Discussion Forum Teacher

Discussion Forum Teacher

25-03-2017 : પ્રશ્ન:- બાળકો વિજ્ઞાન વિષય ગોખવાના બદલે સમજીને અભ્યાસ કરે તથા પોતાની જાતે જ પ્રવૃત્તિ કરીને બીજા લોકોને સમજાવે તે હેતુથી આપે કરેલ પ્રવૃત્તિ તેમજ પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • તારણ:- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • કુલ શિક્ષકો કે જેમને જવાબ આપ્યો છે તેમાંથી ૭૫% શાળામાં બાળકોને વિજ્ઞાન વિષય શીખવવા માટે, • વિજ્ઞાન વર્ગખંડ- શાળામાં જ અલગથી એક વર્ગખંડ બનાવ્યો છે જેમાં બાળકો પોતાની જાતે ત્યાં જઈને વિજ્ઞાન વિષયમાં ડૂબી જાય, વિજ્ઞાન વર્ગખંડની અંદર વિવિધ TLM તેમજ વૈજ્ઞાનિક નામો વાળા ચાર્ટ તેમજ વિજ્ઞાનના વિવિધ સાધનો લગાવવામાં આવ્યા છે સાધનોની સાથે સાથે તેમના વિષે માહિતી અને ઉપયોગીતા સૂચવતી માહિતી રાખવા આવી છે.પરિણામે બાળકોને ખાલી નામ આપતાની સાથે તેઓ વર્ગખંડની અંદર રાખેલ વસ્તુ શોધી કાઢે છે અને પોતાની જાતે પ્રયોગ કરે છે. • પ્રાર્થનાખંડ- પ્રાર્થનાખંડમાં બાળકો સમુહમાં વિજ્ઞાન વિષયને લગતા સિદ્ધાંતો, સવાલ-જવાબ(ક્વીઝ), સાધનો તેમજ અલગ અલગ પ્રયોગ વિષે ચર્ચા-વિચારણા તેમજ એકબીજા સાથે માહિતીનું શેરીંગ કરે છે.
  • શાળાના બાળકોને વિજ્ઞાન વિષયમાં પુસ્તકરૂપી જ્ઞાન આપવા કરતા તેઓને પ્રેક્ટીકલ કરાવીને વિજ્ઞાનના સિદ્ધાંતોનું જ્ઞાન પીરસવામાં આવે તો વધારે સમય સુધી યાદ રાખે છે અને બીજા બાળકોને પણ મદદ રૂપ થાય છે તે હેતુ થી શાળામાં બાળકને યોગ્ય માહિતી તેમજ જરૂરી સુચન આપીને તેઓને જાતે પ્રયોગ કરવા દેવામાં આવે છે.(બીજલબેન લીંબાચીયા-ભાવનગર-8153092336, રોહનભાઈ પટેલ-મેહસાણા-8153081011, લક્ષ્મીનારાયણભાઈ પટેલ- સાબરકાંઠા-9714455702, અનિતાબેન પરમાર-વડોદરા-9033360187, અક્ષયભાઈ જાદવ-પંચમહાલ-૯૭૧૨૦૯૬૨૨૫)
  • બાળકોને સૂર્યમંડળ અને ગ્રહો, આકાશગંગા, પરિભ્રમણ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ વગેરે નાટક દ્વારા શીખવાડવામાં આવે છે, બાળકો ગમ્મત કરતાની સાથે પીરસાતું વિજ્ઞાન ઝડપથી તમામ સિધ્ધાંત સાથે સ્પષ્ટ પણે સમજતા થયા છે.(વિજયભાઈ ચૌધરી-કચ્છ-9925639955, શૈલેન્દ્રભાઇ ગોહિલ-9016166584)
