Discussion Forum Teacher

Discussion Forum Teacher

25-12-2016 : પ્રશ્ન: આપના દ્વારા ગુણોત્સવની માહિતી સરળતાથી સાચવવા અને માહિતીનો ઉપયોગ કરવા કરેલ પ્રવુતિ અને પરિણામ ટૂંકમાં જણાવો.

તારણ:

  • શિક્ષકે આપેલ શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.
  • ગુણોત્સવના પરીણામ આધારિત ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને વાંચન અને વિષય પ્રમાણે જે ગુણ મળે છે, તેનો અભ્યાસ કરી ને ક્યાં બાળકને ક્યાં વિષયમાં મહેનત કરવાની થાય છે .તે શોધવામાં આવે છે અને તે પ્રમાણે તે વિદ્યાર્થીઓનું ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે. વિષય પ્રમાણે મળેલ પરીણાનું વિશ્લેષણ કરી ને ક્યાં વિષયમાં વિદ્યાર્થીઓની સિદ્ધિ ઓછી છે તે વિષયના શિક્ષક દ્વારા મહેનત કરી ગુણવત્તા સુધારવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓની પ્રેકટીસ માટે ઉપરોક્ત પરિણામના આધારે પ્રેકટીસ પ્રશ્નો દ્વારા શૈક્ષણિક સિદ્ધિ તપાસવામાં આવી રહ્યું છે. આ રીતે શાળાના શૈક્ષણિક રીતે ઓછી સિદ્ધિ હાંસલ કરેલ વિદ્યાર્થીઓ ધીમે ધીમે સારી સિદ્ધિ તરફ જઇ શક્યા છે. (મનોજભાઈ સુથાર, 9099206800, જીલ્લો: બનાસકાંઠા, ઉત્પલકુમાર કુલકર્ણી, 9898365955, જીલ્લો: બનાસકાંઠા, પરમાર અશોક મોહનલાલ, 9427249362, જિલ્લો:કચ્છ)
  • શાળામાં ચાલતી વિવિધ અભ્યાસ ને અનુલક્ષીને પ્રવૃતિઓ જેવી કે ક્વિઝ સ્પર્ધા દ્વારા, વિજ્ઞાન ને સરળતા સમજવા માટે બાળકો જાતે પ્રયોગો કરીને અવલોકન,તારણ મેળવે અને ગણિત જેવા અઘરા લાગતા વિષય ને રસપ્રદ બનાવવા ગણિત ને વ્યવહારુ ઉપયોગી બનાવીને સમજણ આપવું, ગણિતની ટૂંકી રીતો દ્વારા બાળકોને સમજણ અને ગમ્મત સાથે સમજાવવું. દરરોજ પ્રાર્થના સભામાં અભ્યાસને લાગતું જ્ઞાન પીરસવું, દિન વિશેષ ની માહિતી પુરી પાડવી, આજનો શબ્દ દરરોજ લખીને બાળકોને ઉત્સાહ પૂરો પાડવો અને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડીને કસોટી લેવામાં આવે. વૈજ્ઞાનિકો ની માહિતી, જીવન પરિચય વિશે ખ્યાલ આપવો. આ બધી માહિતી શાળાના બ્લોગ અને youtube પર અપલોડ કરેલ છે. (નિરવભાઈ ગૌતમભાઈ ચૌહાણ, 9586116776, જિલ્લો-ભાવનગર)
  • ગુણોત્સવ કાર્યક્રમમાં થયેલ મૂલ્યાંકનની માહિતીની સંપૂર્ણ વિગતોનો રેકોર્ડ શાળામાં તથા દરેક વર્ગશિક્ષક પોતાની ફાઇલ પણ રાખે છે. જેથી જે તે વર્ગ અન્ય શિક્ષક પાસે આવે ત્યારે તે વર્ગની તમામ માહિતી તેમજ બાળકોની સિદ્ધિઓ, મૂલ્યાંકનોની નોંધ, ઉપચારાત્મક કાર્યની વિગતો તે વર્ગ સાંભળનાર શિક્ષકને ખ્યાલ આવે.દરેક બાળક જે પ્રગતિ કરે તેની નોંધ તે બાળકોની પ્રોફાઇલમાં કરવામાં આવે છે. સંપૂર્ણ પોર્ટફોલિયો તૈયાર થતાં બાળકોની સારી નરસી બાબતો જાણી શકાય છે. (લક્ષ્મીનારાયણ જયંતીલાલ પટેલ, 9714455702, સોહામકુમાર ઠાકોર, 8000962233, જીલ્લો: પાટણ, સુતરીયા નિધિ મહેશભાઈ, 9825542629, જીલ્લો: અમરેલી)
