Discussion Forum SMC

Discussion Forum SMC

05-09-2015 : શું આપની શાળા માં કન્યાઓની હાજરી વધારવા માટે અથવા હાજરીને નિયમિત કરવા માટે કોઈ ખાસ પ્રયત્નો કરવામાં આવે છે ?જો હા, તો કયા પ્રકારના પ્રયત્ન કરેલ છે ?તેનું શું પરિણામ આવ્યું?



તારણ:

  • શાળામાંકન્યા માટે અલગ બેઠક, અલગ શૌચાલયની વ્યવસ્થા, શાળા સુધી આવવા માટેસાઈકલઅનેમફત સ્ટેશનરીની વ્યવસ્થા કરવામાં આવી જેથી તેઓ શાળાએ આવવા પ્રેરાય.
  • શાળામાં કન્યાઓ માટે વિશેષ ભરતગુંથણના વર્ગનું આયોજન તેમજમહેંદી સ્પર્ધા,રંગોળી સ્પર્ધા,રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેથી કન્યાઓના કૌશલ્યનો વિકાસ થાય અને તેઓ નિયમિત શાળાએઆવતા થાય.
  • સભ્યોએશાળામાં કન્યાની હાજરી વધારવા માટે ગામમાં ચાલતા મહિલા મંડળ સાથે સંકલન કર્યું હતું, અને તેઓ સાથે મળીને જે કન્યા અનિયમિત હતી તેમની માતાને સમજાવવામાં સભ્યોનીમદદ કરતા હતા.
  • દર મહીને વધારે સૌથી વધુ હાજર રહેનાર કન્યાઓને વર્ગમાં સન્માનિત કરવામાં આવે છે અને વર્ષના અંતે નિયમિત વિદ્યાર્થીનીને ઇનામ આપવામાં આવે છે.જેનાથી વિદ્યાર્થીનીઓ નિયમિત થવા લાગીઅને ત્યારબાદઆ અમલીકરણ બધા ધોરણમાં કરવામાં આવ્યું.
  • શાળામાંકન્યાઓદરરોજ આવેતેમાટે શાળા સમયની શરૂઆતમાંરામાયણના એપિસોડ બતાવવામાં આવે છે.
  • શાળામાં વાલી સંમેલન,મહિલા સંમેલન,સરકારી યોજનાઓનો પ્રચાર જેવા કાર્યક્રમ રાખ્યા જેમાં કન્યા શિક્ષણની અગત્યતા અને સરકાર દ્વારા આપવામાં આવતા પ્રોત્સાહન વિષે જણાવવામાં આવે છે જેથી વાલીમાં જાગૃતિ આવી શકે.
  • નાટક અને શિક્ષણના મહત્વ આધારિત ફિલ્મ બતાવીને વિદ્યાર્થીઓને અને વાલીઓને શિક્ષણ પ્રત્યે જાગૃત કર્યાં અને તેમની મનગમતી પ્રવુતિનું આયોજન કર્યું જેનાથી કન્યાઓનું શાળામાં હાજરી વધી.
  • શાળામાં કન્યાઓને ટુકડીનાયક,મહામંત્રી જેવી વિશેષ જવાબદારી આપવામા આવે છે જેથી તેઓને વિશેષ જવાબદારી દ્વારા શાળાએ આવવા અને સોંપેલ કાર્ય કરવા માટેનું પ્રોત્સાહન મળે.