Discussion Forum Teacher

Discussion Forum Teacher

25-01-2017 : પ્રશ્ન:- વિદ્યાર્થીઓનો વિજ્ઞાન વિષયમાં પ્રયોગ કરી શકે તે માટે કરેલ પ્રવૃત્તિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • શાળાના વિદ્યાર્થીઓને કોઈ પણ કામ જો ગ્રુપમાં આપવામાં આવે તો બાળકોને એ પ્રવૃતિમાંથી બાળકોને ઘણું શીખવા મળે છે.આથી જ અમુક શાળામાં વિજ્ઞાન વિષયમાં આવતા જટિલ પ્રયોગો બાળકો પોતાની જાતે કરે તે હેતુથી વર્ગખંડમાં વિવિધ ગ્રુપ બનાવવામાં આવે છે. ગ્રુપમાં જે બાળક હોશિયાર હોય છે તેને ગ્રુપનો નેતા(લીડર) બનાવવામાં આવે છે. ગ્રુપ લીડર ગ્રુપના બીજા બાળક કે જેને વિજ્ઞાન વિષય રસપ્રદ નથી લાગતો અને પ્રયોગમાં રસ ન દાખવતા હોય તેને પોતાની દેખરેખ નીચે રાખીને સાથે ચાલે છે જેથી તે બાળકને વિજ્ઞાન વિષય રસપ્રદ લાગે અને નવા નવા પ્રયોગો કરવા માટે પ્રેરાય.(ચિરાગભાઈ પંડ્યા-જુનાગઢ-૯૮૯૮૧૫૪૬૦૭, હિરેનભાઈ ભટ્ટ-ભાવનગર-૯૩૨૮૧૬૯૯૮૮,લલીતભાઈ ચૌધરી-સાંતલપુર-૮૧૨૮૫૫૧૧૨૩)
  • બાળકોને વિજ્ઞાનનો પ્રયોગ જાતે કરવા દેવાનો હોય એ પહેલા બાળકોને પ્રયોગ વિષે રાખવાની સાવચેતી તેમજ ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિષેની માહિતી મૌખિક તેમજ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ થકી આપવામાં આવે છે.બાળકોને વિજ્ઞાનના પ્રયોગનો વીડિયો ડીવીડી , સીડીના માધ્યમ અને ઈન્ટરનેટના સહારે બતાવવામાં આવે છે, તથા પ્રયોગ માટે જરૂરી એવી સાધન સામગ્રી બાળકોને લખાવીને એકત્ર કરીને વિજ્ઞાન વિષયનો પ્રયોગ કરવાની છૂટ આપવામાં આવે છે.(મેહુલભાઈ સુથાર-મહેસાણા-૭૬૦૦૯૮૪૦૯૩, ભાવસિંહભાઈ ડાભી-ગાંધીનગર-૯૮૭૯૯૪૭૪૯૮, હિતેશભાઈ સોલ્યા-આહવા(ડાંગ)-૯૪૦૮૧૯૦૧૯૭, હેમલતાબેન વણકર-ગાંધીનગર-૯૪૨૭૩૧૪૮૮૩, પૂજાબેન પૈજા-રાજકોટ-૯૮૨૫૪૨૪૬૬૧,ગૌતમ ઇન્દ્રોડીયા-રાજકોટ-૯૪૨૬૫૧૬૯૪૫ , નીલેશભાઈગજ્જર-સુરેન્દ્રનગર-૯૯૯૮૧૯૫૨૬૧, કરશનભાઈ મોરી-ભાવનગર-૯૭૩૭૮૦૭૬૨૧, ચિરાગભાઈ ભાવસાર-આણંદ-૯૮૨૪૩૬૬૯૨૧)
  • શાળાના દરેક વર્ગખંડમાં “વિજ્ઞાન કીટ” મુકવામાં આવી છે જેની અંદર વિજ્ઞાનના તમામ સાધનો રાખવામાં આવ્યા છે . બાળકો જયારે વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરે ત્યારે અભ્યાસની સાથે પ્રેક્ટીકલ પણ કરે છે જેના પરિણામે બાળકો લાંબા સમય સુધી જટિલ પ્રયોગ આસાનીથી યાદ રાખી શકે છે.(યાકુબભાઈ પટેલ-ભરૂચ-૮૧૪૦૯૫૭૩૨૭,હિતેશભાઈ ચૌહાણ-ભાવનગર-૯૪૨૮૮૧૧૨૨૬)
  • દર ગુરુવારે અથવા તો શનિવારની બાળસભામાં અથવા તો પ્રાર્થનામાં બાળકોને એકઠાં કરીને તેમને “લાઇવ પ્રયોગ” બતાવવામાં આવે છે અને બાળકોને આ પ્રયોગ વિષે અવલોકન લખવા માટે કહેવામાં આવે છે જેથી બાળકો પોતે અનુભવેલ અનુભવ કાગળમાં લખીને સુપ્રત કરે છે. જે વિદ્યાર્થીનું અવલોકન સારું હોય તેમને પ્રાથના ખંડમાં પ્રોત્સાહિત કરવામાં આવે છે. “વિજ્ઞાન દિવસ”ની ઉજવણીના ભાગરૂપે બાળકોએ કરેલ પ્રયોગો તેમજ બનાવેલ સાધનોની ગેલેરી ઉભી કરવામાં આવે છે જેથી બાળકો પ્રોત્સાહિત થાય.(વિક્રમસિંહ પરમાર-બોટાદ-૯૭૨૩૫૬૪૯૯૯,કલ્પેશભાઈ ફેફર-મોરબી-૮૮૬૬૪૪૧૪૪૪, જયેશભાઈ પટેલ-અરવલ્લી-૯૬૩૮૬૪૯૪૯૫, લલીતભાઈ ગોહિલ-આણંદ-૯૪૦૯૦૬૦૩૬૨, ડો.કિશોરભાઈ શેલડીયા-જેતપુર-૯૪૨૯૦૪૩૬૨૭, ભગવાનજીભાઈ કટેશીયા-જામનગર-૯૯૨૫૮૯૧૫૬૦, ભગુભાઈ દેસાઈ-સુરેન્દ્રનગર-૯૪૨૭૫૫૨૧૨૫ , અમિતભાઈ સોની-મહેસાણા-૯૫૧૦૨૦૯૬૧૬, ચેતનાબેન રાસ્તે-કચ્છ-૭૫૬૭૫૩૭૯૬૯,રામજીભાઈ રોટાતર-બનાસકાંઠા-૯૭૨૬૬૫૮૫૦૮)
  • સમાજમાં રહેલ અંધશ્રદ્ધા દુર કરવા માટે સમયાંતરે “અંધશ્રદ્ધા નિવારણ દિવસ” મનાવવામાં આવે છે. શિક્ષક દ્વારા બાળકોને નાળીયેરમાંથી રુમાલ નીકળવો , હાથમાંથી કંકુ કઠવું, મોં માંથી લોહી કાઢવું વગેરે લાઇવ ડેમો આપીને બાળકોને જાગૃત કરે છે તેમજ ઘરની આજુબાજુના લોકોને પણ આ બાબત વિષે સમજાવવાનું પણ કહેવામાં આવે છે.(મીરાબેન ડોડીયા-રાજકોટ-૮૪૯૦૮૨૨૯૯૮,અતુલભાઈ રામાનુજ-વઢવાણ-૯૯૭૯૪૯૭૦૧૪)