Discussion Forum Teacher

Discussion Forum Teacher

25-10-2016 : શિક્ષકો દ્વારા જણાવવામાં આવેલ સમસ્યાઓ માંથી નવમાં(ક) ક્રમનીમુખ્ય અને સૌથી વધુ શાળામાં જોવા મળતી સમસ્યા છે કે, શાળામાં બાળકોનેઅંગેજીવિષય પ્રત્યે અરૂચી અને અંગ્રેજીવિષય સમજવામાં અઘરો પડે છે. બાળકોનીઅંગેજીવિષય પ્રત્યે અરૂચી દુર થાય તે માટે કરેલપ્રવુતિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબની સાથે શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર પણ આપેલ છે.
  • " Master of English " રમત અંતર્ગત શાળાના ધોરણ પ્રમાણેબાળકોના ગ્રુપ બનાવી ગ્રુપ માંથી એક બાળક ઉભો થઈબાકીના ગ્રુપને એક્ટિંગ વડે સમજાવશે. અને તેનો જવાબ બાળક અંગ્રેજીમાં આપશે.બધા ધોરણમાં વિજેતા ગ્રુપનેMaster of English જાહેર કરવામાં આવે છે.(લખનભાઈ જોશી-ભાવનગર-9428182365)
  • અંગ્રેજી વિષય પ્રાથમિક શાળામાં ધોરણ-૫ થી આવે છે. ધોરણ-૩ થી જ અંગ્રેજી કક્કો શીખવવાનું ચાલું કર્યું જેથી ઘણાં બાળકો પ્રાથમિક કક્ષાનું અંગ્રેજી સ્પેલિંગ મોઢે બોલી શકે છે અને લખી પણ શકે છે.દરરોજ 02 સ્પેલિંગ-ઉચ્ચાંર-અર્થ સાથે વિદ્યાર્થી પોતાની જાતે મેં બનાવેલ બોક્ષમાંથી આંશિક રીતે ચિઠ્ઠી ઉપાડે છે અને એ ચિઠ્ઠીમાં આવેલ સ્પેલિંગ ઉચ્ચાંર,અર્થ સાથે કંઠસ્થ કરી બીજા દિવસે લાવે છે અને એ બાળકને પ્રાર્થનાસભામાં સન્માનવામાં આવે છે.(ગૌરવભાઈપટેલ-અમરેલી-9727571009)
  • “Gappa day” અંતર્ગત શાળામાં નક્કી કરેલા દિવસે બાળકો અને શાળા પરિવારના તમામ સભ્યો જેવું આવેડે તેવું ફરજીયાત અંગ્રેજી ભાષામાંવાતચીત કરવામાં આવે છે.(સુભાષભાઈ વાળા-જુનાગઢ-7405352667)
  • “ENGLISH CORNER” શાળામાં બનાવવામાંઆવ્યું છે.તેમાં અંગ્રજી ભાષામાં કોમિકસ,મેગેઝીન,પેપર કટિંગ.આર્ટીકલ,ફ્લેશ કાર્ડ,સ્પેલિંગ કાર્ડ,ચાર્ટ,પઝલ,ગેમઅને ડીક્ષનરી રાખવામાં આવે છે.બાળકો ફ્રી સમયમાં રસ પૂર્વક અંગેજી કોર્નરનો ઉપયોગ કરી અંગેજી શીખે છે.(કેતનકુમાર જોશી-વડોદરા-9909533950)
  • શાળામાંબાળકોનીઅંગેજીવિષય પ્રત્યે અરૂચી દુર થાય તે માટેબાળકો એ પોતાનાધોરણની ડિક્ષનરી જાતે તૈયાર કરીતેનો ઉપયોગ કરવામાં આવે છે.અને શબ્દો ના કાર્ડ બનાવી તેનો ફ્લેશકાર્ડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.(ગૌતમભાઈ ઇંદ્રોડીયા-રાજકોટ-9426516945),(અમિતકુમાર પટેલ-સાબરકાંઠા-9909535212)
  • શાળામાં બાળકોને દરરોજ માટે ફક્ત ૧૫નવા શબ્દો શોધી બીજા બાળકો સાથેસરખાવવા માટે જણાવવામાં આવ્યું જેથી એક બાળક ઓછામાં ઓછા ૫૦અંગ્રેજી શબ્દોશીખે અને દરરોજ બીજા દિવસે નવું શીખવા માટે ઉત્સાહીત બને છે.(ગીરીશકુમાર ચૌધરી-દાહોદ-9824259724)
  • શાળામાંનક્કી કરેલા દિવસે અંગ્રેજીમાં કાવ્યગાન,નિબંઘલેખન,રમત,વાર્તા,અંગેજી પર અભિનય જેવી સ્પર્ઘા યોજવામાં આવે છે.તેથી બાળકોનો અંગ્રેજી વિષય પ્રત્યે ડર દુર થાય અને અંગ્રેજી વિષયમાં રૂચી વધે.(વશરામભાઇ પટેલ-બનાસકાંઠા-9725409775),(નટવરસિંહ પરમાર-આણંદ-9913636555)