Discussion Forum Teacher

Discussion Forum Teacher

25-07-2017 : પ્રશ્ન:- શાળામાં શું લાવવું, નવી વસ્તુ ક્યાં બનાવવી, ઉજવણી કેવી રીતે કરવી, શાળામાં થતી અમુક પ્રવૃત્તિ ચાલુ રાખવી કે બંધ કરવી જેવી બાબતોની ચર્ચામાં વિદ્યાર્થીઓ ભાગીદાર થાય અને શાળામાં બાળકોને ગમતા વાતાવરણનું નિર્માણ થાય તે માટે કરેલ પ્રવૃત્તિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • તારણ:- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • શાળામાં બગીચો નહોતો. તેથી પ્રાર્થનાખંડમાં વિદ્યાર્થી સમક્ષ આ વાતની રજૂઆત કરી બાળકો આ વાત સાથે સહમત થયા કે ગામની નજીક આવેલ નર્સરી, ઘર તેમજ ખેતરની આજુબાજુ ઉગતા છોડ શાળામાં લાવીને પાલક તરીકે જવાબદારી સંભાળવી. આમ શાળા તેમજ બાળકોના સહયોગ વડે એક સુંદર બગીચાનું નિર્માણ કર્યું. (કેળવણી રાઠોડ-નર્મદા-7698764098, વિજયભાઈ કણઝારીયા-બોટાદ- 9924036038, રામજીભાઈ રોટાતર-બનાસકાંઠા- 9726658508)
  • બાળકો ને કેવી પ્રશ્નોત્તરી ગમે? એ જાણકારી બાળકો પાસેથી મેળવી ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યુ, અને દરેક બાળકો સહભાગી બને એ માટે બાળકોના લેવલ મુજબ ગ્રુપ પાડી, દરેક ગ્રુપ માટે અલગ પોઇન્ટ સિસ્ટમ રાખવામાં આવી, આથી દરેક પાઠ ને અંતે આવી રસપ્રદ ક્વિઝ રાખવામાં આવે છે, અને તેનુ સફળ પરિણામ પ્રાપ્ત થયું છે. (કીશોરભાઈ પરમાર-ભાવનગર-9016172676)
  • શાળામાં ગમે તે શૈક્ષણિક વસ્તુ તેમજ શાળાના મેદાનમાં ખૂટતી વસ્તુ જોઈતી હોય તેની ચર્ચા-વિચારણા સમિતિના મુખ્ય સભ્ય અને શાળાના બાળકો વચ્ચે કરવામાં આવે છે અને બધાની સહમત લઇને વસ્તુ ફાઈનલ કરવામાં આવે છે. સમિતિના મુખ્ય સભ્ય દર શનિવારે શિક્ષકો સાથેની મીટીંગમાં પોતાની જરૂરિયાત શાલોઅના બાળકો વતી રાખે છે અને શિક્ષક તે વસ્તુ શાળામાં ઉપલબદ્ધ કરાવે છે. (વંદનાબેન જાની-જામનગર- 9426711060, નરેન્દ્રભાઈ ચૌહાણ-સુરેન્દ્રનગર- 9428002930, કુણાલ મારવણીયા-જુનાગઢ- 8141368808)
  • પુસ્તકાલય ,શાળા વર્ગખંડની જવાબદારી , વિવિધ કાર્યક્રમોનો આયોજન અને તેનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા થાય તે હેતુ થી વિદ્યાર્થીના વિવિધ ગ્રુપ જેમકે તેજસ્વી ગ્રુપ, યશસ્વી ગ્રુપ, પડકાર ગ્રુપ, પુરુષાર્થ ગ્રુપ, ચિરંજીવી ગ્રુપ અને ભગીરથ ગ્રુપ એમ જુદા જુદા ગ્રુપને જુદી જુદી જવાબદારી સોપવામાં આવી. પરિણામે બાળકો પોતાની સમિતિના ભાગે આવતું કામ જો બાકી હોય તો તેને પૂર્ણ કરવાની તાકેદમાં રહે અને એક બીજા વિદ્યાર્થીને મદદ કરે. (મેહુલભાઈ પ્રજાપતિ-મહેસાણા- 9428224326, સતીશભાઈ પ્રજાપતિ-પંચમહાલ- 9978779260, અરવિંદભાઈ ભોજાણી-ભાવનગર-9879970065, નિયતીબેન પટેલ-ગાંધીનગર- 7600031823)
  • નોટીસબોર્ડ પર શાળાનો પ્રશ્ન લખવામાં આવે છે અથવાતો શાળામાં “સુચન પેટી”રાખવામાં આવે છે, સાથે સાથે બાળકો પાસે આ પ્રશ્નનો જવાબ માંગવામાં આવે છે. વિદ્યાર્થી પોતાનો જે અભિપ્રાય હોય તે લખીને બોક્ષમાં નાખે છે આ બોક્ષ પ્રાર્થનાખંડમાં ખોલવામાં આવે છે અને તેમાંથી બેસ્ટ જવાબ હોય તેનો અમલ કરવામાં આવે છે. (જયંતીભાઈ દુધાત-ગીર સોમનાથ- 9825522339, સતીષકુમાર પરમાર,રાજકોટ- 9558554560)