Discussion Forum Teacher

Discussion Forum Teacher

05-11-2017 : પ્રશ્ન: દિવાળી વેકેશન દરમિયાન બાળકો શિક્ષણ સાથે જોડાયેલ રહે તે માટે આપે કરેલ નવતર પ્રવૃત્તિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • પ્રથમ સત્ર દરમિયાન બાળકે મેળવેલ શૈક્ષણિક સિદ્ધિ તેમજ વિષયમાં રહેલ કચાશ વિષે વાલીને જાણ કરવા માટે એક મીટીંગ બોલવવામાં આવતી અને બાળકને આ કચાશ દુર કરવા વિષયને અનુરૂપ દિવાળી લેશન આપવામાં આવે છે. (નિધીબેન સુતરીયા-અમરેલી- 9998004245)
  • બાળકો ઘરે રહી વેકેશનમાં શૈક્ષણિક પ્રેક્ટીકલ જ્ઞાન મેળવે તે હેતુથી દિવાળી લેશનમાં પ્રોજેક્ટ આપવામાં આવે છે, જેમાં વિજ્ઞાન વિષયમાં ઉપયોગી સાધન ઘરે કેવી રીતે બનાવાય અને તેનો ઉપયોગ, રસોડામાં વપરાતા એસીડ બેઇઝ વિષે યાદી બનાવવા આપવામાં આવે છે, ગણિત વિષયમાં આવતા બેંક અને વ્યાજ વાળા પ્રકરણ માટે બેંક પોસ્ટ ઓફીસ ની મુલાકાત લઇ તેમાં આપવામાં આવતી સુવિધા વિષે જાણકારી મેળવવાનું કહેવામાં આવે છે. આ પ્રવૃત્તિ દ્વારા સારું એવું પરિણામ મળ્યું છે.(અનિલભાઈ મકવાણા-સુરેન્દ્રનગર- 9979002002, તપનકુમાર બોરીસાગર-ગીર સોમનાથ-8866162565, અલ્પેશભાઈ ચૌધરી-બનાસકાંઠા- 9429287953, ચિરાગભાઈ ભાવસાર-આણંદ- 9824366921, બીપીનભાઈ શણા-જુનાગઢ- 9979438303)
  • ધો.૩ અને ૪ ના બાળકો દિવાળી લેશન લખેલી નોટબુક અથવા પેજ ખોઈ ના નાખે અને લેશન પોતાની જાતે સરસ રીતે પૂર્ણ કરે તે હેતુથી દિવાળી લેશન ડાયરીનાં રૂપમાં આપવામાં આવે છે, આ ડાયરી શાળામાં જમા કરાવવાની ઓવાથી બાળકો બરાબર સાચવે છે અને લેશન પણ પૂર્ણ કરે છે.(દમયંતીબેન પટેલ-કચ્છ- 9408837250, જીજ્ઞાબેન ઠકરાર-અમરેલી- 9426852504, સુરેશભાઈ જીદીયા-કચ્છ- 8980037086)
  • ધો. ૧ થી ૫ ના બાળકો વાંચન પ્રત્યે અણગમો દુર કરવા માટે દિવાળી વેકેશનમાં લાયબ્રેરીમાં રહેલ વાર્તાની ચોપડી વિદ્યાર્થીને વાંચવા માટે આપવામાં આવે છે આ ચોપડીમાં વાર્તા, ઈતિહાસને લગતી વાતો, જાણવા જેવું વગેરે હોય છે. વેકેશન ખુલતા પ્રાર્થનાખંડમાં ધોરણ પ્રમાણે પોતે જે ચોપડી વાંચી તેનો સાર કહેવાનો હોય છે, આ પ્રવૃત્તિ દ્વારા બાળકો વાંચન પ્રત્યે રૂચી દેખાડતા થયા છે.(નરેશકુમાર પ્રજાપતિ-પાટણ- 9879763758, જીતેન્દ્રભાઈ વાજા-ભાવનગર- 9909398636)
  • દિવાળી વેકેશનના પ્રથમ દિવસે બાળકો બહુ ગેરહાજર રહેતા હોય તે આ સમસ્યાના હલરૂપે શાળા ૫ દિવસ વહેલી ચાલુ કરી બાળકોને વિવિધ પ્રવૃત્તિ, રમત તેમજ ગામમાં રેલી કરાવવામાં આવી. પ્રથમ દિવસે શાળામાં ૯૫% હાજરી જોવા મળી.(નાથાભાઈ ચાવડા-ભાવનગર-9638466346)
  • વિદ્યાથીઁઓને સાહિત્યમાં રસ હોય તેવી તમામ રચનાઓ કરી લાવવા કહયું પરિણામે 100 વાતૉઓ,50 કવિતાઓ 200 હાઈકુની રચના તો થઈ જ પણ વિધાથીઁઓ શિક્ષણ સાથે સંકળાયેલા રહયા.(પંકજકુમાર પ્રજાપતિ-બનાસકાંઠા- 9428557463)
  • દિવાળી વેકેશનમાં શાળામાં હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી એકબીજા સાથે હલતા મળતા થાય તેમજ શાળા પરિવાર તરફથી નવું શીખે તે માટે "વિન્ટર કેમ્પ"નું આયોજન કરવામાં આવે છે.(નિશીથ આચાર્ય-અમદાવાદ- 9662359321)
  • શાળાને સ્વચ્છતા પુરસ્કાર-૨૦૧૬ મળ્યો, આ પુરસ્કાર ની અસર દરેક ઘરે પહોચે તે હેતુથી દિવાળી વેકેશનમાં બાળકોને ઘરે સ્વચ્છતા તેમજ શૌચાલયનો ઉપયોગ પોતાના ઘરે તેમજ આજુબાજુમાં રહેતા લોકોને જાણકારી આપવાનું નક્કી કર્યું. સ્વચ્છતા અંતર્ગત જે બાળકે સારું એવું કામ કર્યું હોય તેમને ૧ થી ૩ નંબર આપી ૨૬,જાન્યુઆરી,૨૦૧૮ માં ઇનામ પણ આપવામાં આવશે.(પ્રવીણભાઈ રેથાલીયા-સુરેન્દ્રનગર-9824610697)