  • ગુણોત્સવ ની માહિતી સરળતાથી મળે તે માટે ધોરણ મુજબ ના ડેટાની હાર્ડ કોપી ને સોફટકોપી તૈયાર કરી વર્ગશિક્ષક ને આપવામા આવી છે. SMC ના સભ્યો તેમજ વાલીઓ ને આની વેબસાઇટ ની માહિતી તેમજ ઊપયોગ કરવાની રીત સમજાવવામાં આવી. ગુણોત્સવનું પરીણામ દરેક બાળકોને આપવામાં આવે છે.(જયેશભાઈ પટેલ, 9638649495, જીલ્લો: અરવલ્લી)
  • અમે ગુણોત્સવની માહિતી સાચવવા માટે અમે શાળામાં દરેક કમ્પ્યુટર માં ગુણોત્સવ નું હોમ પેજ બનાવવામાં આવેલ છે. જેમાં એક કમ્પ્યુટરમાં ગુણોત્સવના પરિપત્રો અને ડીટેઈલ રાખવામાં આવે છે.બીજા દરેક કમ્પ્યુટર માં સ્ટડીઝ મટીરીયલ રાખવામાં આવે છે. જેમાં બાળકોને જયારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરે છે. દરેક બાળકની નોટમાં પ્રશ્નબેંક બનાવવામાં આવી છે. દરેક બાળકનૉ ડેટા સાચવવા તેમના નામની ફાઈલ બનાવી છે. તેમના ટેસ્ટ પેપર ના ફોટા પાડી વોટ્સએપ ગૃપમાં મુકાય છે. બધા ડેટાની માસ્ટર કમ્પ્યુટર માં પણ સાચવણી કરાય છે. (હિરેનકુમાર સંઘાણી, 9904994294, જીલ્લો: બોટાદ)
  • એક સૉફ્ટવેર બનાવ્યું છે જેમા બાળક ની મહિતી નાખવાથી બાળક ની અલગ અલગ માહિતી મળે છે. ટેસ્ટ ની પ્રિન્ટ નીકળતા તેમાં બાળક ની ટોટલ માહિતી આવે છે જેથી બાળક ને તેના પર નામ ,કે રોલ નંબર, આધાર ડાયસ ,આધાર કાર્ડ લખે આવે છે. (અલ્પેશભાઈ ચૌધરી, 9429287953 જીલ્લો: બનાસકાંઠા)
  • પ્રજ્ઞાવર્ગમાં ગુણોત્સવની માહિતી સાચવવા કરેલ આયોજન પ્રજ્ઞાવર્ગમાં ગુણોત્સવની માહિતી સાચવવા માટે સોફટવેરનો ઉપયોગ કર્યો. સાથે સાથે ગુણોત્સવની સંપૂર્ણ માહિતી ની એક ફાઇલ બનાવેલ છે. ગુણોત્સવ સંદર્ભે તમામ ડોકયુમેન્ટ આ ફાઇલમાં રાખેલ છે. ડોકયુમેન્ટ્રી ફાઇલ મા રાખેલ માહિતી. 1.વાંચન લેખન ગણન ની આંકડાકીય માહિતી... 2.ઉપચારાત્મક બાળકોની યાદી... 3.0/5 ગુણ મેળવેલ બાળકોની યાદી.. 4.6/10ગુણ મેળવેલ બાળકોની યાદી... 5ઉપચારાત્મક કાર્ય માટે ઉપયોગ કરેલ ટી.એલ.એમ ની યાદી... 6.વાંચન લેખન ગણન માટેની તમામ ફ્રેમો... 7.ગણન માટેના પેપર... 8.લેખન માટેની નોટબુક... 9.વાંચન માટે તૈયાર કરેલ તમામ ફ્રેમોનો સમાવેશ થાય તેવી લેમીનેશન કરેલ કાર્ડ... 10.ઉપચારાત્મક કાર્ય માટે નુ મોડયુલ... 11.ઉપચારાત્મક કાર્ય માટેની નોધપોથી...જેમાં અહેવાલ... 12.દર અઠવાડિયે પ્રીટેસ્ટ લીધેલ પેપરનો સંગ્રહ.. 13.ઉપચારાત્મક કાર્ય ના ટી એલ એમ નો અલગ કોર્નર... 14.ઉપચારાત્મક કાર્ય માટેનું હાજરીપત્રક... 15.જુલાઈ/ઓગસ્ટ ની ઉપચારાત્મક બાળકોની સ્થિતિ ની યાદી... 16.ઉપચારાત્મક કાર્ય ના વર્ગખંડના ફોટા.... આમ આવુ ઘણું બધું ભેગુ કરી એક ડોકયુમેન્ટ ફાઇલ બનાવેલ છે. શાળાના કોમ્પ્યુટરમા આ તમામ નિભાવેલ માહિતીનું ઉપચારાત્મક પ્રજ્ઞા વર્ગ નામનું ફોલ્ડર બનાવી સેવ કરેલ છે. (પટેલ પિન્ટુબેન બાપુજીભાઈ, 8980590917, જીલ્લો: પંચમહાલ)