Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-08-2017 : પ્રશ્ન:- શાળાના વિદ્યાર્થીઓ શાળામાં અને ઘરમાં ઉર્જા(વીજળી) બચત કરવ પ્રેરાય અને ઉર્જા(વીજળી) બચત કરવા જાગૃત થાય તે માટે કરેલ નવતર પ્રવૃત્તિ અને પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • તારણ:- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • કુલ જે શિક્ષકોએ તેમના જવાબ મોકલ્યા છે તે માંથી ૭૦% શાળામાં વીજળી બચાવવા, (અ) વર્ગખંડમાં ઉર્જા મોનીટર (બ)શાળામાં ઉર્જાટીમ, વીજ ગ્રુપ, બાળ ઉર્જા રક્ષક દળ, વીજળી દૂત, ઉર્જા સેના વગેરે નામની ટીમ બનાવવામાં આવે છે, આ ટીમ ની કામગીરી એટલે શાળામાં રીસેષના સમયે તેમજ શાળા છુટતી વખતે તમામ વિજ ઉપકરણો બંધ કરવાની તેમજ બિન જરૂરી વીજળીનો ઉપયોગ ટાળવાનો.જે ગ્રુપે વર્ષ દરમિયાન સારી કામગીરી કરી હોય તેને શાળાના કાર્યક્રમમાં તેમનું બહુમાન કરવામાં આવતું, આ પ્રવૃત્તિ થકી શાળાના લાઈટબીલમાં ફરક તો પડ્યો પણ સાથે સાથે બાળકોમાં ઉર્જાની મહત્વતા વિષે પણ ખ્યાલ પેદા થયો.
  • શાળામાં ઉર્જા દિવસ ઉજવવામાં આવે છે, સાથે સાથે બાળકોને સોલાર ઉર્જાના રોજીંદા જીવનમાં ઉપયોગી એવા વિવિધ મોડેલ બનાવતા શીખવાડવામાં આવે છે. જેમ કે સોલાર વોટર પ્યોરીફાયર બાળકો આ પ્રયોગ ઘરે પણ કરે છે. (કુમારપાલ ભાઈ પટેલ-સાબરકાંઠા- 9725433666)
  • શાળામાં ઉપયોગી જુદા જુદા વીજળીના ઉપકરણોની તેમજ તેના વોલ્ટેજ વિષે માહિતી આપવામાં આવી, તેમજ તેમને ઇલેક્ટ્રિક જૂની વસ્તુ અને નવી વસ્તુનાં ઉપયોગથી પાવર બીલમાં પડતો ફર્ક વિષે સમજ આપી, શાળામાં જૂની ટ્યુબ લાઈટની જગ્યાએ નવી એલ.ઈ.ડી. લાઈટ ફીટ કરીને લાઈટબીલમાં જે તફાવત મળ્યો તે બાળકો સાથે ચર્ચા કરવામાં આવી. બાળકોએ શાળા તેમજ ઘરે વીજળી(ઉર્જા) પ્રત્યે માહિતગાર થયા.(નરેશભાઈ પ્રજાપતિ-પાટણ- 9879763758, રાયસિંહ પરમાર-ગીરસોમનાથ- 9275117976, હિતેન્દ્રસિંહ ગોહિલ-લાઠી- 9428284079 )
  • બાળકોને લોક વિજ્ઞાન કેન્દ્ર વિદ્યાનગરની એકવાર મુલાકાત લેવડાવી ત્યાંથી ઉર્જા બચત માટેની માહિતી પૂરી પાડતા પોસ્ટર અને સાધનોના વપરાશની સમજ આપી પોતાના ઘરે તેવું થાય તે માટે વારંવાર યાદ પણ કરાવવામાં આવે છે. આમ બાળકો પોતાના ઘરે સી.એફ.એલ. લેમ્પ લગાવવાનો સંકલ્પ કર્યો છે.(ભુપેન્દ્રભાઈ પંચાલ-આણંદ- 9737229670)
  • બાળકોને ઉર્જા વિશે વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન, સ્લોગન સ્પર્ધા, ઉર્જા બચત માટેના youtube વીડિયો બતાવવા, ફોટોગ્રાફ દ્વારા સમજણ, પ્રોજેક્ટર દ્વારા વીજળીની મહાન શોધો વિશે બાળકોને સમયાંતરે માહિતી આપવામાં આવે છે.(નીરવભાઈ ચૌહાણ-ભાવનગર- 9586116776, કિરણબેન પટેલ-વડોદરા- 9974937165, ગૌરવભાઈ પટેલ-અમરેલી- 9727571009, હિરેનભાઈ સંઘાણી –બોટાદ-9904994294)
  • શાળામાં કોઈ વળી મીટીંગ હોય અથવા જયારે ગામના લોકો શાળાના કાર્યક્રમમાં ભેગા થાય ત્યારે “ઉર્જા બચાવો” થીમ પર નાટક ભજવવામાં આવે છે અને વીજળી કેવી રીતે બચાવી શકાય તેના સરળ રસ્તા વિષે માહિતગાર કરવામાં આવે છે.(જગદીશભાઈ ચૌહાણ-જુનાગઢ- 9824493809)