Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-09-2017 : પ્રશ્ન: શા માટે બાળકો સરકારી શાળા છોડી ખાનગી શાળામાં જઈ રહ્યા છે?



તારણ:

  • તારણ:- જે શિક્ષક મિત્રોએ પોતાનો મંતવ્ય આપ્યો છે તેનું વિશ્લેષણ નીચે મુજબ છે.
  • (૧) બાળકો સરકારી શાળા છોડી ખાનગી શાળામાં જઈ રહ્યા છે તેના નીચે મુજબના કારણો છે, -સરકારી શાળામાં પુરતો સ્ટાફના હોવાથી -વાલીઓને પોતાના પુત્ર-પુત્રીને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવાની ઈચ્છા -ખાનગી શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર (પ્રયોગ શાળા, કોમ્પ્યુટર લેબ, લાઈબ્રેરી, આધુનિક તકનીકથી આપતું શિક્ષણ) સરકારી શાળા કરતા સારું હોવાથી -સરકારી શાળામાં સરકારી કાગળ વર્ક, જુદા જુદા સરકારી તહેવારો તથા ઉત્સવો, બિન જરૂરી તાલીમો વગેરેમાં શિક્ષકો રોકાયેલ રહે છે તેથી બાળકોને જરૂરી સમય આપી નથી શકતા, આથી વાલીના મત મુજબ સરકારી શાળામાં અભ્યાસના કરાવતા હોવાથી ખાનગીમાં મુકે છે -સરકારી શાળામાં મોનીટરીંગ ફક્ત કાગળ પર જ છે , કોઈ પણ પ્રકારનું વ્યક્તિગત મોનીટરીંગ કરવામાં આવતું નથી જેથી કરીને કોઈને સારું અભ્યાસ પરોસવાની ઈચ્છા રહેતી નથી
  • (૨) શિક્ષકોએ જણાવેલ આંકડાકીય માહિતી આ મુજબ છે. જેના પરથી આપને સ્પષ્ઠ જોઈ શકીએ છીએ કે ખાનગી શાળામાં જનાર બાળકોની સંખ્યા સરકારી શાળામાં આવતા બાળકો કરતા ઘણી વધુ છે.(આ વિગત જવાબ આપનાર ૧૩૦ શિક્ષકના ગામ અને શાળાની વિગત છે.) ૬ થી ૧૦ વર્ષના ગામમાં કુલ છોકરાઓ 42324 તેમાંથી 11745 સરકારી શાળામાં અને 26654 ખાનગી શાળામાં જતા બાળકો છે. ૬ થી ૧૦ વર્ષના ગામમાં કુલ છોકરીઓ 36968 તેમાંથી 11465 સરકારી શાળામાં અને 15479 ખાનગી શાળામાં જતા બાળકો છે. ૧૧ થી ૧૪ વર્ષના ગામમાં કુલ છોકરાઓ 31246 તેમાંથી 9617 સરકારી શાળામાં અને 20415 ખાનગી શાળામાં જતા બાળકો છે. ૧૧ થી ૧૪ વર્ષના ગામમાં કુલ છોકરીઓ 27538 તેમાંથી 19196 સરકારી શાળામાં અને 13133 ખાનગી શાળામાં જતા બાળકો છે.