Discussion Forum Teacher

Discussion Forum Teacher

05-11-2016 : શિક્ષકો દ્વારા જણાવવામાં આવેલ સમસ્યાઓ માંથી દસમાં ક્રમની મુખ્ય અને સૌથી વધુ શાળામાં જોવા મળતી સમસ્યા છે કે, શાળામાં બાળકો મધ્યાહન ભોજન જમતા નથી.અથવા મધ્યાહન ભોજનનો બગાડ કરે છે.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબની સાથે શિક્ષકનું નામ અને મોબાઈલ નંબરપણ આપેલ છે.
  • “ગ્રામ મંડળ” અંતર્ગત સી.આર.સી હડમતીયાની પ્રાથમિક શાળાઓમાંદરેક ગામમાં એસ.એમ.સી. સભ્યો અને ગામલોકોનુંએક ગ્રામ મંડળ બનાવવામાં આવ્યું છે.આગ્રામ મંડળ શાળાને બાળકોને ઋતુ મુજબ કઠોળ, ઔષધીય રસ, પર્ણ ,પાણી,વાનગી અનેગામના સારા કે દુઃખદ પ્રસંગો પર ખર્ચમાં ઘટાડો કરી શાળામાં તિથિ ભોજન આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે.(ગૌતમભાઈઇંદ્રોડીયા-રાજકોટ-9426516945)
  • શાળામાં બાલ સંસદની મધ્યાહન ભોજન સમિતિના સભ્યોની ધોરણ પ્રમાણે ટુકડીઓ બનાવવામાં આવી છે.આ ટુકડીમધ્યાહનભોજનમાં બનતી રસોઈની ગુણવત્તા પર ધ્યાન આપે છે.અને ભોજનનો બગાડના કરે તે હેતુથી દરેક ધોરણના બાળકોને પોતાના વર્ગની આગળ જ જમવા માટે બેસાડવામાં આવે છે. શિક્ષકની હાજરીમાં જ બાળકોને જરૂર હોય તેટલું જ પીરસવામાં આવે છે.આના પરિણામે શાળાના 427 પૈકી 380 થી વધુ બાળકો દરરોજ મધ્યાહન ભોજનનો લાભ લે છે.(ભાનુપ્રસાદ પંચાલ-આંણદ-9737229670)
  • “અન્નપૂર્ણા ઇનામ“ અંતર્ગત શાળામાં દર અઠવાડીએ મધ્યાહન ભોજન દરરોજ જમનાર બાળકને અન્નપૂર્ણા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.(વિનોદકુમાર હિરાણી-બોટાદ-9879242828)
  • “મારી થાળી ખાલી થાળી” પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં મધ્યાહનભોજનનો બગાડ ન કરનાર બાળકને વાલી,એસ.એમ.સી. સભ્યો અને ગામલોકોની હાજરીમાં શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે.(કમલેશભાઈ ભટ્ટ-ભાવનગર-814161778)
  • “મારી થાળી “ અંતર્ગતશાળામાં દરેક મધ્યાહન ભોજનની થાળી પર એક નંબર લખેલો હોય છે. દરેક બાળક પોતાને ધોરણ પ્રમાણે મળેલ નંબર વાળી થાળી લઈ જમવા બેસે છે.મધ્યાહન ભોજન પીરસતી વખતે આ નંબરની નોંધ કરવામાં આવે છે. આ આધારે જેનંબરની થાળી વાળા બાળકે મધ્યાહન ભોજન નલીધું હોય તેમની સમસ્યા જાણી તેનું નિવારણ કરવામાં આવે છે.મધ્યાહન ભોજનનો બગાડ ન થાય તે માટે થાળીની સફાઈ કરતી વખતે પણ નક્કી કરેલ બાળકોની ટીમ થાળીના નંબરની નોંધ કરે છે.(રમેશકુમાર રાઠોડ-બોટાદ-9427752066)