Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-06-2017 : પ્રશ્ન:- બાળકમાં રહેલ લેખનશક્તિ તેમજ વાંચનશક્તિ બહાર લાવવા આપના દ્વારા કરેલ નવતરપ્રવૃત્તિ અને તેનું પરિણામ ટૂંકમાં લખો.



તારણ:

  • તારણ:- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • શાળાના બાળકોમાં લેખનશક્તિ અને વાંચનશક્તિ વિકસે તે હેતુ થી શાળામાં જ વાર્તા કોર્નર, અધુરી વાર્તા, દ્રશ્ય-શ્રાવ્ય વાર્તા, નાટક દ્વારા વાર્તા વગેરે ચાલુ કર્યું, ફળ સ્વરૂપે બાળક દ્વારા સ્વલેખિત ૧૦૦૦ જેટલી વાર્તા નો સંગ્રહ થયો જેમાં એક મહેન્દ્ર પરમાર નામના વિદ્યાર્થીએ પોતાની જાતે ૧૦૦ વાર્તા લખી છે.બાળકો પોતાની જાતે જ વાર્તા બનાવવા લાગ્યા.(પંકજભાઈ પ્રજાપતિ-દાંતીવાડા- 9428557463)
  • બાળકોને ફ્રી તાસમાં તેમજ અઠવાડિયે ૩ વાર બાળકોને પોતાને ગમતા વિષય પર લેખન, ગમતો પ્રસંગ, મને ગમતો વિષય, મારો પ્રવાસ,પત્ર લેખન, નિબંધલેખન, ગમતો તહેવાર અને મારી મુલાકાત પર અહેવાલ લખવા આપવામાં આવે છે અને તેનો એક ફાઈલમાં સંગ્રહ કરવામાં આવે છે. વર્ષના અંતે બાળકની પ્રોગ્રેસ જાણવા માટે તેમના વાલી તેમજ વિદ્યાર્થીને આ ફાઈલ બતાવવામાં આવે છે.(નીમેશકુમાર પટેલ-વડોદરા- 9427056305, અશ્વિનકુમાર પટેલ-સુરેન્દ્રનગર- 9427665972, જગદીશભાઈ વાળા-ભાવનગર- 8238184236,ગૌતમભાઈ ઇન્દ્રોડીયા-રાજકોટ-9426516945)
  • બાળકોમાં લેખનશક્તિનો વિકાસ થાય તે હેતું થી ઓન ધ સ્પોટ મુદ્દો આપીને તેના પર લેખન કરવા આપવામાં આવે છે.બાળકો મુદ્દાને મનોમન વિચારીને પોતાના શબ્દો કાગળ પર લખે છે.(નિયતીબેન પટેલ-ગાંધીનગર- 7600031823, જીતાભાઇ વણકર-કચ્છ- 7600876251,મેહુલકુમાર સુથાર-મહેસાણા- 7600984093,હિરેનભાઈ સંઘાણી-બોટાદ- 9904994294)
  • બાળકોને ચિત્ર તેમજ મુદ્દા પરથી વાર્તા તેમજ અહેવાલ લખવા આપવામાં આવે છે.(જયશ્રીબેન મકવાણા-રાજકોટ- 7622016354,રાજેશભાઈ પ્રજાપતિ-અમરેલી- 8980337661, અજયભાઈ પરમાર-ભાવનગર- 8980778856)
  • બાળકને દર અઠવાડિયે તેમજ ૧૫ દિવસે લાઈબ્રેરીમાંથી એક પુસ્તક આપવામાં આવે છે, બાળક આ પુસ્તક વાંચે છે અને તેનો મંતવ્ય શાળામાં રાખેલ રજીસ્ટરમાં પોતાના શબ્દોમાં નોંધે છે, તેમજ પ્રાર્થનાસભામાં પુસ્તક માંથી પસંદ પડેલ પ્રસંગ વાંચીને સંભળાવે છે.આમ આ પ્રવૃત્તિ થકી વાંચન તેમજ લેખન શક્તિમાં વધારો જોવા મળ્યો છે.(કમલેશભાઈ ભટ્ટ-ભાવનગર- 8141671778,રમેશભાઈ જાદવ-રાજકોટ- 8866606379)
  • શાળામાં આવતા વર્તમાન પત્રો દ્વારા વાંચનશક્તિ વધે તે હેતુથી પ્રાર્થનાસભામાં કોઈ પણ બાળકને ઉભા કરીને વર્તમાન પત્રમાંથી ગમતી બાબત વાંચવા આપવામાં આવે છે, આમ બાળક વાંચે છે અને બીજા બાળકો સાંભળીને પોતાનું સામાન્યજ્ઞાન વધારે છે.(પીન્ટુબેન પટેલ-પંચમહાલ- 8980590917, મનીષભાઈ સુથાર-ખેડા- 9099172177,દમયંતીબેન પટેલ-કચ્છ- 9408837250, સુરેશભાઈ ભાવસાર-મહીસાગર- 9427078704)
  • બાળકોને ડીજીટલ વાર્તા સંભળાવીને પોતાની જાતે લખવા આપવામાં આવે છે.(નિશીથભાઈ આચાર્ય-અમદાવાદ- 9662359321)