Discussion Forum Teacher

Discussion Forum Teacher

05-01-2017 : પ્રશ્ન:- ટેકનોલોજીના ઉપયોગથી શાળામાં થતી પ્રવૃતિને સમાજ સુધી પહોંચાડવા અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય મેળવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ તે માટે કરેલ પ્રવૃત્તિ અને પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • આજનો યુગ એટલે ટેકનોલોજીથી ભરેલો અને સોશિયલ નેટવર્કિંગથી જોડાઈ રહેવાનો છે. કુલ ૧૪૮ શિક્ષક કે જેમને જવાબ આપ્યો છે તેમાંથી ૧૦૫ શાળાઓના શિક્ષકમિત્રોએ શાળામાં ચાલતી ઇનોવેટીવ વિવિધ એકટીવીટી તેમજ શૈક્ષણિક સંદર્ભ મટીરિયલ બીજા લોકો સુધી પહોંચાડવા અને કંઇક નવું શીખવા અને મેળવવા માટે પોતાની જાતે અથવા તો અન્ય મિત્રોની મદદ વડે પોતાની શાળાના નામનું ફેસબુક પર પેજ અને ગ્રુપ બનાવ્યું છે તથા વોટ્સેપ(WHATSAPP)પર ઇનોવેટીવ શિક્ષકમિત્રોએ બીજા શિક્ષકમિત્રોના, વાલીઓ અને એસ.એમ.સી.સભ્યોના ગ્રુપ બનાવ્યા છે અને સતત કોન્ટેક્ટમાં રહેતા થયા . જેમાં શાળામાં ચાલતી વિવિધ પ્રવૃતિઓને ફેસબુક, વોટ્સેપ(WHATSAPP), SCHOOL WEBSITE,BLOG વગેરે બનાવીને દેશના ખૂણે ખૂણે શેર કરી રહ્યા છે.(દા.ત. www.crckalol.blogspot.in, Vijaybolaniya@blogspot.com.in, https://www.facebook.com/nesdaschool/, www.Kavyanshsuthar.blogspot.in)
  • શાળામાં ઉપયોગી એવું વિવિધ સંદર્ભ મટેરિયલ જેવું કે PDF ફાઈલ, ફોટો, વીડિયો, વાર્તાઓ, નાટક, કાવ્ય સંગ્રહો, લેખક પરિચય વગેરે શિક્ષક પોતાની જાતે ઈન્ટરનેટના માધ્યમ દ્વારા અલગ અલગ વેબસાઈટ, YOUTUBE, પેજ તેમજ બ્લોગ પરથી ડાઉનલોડ કરીને બાળકોને દ્રશ્ય-શ્રાવ્ય સાધન વડે અભ્યાસ કરાવવામાં આવે છે.(રાવલ ખ્યાતીબેન-ગાંધીનગર-૯૯૭૯૭૦૩૫૪૧,છુછાર દિલીપભાઈ-દેવભૂમિ દ્વારકા-૯૯૨૪૧૫૫૧૦૮,આચાર્ય નિશિથભાઈ-અમદાવાદ-૯૮૭૯૨૪૨૮૨૮, શાહ રીનાબેન-આણંદ-૮૨૦૦૯૦૧૩૨૪)
  • શાળાના કોમ્પુટર અને ટેબ્લેટમાં શૈક્ષણિક સોફ્ટવેર,CD-DVD વગેરે સામગ્રી ઇન્સ્ટોલ કરીને બાળકોને શૈક્ષણિક ડીજીટલ મટીરીયલ પીરસવામાં આવે છે અને બાળકોની યુનિટ મુજબની ટેસ્ટ પણ કોમ્પુટર પર લેવામાં આવે છે.(નાઈ અલ્પેશભાઈ-ઇડર-૯૮૭૯૭૯૬૫૪૫, સાંગાણી હિરેનભાઈ-બોટાદ-૯૯૦૯૯૧૦૩૬૨, ડો.મિનેશભાઇ પટેલ-બનાસકાંઠા-૯૫૧૦૧૩૭૩૭૭,રાઠોડ જીગ્નેશભાઈ-સુરત-૯૮૭૯૬૨૦૪૬૦,પ્રજાપતિ તેજાભાઈ-બનાસકાંઠા-૮૨૩૮૯૭૦૪૫૬,ચાવડાસંદીપભાઈ-જુનાગઢ-૯૯૧૩૬૯૩૬૮૭)
  • બાળકોનું પરિણામની જાણકારી તેમજ ગેરહાજરીની જાણકારી શાળાની વેબસાઈટ પર મુકવામાં આવે છે અને જે બાળકના વાલીને ઈન્ટરનેટનો ઉપયોગ નથી કરતા તે વાલીને આ પરિણામની જાણકારી તેમજ ગેરહાજરીની જાણકારી તેમના મોબાઈલ નંબર પર એસ.એમ.એસ. દ્વારા મોકલવામાં આવે છે.(રૂડાણી પ્રતિકભાઈ-અમરેલી-૯૫૫૮૫૫૪૫૬૦,તરસરિયા મનસુખભાઈ-૯૪૨૯૦૬૧૪૩૦, ડોડીયા કેયુરભાઈ-રાજકોટ-૯૪૨૯૭૩૦૪૦૧, કે.વાય.ત્રિવેદી-ગાંધીનગર-૯૪૨૮૦૮૬૦૭૯, મચ્છોયા પ્રવીણભાઈ-કચ્છ-૮૨૩૮૧૮૪૨૩૬)
  • શાળામાં થતી વિવિધ એકટીવીટી, કાર્યક્રમો, મહેમાન મુલાકાત, ભવિષ્યના પ્રોગ્રામ વગેરેની જાણકારી આપતું શાળાનું માસિક, ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક ઇ-મેગેઝીન ગામના લોકો, આજુબાજુના સરકારી અધિકારીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીમિત્રો અને બીજા શિક્ષકમિત્રો સાથે શેર કરવામાં આવે છે.(બોલણીયા વિજયભાઈ-સુરેન્દ્રનગર-૯૦૯૯૬૫૭૫૯૬,નાગલા સુરેશભાઈ-અમરેલી-૯૪૨૭૪૭૨૫૮૬)
  • શાળામાં થતી વિવિધ એકટીવીટી, કાર્યક્રમો, મહેમાન મુલાકાત, ભવિષ્યના પ્રોગ્રામ વગેરેની જાણકારી લોકલ ટીવી ચેનલ પર જાહેરાત કરવામાં આવે છે.(મોરી કરશનભાઈ-ભાવનગર-૯૮૨૪૮૧૯૬૫૬)