  • શાળાના મેદાનમાં આવેલ તમામ વૃક્ષની સાથે ૧ વિજ્ઞાનનો પ્રોજેક્ટ લગાવવામાં આવ્યો છે, બાળકો રિશેષના સમયમાં તેમજ પોતાના ફ્રી સમયમાં ત્યાં જઈને રમતા રમતા વાંચે છે.(વિનોદકુમાર હીરાણી-ભાવનગર-9879242828)
  • બાળકોને પોતાની શૈલી વિસ્તૃત કરવા માટે શાળા લેવલે એક પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે, જેમાં બાળકોએ દર અઠવાડિયે ૧ એક વિદ્યાર્થી એસ.એમ.સી.સભ્યની હાજરીમાં તથા એસ.એમ.સી.સભ્યની મીટીંગના દિવસે એમ ૬ મહિના દર અઠવાડિયે વિજ્ઞાનના પ્રયોગ પ્રાર્થનાખંડમાં રજુ કરવામાં આવે છે અને વર્ષના અંતે ફેબ્રુઆરી મહિનામાં “વિજ્ઞાન પ્રદર્શન” નું આયોજન કરવામાં આવે છે અને શ્રેષ્ઠ પ્રયોગને ઇનામ આપીને બહુમાન કરવામાં આવે છે.(રાકેશકુમાર ઠાકર-મહુવા- 7698075930, મેહુલભાઈ સુથાર-મહેસાણા- 7600984093, સેવક્ભાઈ ચૌધરી-વડોદરા- 7874063646)
  • શાળામાં બાળકોને વિજ્ઞાનના પ્રયોગ કરતા પહેલા દ્રશ્ય-શ્રાવ્ય સાધનો જેવાકે DVD, LCD, પ્રોજેક્ટર, મોબાઈલ, ટેબ્લેટ, કોમ્પુટર, ઈન્ટરનેટની મદદ વડે વીડિઓ બતાવવામાં આવે છે અને તેઓને પ્રયોગ વિષે સ્પષ્ટ માહિતી આપવામાં આવે છે, ત્યારબાદ બાળક પોતાની જાતે પ્રયોગ કરે છે.(વિનોદભાઈ ચૌહાણ-ભાવનગર- 9586103995, અશોકભાઈ ચાવડા-ગીર-સોમનાથ- 9913533955,પ્રગ્નેશભાઈ પટેલ-નવસારી- 9879620460,નીલેશભાઈ દામોર-દાહોદ- 9099398230,સંજયભાઈ મોરડિયા-સુરત- 9427100174, રાજેશભાઈ રબારી-અમદાવાદ- 7778069925,નીતિનભાઈ પટેલ-ગાંધીનગર- 9824596264,જીજ્ઞાબેન ઠકરાર-અમરેલી- 9426852504,સંકેતભાઈ શાહ-છોટાઉદેપુર- 9624250072,સતીશભાઈ પ્રજાપતિ-પંચમહાલ- 9978779260,સોહીલભાઈ વહોરા-નર્મદા- 999865938,જીગરકુમાર પટેલ-પાટણ- 9662514720, અમિતભાઈ મોરી-સુરેન્દ્રનગર- 8866655861,હડીયલ વકતાભાઇ-બનાસકાંઠા- 9825277189,ચિરાગભાઈ પટેલ-દાહોદ- 9924890124)
  • બાળકોને વિજ્ઞાન વિષયનું કામ જુથમાં આપવામાં આવે છે(રામાનુજ અતુલભાઈ-સુરેન્દ્રનગર- 9979497014,ભાવિકભાઈ સુરાણી-અમરેલી- 9429416616)
  • શાળામાં “નોલેજ ટ્રી” ચાલુ કર્યું છે.જેમાં બાળકો છાપામાં આવતા વિજ્ઞાને લગતા લેખો,અજબ -ગજબ,સાયન્સ ટ્રીકસ,વૈજ્ઞાનિકોના જીવન ચરિત્રો વગેરે કટિંગ્સ કરી ભેગા કરે છે.જેને પૂઠાં પર ચોંટાડી નોલેજ ટ્રી પર લગાડે છે અને વાંચે છે.(સુતરીયા નિધીબેન-અમરેલી- 9825542629)