Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-12-2016 : પ્રશ્ન :- શિક્ષક દ્વારા બાળકોમાં લેખન સર્જન કૌશલ્ય વિકસાવવા કરેલ પ્રવુતિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકોએ આપેલ શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે જવાબની સાથે શિક્ષકનું નામ અને નંબર પણ આપેલ છે.
  • બાળકોમાં લેખન સર્જન કૌશલ્ય વિકસાવવા શાળામાં આવતા સમાચાર પત્ર તથા વિવિધ અંકોમાંથી બાળકને ગમતા મુદ્દા પર લેખન કાર્ય કરાવીને બીજા દિવસે જે વિદ્યાર્થીના સારા અક્ષર હોય તેનું પ્રાર્થના સભામાં બધા બાળકોની વચ્ચે ત્રણ તાળી દ્વારા બહુમાન કરવામાં આવે છે.(મનસુરી આકીબહુસૈન-અમદાવાદ-7878711192,શાહ સંકેતભાઈ-છોટાઉદેપુર-9624250072)
  • “ટપાલ દ્વારા લેખન કૌશલ્યનો વિકાસ” બે શાળાઓના શિક્ષકની મદદથી વિદ્યાર્થીના નામ અને તેમના એડ્રેસ મંગાવ્યા.ત્યારબાદ સામ સામેની શાળાના બાળકો પોતાની શાળામાં ચાલી રહેલ કામગીરી વિષે તથા ખબર-અંતર પૂછતા સમાચાર જાતે ટપાલમાં લખે અને તેને બીજી શાળાના વિદ્યાર્થીના એડ્રેસ લખીને પોસ્ટ-ઓફીસ માં આપી આવે છે અને તેના પ્રત્યુતર માં સામેના વિદ્યાર્થી પાસેથી ટપાલ મેળવે.આમ બાળકોમાં ટપાલ લખવાની ટેવ પડે અને સાથે સાથે તેમની લેખન સર્જન કૌશલ્યનો વિકાસ કર્યો.(વાઘેલા ડુંગરસિંહભાઈ-કચ્છ- 8128438232)
  • શાળામાં વિવિધ સ્પર્ધા જેવીકે શ્રુત લેખન, નિબંધ સ્પર્ધા, મુદ્દા તેમજ ચિત્ર પરથી વાર્તા,સુલેખન સ્પર્ધા દ્વારા બાળકોમાં વિચારવાની શક્તિ ઉજાગર કરવાની સાથે સાથે તેમને સારા અક્ષર તથા સુંદર લેખન સર્જન કૌશલ્યનો વિકાસ કર્યો.(પટેલ ચંદ્રિકાબેન-ગાંધીનગર-9825023704,મોરી કરશનભાઈ-ભાવનગર-9737807621, ઓડેદરા રમેશભાઈ-પોરબંદર-9737318884,મોરી અમિતભાઈ-સુરેન્દ્રનગર- 8866655861,ગઢિયા વિજયભાઈ-બોટાદ- 9662548154,રાવલ ખ્યાતીબેન-ગાંધીનગર- 9904480702પટેલ પીન્ટુબેન-પંચમહાલ- 8980590917,ડૉ. મિનેશભાઇ પટેલ-બનાસકાંઠા- 9428186534)
  • બાળકો નાના ધોરણથી જ સુંદર, સ્વચ્છ અને મરોડદાર અક્ષર વાળું લખાણ કરે તે હેતુથી વર્ગખંડમાં બાળકને કેલીગ્રાફી , વિવિધ આકારો વાળા ચિત્રો,રેતી વડે ચિત્રો અને ફ્રી-હેન્ડ થી બનતા ચિત્રો ની મદદ વડે બાળકોને ચિત્રકામના સહારે લેખન સર્જન કૌશલ્યનો વિકાસ કર્યો. આ પ્રવૃત્તિથી બાળકો સુંદર, સ્વચ્છ અને મરોડદાર અક્ષર વાળું લખાણ કરે છે.(પરમાર પ્રદિપભાઈ-જુનાગઢ-9974164143, સુથાર મનોજભાઈ-બનાસકાંઠા-9099206800, ભુવાઆનંદભાઈ-મોરબી-8905175962, વણકરપરેશભાઈ-સાબરકાંઠા-9427884557)
  • બાળકોમાં લેખન સર્જન કૌશલ્યનો વિકાસ કરવો પણ કેવી રીતે કરવો ? જેથી બાળકોને પણ લાગે કે “રમત સાથે ભણતર” કરી રહ્યા છે.શાળાની લાયબ્રેરીમાં વાર્તાના ઘણા પુસ્તકો છે બાળકોને કહેવામાં આવ્યું તમને જે વાર્તાનું પુસ્તક જોઈએ તે લઇ લો.અઠવાડિયાના અંતે બાળકોને કહેવામાં આવ્યું કે તમે જે વાર્તાની બૂક વાંચી તે પરથી તમારો અભિપ્રાય લખીને આપો.બાળકોએ પોતાના મનમાં જે વાર્તાની ચોપડી વિશેના અભિપ્રાય હતા તેને એક કોરા પેજ પર ચીતર્યા અને શિક્ષકને આપ્યા.આમ શિક્ષકે બાળકોને વાંચન અને લેખનકાર્ય માટે પણ પ્રોત્સાહિત કર્યા.(શાહ હર્ષલભાઈ-ભાવનગર- 9879553944)
  • વિવિધ શાળા દ્વારા માસિક, દ્વિમાસિક, ત્રિમાસિક તથા વાર્ષિક પત્રિકા બનાવવામાં આવે છે.આ પત્રિકામાં જોક્સ, ઉખાણા, મગજમારીના પ્રશ્નો, જનરલ નોલેઝ, વાર્તા, કવિતા, જીલ્લા ટુર(પ્રવાસન સ્થળો વિશેની માહિતી),પ્રેરણાસ્ત્રોત સુવિચારો અને શાળામાં અત્યાર સુધી શું કર્યું ? ભવિષ્યમાં શું કરવા માંગે છે. જેવા વિવિધ વિભાગો ધોરણ ૫ થી ૮ ના બાળકોમાં વહેંચવામાં આવે છે, બાળકો પોતાની જાતે કાચું લખાણ કરી શિક્ષકને આપે છે શિક્ષક બધા વિભાગ ભેગા કરીને જે વિદ્યાર્થીએ સારી રીતે લખ્યું હોય તેમનું નામ તથા ધોરણનું નામ પત્રિકામાં તેના વિભાગ સાથે જરૂરી વ્યાકરણના સુધારા કરીને છાપવામાં આવે છે.જેથી બાળકો વધુ પ્રોત્સાહિત થાય છે.(કટેશિયા ભગવાનજીભાઈ-જામનગર- 9925891560,પંચાલ ભુપેન્દ્રભાઈ-આણંદ-9737229679,બોલણીય વિજયભાઈ-સુરેન્દ્રનગર-9979703541,પટેલ રમેશચંદ્ર –ભરૂચ-9426859056)