Discussion Forum Teacher

Discussion Forum Teacher

25-07-2016 : તારીખ ૨૫ જૂન ૨૦૧૬ ના રોજ શાળાને લગતી સમસ્યાઓનો પ્રશ્ન પુછવામાં આવેલ હતો. તે અંતર્ગત શિક્ષકો દ્વારા જણાવવામાં આવેલ સમસ્યાઓમાંથી ત્રીજા ક્રમની મુખ્ય અને સૌથી વધુ શાળામાં જોવા મળતી સમસ્યા છે કે, બાળકોના વાલી શિક્ષણ પ્રત્યે જાગૃત્ત નથી.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર પણ આપેલ છે.
  • “વાલી સન્માન” અંતર્ગતશાળામાં વર્ષ દરમિયાન શૈક્ષણિકઅને બિનશૈક્ષણિક શ્રેષ્ઠ દેખાવ કરનાર વિધાર્થીથી સાથે વાલીઓનું પણ સન્માન કરવામાં આવે છે.તેથી વાલીઓ બાળકોના શિક્ષણ પ્રત્યે રસ લેતા થયાં.(ઘનશ્યામભાઈ પટેલ-સુરેન્દ્રનગર-9898894054)
  • "શેરી પ્રાર્થના" અંતર્ગત ગામની શેરીઓમાં જઈને પ્રાર્થના કરવામાં આવે છે. જેમાં થતા દૈનિક કાર્યક્રમમાં ભાગ લેતા બાળકોને વાલી રૂબરૂ નિહાળે છે.અને તેના શિક્ષણની જરૂરિયાત બાબતે સભાન બને છે. ભાગ ન લેતા બાળકો પણ તેમના વાલીને બતાવવા માટે ભાગ લેતા થાય છે. અમારી શાળામાં થતી આ પ્રવૃત્તિથી વાલીઓ બાળકના શિક્ષણથી ખુબ જ જાગૃત છે.(હર્ષદભાઈ વનારા-અમરેલી-7878597108)
  • “જન જાગૃતિ” કાર્યક્રમ અંતર્ગત બાળકોના વાલીઓને શાળાએ આવવા માટે આમંત્રણ આપવામાં આવે છે.શાળાએ આવનાર વાલીને શિક્ષાનું મહત્વ,કન્યા શિક્ષણનું મહત્વ,તેમનાબાળકની શિક્ષણ સિવાયની પ્રવુતિમાં ભાગીદારી અને પોતાના બાળકોના પ્રગતિ પત્ર અંગે ચર્ચા કરવામાં આવે છે.તેથી વાલીઓ શિક્ષણપ્રત્યે જાગૃત થયા. (જયેશભાઈ પટેલ-અરવલ્લી-9638649495)
  • “ઓટલા પરિષદ” અને “ચોરામીટીંગ” અંતર્ગતરાત્રીના સમયે શિક્ષણનું મહત્વ અને મુલ્ય શિક્ષણ ઉજાગર કરતાં ગીત,નાટક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન શ્લાના બાળકો અને શિક્ષકો દ્વારા કરવામાં આવે છે.(સુરેશભાઈધનજીભાઈ-અમરેલી-9925943358)
  • “બાળકો શાળા એ આવતા હરખાય, વાલી એ બાળક ને ભણવા પ્રેરાય.”અંતર્ગતવાલીને દર મહિનામાં એક વાર શાળામાંબોલાવવામાં આવે છે. તેમાં દરેકવાલીને તેના બાળકનો મહિના દરમિયાનનો પ્રોગ્રેસ રિપોર્ટ, ટેસ્ટ પેપરબતાવવામાં આવે છે. જે બાળક ના વાલી હાજર હોય તેવા બાળકો ને પ્રોત્સાહિત કરવામાંઆવે છે. જેથી વાલીઓપણ બાળકોને સારા માર્ક માટે અને વધુમહેનત માટે પ્રોત્સાહિત કરે છે.(લખનભાઈજોશી-ભાવનગર-9428182365)
  • “ આનંદથીવિશ્વનાથ આનંદસુધી” એ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં દર અઠવાડિયામાં નક્કી કરેલા બે દિવસે બાળકો અને વાલીઓનેચેસ રમાડવામાં આવે છે. રમત બાદ વાલીઓને શિક્ષાનું મહત્વ અને પોતાના બાળકોની શૈક્ષણિક અને બિનશૈક્ષણિક ભાગીદારીવાલી સમક્ષ રજુ કરી વાલીઓને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે.(મોહમ્મદભાઈ આમિન-આણંદ-9904333706)
  • બાળકનાઅભ્યાસમાં માતા-પિતાની ભાગીદારી વધારવા માટે ગુજરાતના શિક્ષકો કરેલ નવત્તર પ્રવુતિ જાણવા માટે લિંક : http://www.inshodh.org/innovations/Parental-Monitoring-of-Learning/16