાચા હોય તેને માટે ગામ લોકોએ ફાળો એકત્રકરીને ઉપચારાત્મક શિક્ષણની વ્યવસ્થાકરી.
  • મીટીગમા અનિયમિત બાળકોને શાળામા કેવી રીતે નિયમિત કરવા તેની ચર્ચા કરી અને જે બાળકો ભણવામા કાચા હોય તેને માટે ગામ લોકોએ ફાળો એકત્રકરીને ઉપચારાત્મક શિક્ષણની વ્યવસ્થાકરી.
  • ગામમાં ૫ વર્ષથીવધુ વયજૂથના બાળકોનુંનામાંકરણઅને પ્રવેશકરાવવા માટે એસ.એમ.સી. મીટીંગમાં ચર્ચા કરવામાં આવી.
  • મીટીંગમાંનક્કીકરવામાં આવ્યું કે એસ.એમ.સી. સભ્યો નવા બાળકોને સ્કૂલમાં દાખલ કરાવી સપ્તાહમાં એક વાર સ્કૂલ વિઝીટ કરે.
  • મીટીંગમાં લેસન ડાયરી અંગે ચર્ચા કરવામાં આવે છે અને બાળક દરરોજ શાળા એ લેસન અને પ્રોજેક્ટ વર્ક કરી આવે તેના પર ભાર મુકવામાં આવે છે બાળકો પાઠ અન્વયે ટી.એલ.એમ. બનાવે તે સૂચન કરવામાં આવે છે. બાળકો દરરોજ શાળાએ આવે તેનું સૂચન કરવામાં આવે છે
  • એક શાળાની મીટીંગમાં નીચે મુજબ પ્રક્રિયા થાય છે: સૌપ્રથમ મીટીંગમાં શિક્ષકોનો પરિચય આપવામાં આવે છે (લાયકાત, વિષય અને વિશેષતાઓ). ત્યારબાદ શાળાનો પરિચય (ભૌતિક સુવિધાઓ વિષે)આપવામાં આવે છે. શાળામાં થતી શિક્ષણ કાર્ય અને પ્રવૃતિઓ વિષે જણાવાય છે. બાળકોના નામાંકન અને કન્યા કેળવણીની ચર્ચા કરવામાં આવે છે. બાળકોની ખૂબી અને ખામીઓની ચર્ચા કરવામાં આવે છે. અને અંતે વાલીઓના અને વિદ્યાર્થીઓને મૂંજવતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે