Discussion Forum SMC

Discussion Forum SMC

15-07-2015 : એક શાળામાં ધોરણ ૧ માં કન્યા કરતા કુમારનું નામાંકરણ વધુ થાય છે અને કન્યાઓની હાજરી અનિયમિત રહે છે. ધોરણ 6 થી ૮ માં ભણતી કન્યાઓ અધવચેથી અભ્યાસ છોડી દે છે. આપઆ સંજોગોમાં કન્યાઓનાનામાંકરણ અને હાજરી વધારવા ક્યા પગલા લેશો?



તારણ:

  • મોટા ભાગના (૩૭%) એસ.એમ.સી. સભ્યોના માટે તેઓ કન્યાનામાંકરણ અને હાજરી વધારવા દરમાસના અંતે સૌથી વધુ હાજર રહેનાર વિદ્યાર્થીનીને અવોર્ડ આપશે અને બાળકીના અભ્યાસ માટે સહાયરૂપ બન્યા હોય તે માતાપિતાને ‘બેસ્ટ પેરન્ટસ અવોર્ડ’ આપશે.
  • એક શિક્ષકને સમસ્યા હતી કે તેઓની શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ખુબ જ ઓછી હતી. સામાજિકઅવરોધના લીધે વિદ્યાર્થીઓ શાળામાં આવતા ન હતા અથવા શાળા છોડી દેતા હતા.આ સમસ્યાના નિરાકરણ માટે શિક્ષકેદરેકવિદ્યાર્થીઓનાજન્મદિવસઉજવવાનુંશરુકર્યુંઅનેતેદિવસતે વિદ્યાર્થીઓના વાલીઓએ શાળામાં છોડ ઉગાડવાનું શરુ કર્યું અનેતે સાથે જ તેમણેએકપુસ્તકપણશાળાલાઈબ્રેરીમાંઆપવાનુંહોયછે. શિક્ષક દ્વારાશાળા ગીત પણ બનાવવામાં આવ્યું જે વિદ્યાર્થીઓ નિયમિત ગાય છે.
  • આ સાથે જે વાલી પોતાના બાળકના અભ્યાસ અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા હોય અને શાળા વિકાસ પ્રવૃત્તિ માટે ભાગ લીધો હોય તેમને ‘બેસ્ટ પેરન્ટ્સ અવોર્ડ’ આપવામાં આવ્યો.
  • આ પ્રવૃતિનું એ પરિણામ આવ્યું કે જે વિદ્યાર્થીઓ શાળા છોડીને ગયા હતા તેઓ શાળામાં પરત ફર્યા અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ૧૯૨ થી વધીને ૨૯૩ થઇ. આ ઉપરાંત એક વધુ શિક્ષકની નિમણુક પણ કરવામાં આવી. શાળાએ બેસ્ટ સ્કૂલ અવોર્ડ જીત્યો અને વાલીઓ પણ સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃતિઓ માટે દાનઆપતા થયા.
  • આદરણીય એસ.એમ. સી.સભ્યો, આપ પણ આ શિક્ષકે કરેલ નવતર પ્રવૃતિની જેમ આપની શાળામાં કન્યાઓના નામાંકરણ અને હાજરી વધારવા શિક્ષક સાથે પ્રયત્ન કરી શકો છો જેમાં વાલી અને વિદ્યાર્થીઓને સહાયક પ્રોત્સાહન આપવાથી તેઓને શૈક્ષણિક પ્રવૃતિમાં ભાગ લેવાપ્રેરણા મળશે.