Discussion Forum SMC

Discussion Forum SMC

25-09-2015 : આપે આપની શાળાની કઈ પ્રવૃતિમાં ફાળો આપ્યો છે? ટૂંકમાં વિગત જણાવો.



તારણ:

  • શાળામાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ જેમકે વૃક્ષ રોપણ, ઈકો ક્લબ અને વાંચન મેળામાં એસ.એમ.સી. સભ્ય તરીકે પુરતો સહયોગ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓમાં વાંચન વિકાસ માટે દરરોજ ૧ કલાક પુસ્તકાલયમાં વાંચન કરાવાય છે.
  • એક શાળામાં એસ.એમ.સી. સભ્યોને અલગ અલગ વાર પ્રમાણે કામ સોંપવામાં આવ્યું છે જે પ્રમાણે તેઓ શાળામાં વિવિધ કાર્યક્રમ અને પ્રવૃતિઓ કરાવે છે. આ પદ્ધતિથી કાર્ય વહેંચણી સરળતાથી થાય છે.
  • સભ્યોની મદદથી શાળામાં વિદ્યાર્થીઓ પાસે અઠવાડિયામાં એક વાર પુસ્તક વાંચવા અપાય છે અને પ્રાર્થનાસભામાં તેઓ પુસ્તક વિશેના વિચારો રજુ કરે છે અને સૌના જ્ઞાનમાં વધારો થાય છે.
  • એક શાળામાં ખુલ્લું પુસ્તકાલય નામક પ્રવૃત્તિ ચાલે છે જેમાં શાળામાં પુસ્તકો ખુલ્લા રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ તેમની અનુકુળતા પ્રમાણે પુસ્તકો વાંચે છે.આ જ રીતે શાળામાં એસ.એમ.સી. દ્વારા સંગીત કાર્યક્રમનું આયોજન કરાય છે જેમાં જે વિદ્યાર્થીઓ સંગીતમાં રસ ધરાવતા હોય તેઓ ભજન, લોકગીત, કવિતા, બાળ વાર્તા રજુ કરે છે અને સાથે જ ઢોલક, તબલા, હાર્મોનિયમ જેવા વાદ્ય પણ વગાડવામાં આવે છે.
  • એક શાળામાં સભ્યો દ્વારા પુસ્તક ઉપરાંત વર્તમાનપત્ર વાંચન, પ્રોજેક્ટ વર્ક, વાર્તાલેખન જેવી પ્રવૃતિઓ વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવે છે અને પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓ પાસે ‘જાણવા જેવું’ કાર્યક્રમ હેઠળ વિવિધ સમાચાર પણ રજુ કરવામાં આવે છે.
  • શાળામાં વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાન શીખવામાં રસ ઓછો પડતો હોવાથી એસ.એમ.સી. સભ્યોની મદદ દ્વારા શિક્ષકે ઇ.સ 1857 ના વિપ્લવથી લઈ ને ભારતની આઝાદી સુધીના મોટા ભાગના ક્રાંતિકારીઓઓના ફોટા અને તેમણે કરેલ મહત્વની ક્રાંતિકારી પ્રવૃત્તિઓની માહિતી દર્શાવતા કાર્ડ વિદ્યાર્થીઓની મદદથી તૈયાર કર્યા જેમાં તેમના વિશેની ટૂંકી અને સચોટદાર માહિતી મૂકવામાં આવી જે માહિતિ વિદ્યાર્થીઓ દરરોજ પ્રાર્થનામાં પોતાના હાજરી ક્રમાંક મુજબ રજૂ કરતા.જેથી અન્ય વિદ્યાર્થીઓ પણ દેશના વિવિધ ક્રાંતિકારીઓ વિશે જાણતા થયા અને તે જાણવામાં તેમને રસ પણ ઉત્પન્ન થયો.