Discussion Forum Teacher

Discussion Forum Teacher

25-01-2018 : આ તારીખે અલગ અલગ બે પ્રશ્નો શિક્ષકોને પૂછવામાં આવ્યા છે.



તારણ:

  • પ્રશ્ન ૧ : આપ વર્ગખંડમાં વિદ્યાર્થીના સારા વર્તનને કઈ રીતે ઓળખો છો અને બિરદાવો છો?
  • તારણ:- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • આ પ્રશ્નના જવાબ આપનાર શિક્ષકમિત્રો માંથી ૭૦% શિક્ષકમિત્રો વર્ગખંડ તેમજ શાળામાંથી સારા વર્તન કરતા વિદ્યાર્થીને ઓળખવા માટે આ મુજબ પ્રયાસ કરે છે. જયારે વિદ્યાર્થી શાળામાં થી કોઈની ખોવાયેલ વસ્તુ શિક્ષક અથવાતો જે વ્યક્તિની હોય તેને પહોચાડે, બીજા વિદ્યાર્થી તેમજ શિક્ષકને મદદ કરે, વડીલોનું આદર કરે, પશુ પંખીની સેવા કરે, સાથીમીત્રોની શૈક્ષણિક બાબતમાં મદદ કરે તેમજ તેની સાથેનો વાર્તાલાપ કરે તેવા વિદ્યાર્થીની નોંધ લઈને જાહેરમાં તેને શિક્ષણ માં ઉપયોગી વસ્તુ જેમ કે પેન્સિલ, રબર, નોટબુક, કંપાસ, ચોકલેટ, વોટર બોટલ તેમજ બૂટ, ચંપલ કે કપડાં આપી સન્માનિત કરવામાં આવે છે.
  • એમની નોંધ બૂક માં સારા કાર્યો બદલ તેમને ગમતું કાર્ટૂન દોરી, વ્યક્તિગત કાર્યો બદલ આભાર માની ફૂલ આપીને, શૈક્ષણિક કાર્ય માટે શૈક્ષણિક સાધનો બક્ષીસ માં આપીને બિરદાવું છું. લખાણ કે મૌલિક અભિવ્યક્તિ માટે સ્ટાર કાર્ડ આપું છું. (કૃણાલ મારવણીયા-જુનાગઢ-8141368808)
  • વ્યક્તિ વિકાસ પત્ર માં આપેલ ૪૦ મુદ્દા માંથી વર્તન અને મુલ્યશિક્ષણ ને લગતા ૨૦ મુદ્દા લઈને તેનો ચાર્ટ બનાવ્યો છે મહિના પ્રમાણે અને વિદ્યાર્થી પ્રમાણે એક ટેબલ પણ બનાવ્યું છે જે વિદ્યાર્થીનું સારું વર્તન હોય તેના ખાનામાં એક સ્ટાર મુકવામાં આવે છે મહિનાના અંતે જે વિદ્યાર્થીના સ્ટાર વધુ હોય તેને "સ્ટાર અચીવર" ઘોષિત કરી ઇનામ આપી બિરદાવવામાં આવે છે.(રુજુતાબેન મેહતા-જુનાગઢ-7572843940)
  • શાળામાં કરાવવામાં આવતી પ્રવૃતિમાં વિદ્યાર્થીનું જોડાણ તેમજ તેની સારૂ વર્તનને પ્રોત્સાહિત કરવા માટે અઠવાડિયામાં કોઈ એક દીવસે પ્રોત્સાહિત થનાર વિદ્યાર્થીના વાલીને શાળા સમય બાદ બોલાવી શાળા પરિવાર વચ્ચે વિના હાથે ઇનામ આપી તે બાળકને સન્માનિત કરવામાં આવે છે.(સુરેશભાઈ નાગલા-અમરેલી-9925943358)
  • વર્ગમાં બેઠેલા વિદ્યાર્થી માંથી જે વિદ્યાર્થી સારું વર્તન કરતો હોય તેનું દ્રષ્ટાંત બીજા વિદ્યાર્થીઓને આપી તેમને સમજ આપવામાં આવે છે જેમકે સાહિલ જુવો કેવો સરસ રીતે બેઠો છે બધા વિદ્યાર્થી સાહિલ તરફ જોશે અને તેનું અનુકરણ કરે છે. આમ વર્ગના બીજા વિદ્યાર્થી પણ જે વિદ્યાર્થી સારું વર્તન કરે છે તેનું નિરાકરણ કરશે.(મહંમદસોહેબ સોઢા-કચ્છ-9979522899)
  • વર્ગમાં જે વિદ્યાર્થીએ અઠવાડિયા દરમિયાન સારું વર્તન કર્યું હોય તેને વર્ગના નોટીસ બોર્ડ પર ફોટો અને નામ લખવામાં આવે છે જેથી બીજા વિદ્યાર્થી તે જોઇને પોતાનો ફોટો પણ નોટીસ બોર્ડ પર લાગે તેવી મહેચ્છા રાખતા થાય છે. (પ્રકાશભાઈ સોલંકી-અમરેલી-8460221825)
  • પ્રશ્ન ૨ : વર્ગખંડમાં વિદ્યાર્થીના ખરાબ વર્તનને સુધારવા માટે આપ કયા પગલા લો છો? તે ટૂંકમાં જણાવો.
  • તારણ:- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • જે બાળકોનું વર્તન બીજા બાળકો પ્રત્યે નુકશાનકારક,ભવિષ્ય બગડતું લાગે તેવું હોય અને આવા બાળકો ની મુશ્કેલી જાણીને તેમને પ્રેમપૂર્વક અને એમને ગમતા કામ, પ્રોજેક્ટ માટે એમનું નામ,પ્રવૃત્તિઓ દ્વારા, શાળાને લગતા વિવિધ કામ ઉજવણી/સફાઈ, ઈકો કલબ, ગણિત-વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓ, મોડેલ્સ બનાવવા પ્રેરણા આપીને સુધારવાના પ્રયત્નો કરવામાં આવે છે (નીરવભાઈ ચૌહાણ-ભાવનગર- 9586116776, સતીશકુમાર-પંચમહાલ- 9978779260, સેવક્ભાઈ ચૌધરી-વડોદરા- 7874063646, હંસાબેન પરમાર-ભરૂચ- 9429671069)
  • ખરાબ વર્તન કરતા બાળકને અટકાવવા માટે સારું વર્તન કરતા બાળકને વર્ગમાં અથવા પ્રાર્થનાખંડમાં તેની પ્રસંશા કરી બિરદાવવામાં આવે છે.(રાજેશકુમાર પ્રજાપતિ-અમરેલી- 9427970216,નીલેશભાઈ પટેલ-બનાસકાંઠા- 7646563928, પ્રજ્ઞાબેન જોશી-પોરબંદર- 9737904660, સાગરભાઈ સખીયા-અમરેલી- 9099702449)
  • ખરાબ વર્તન કરનાર બાળકને સારું વર્તન કરનાર બાળક સાથે બેસાડવામાં આવે છે જેથી ખરાબ વર્તન કરતો બાળક પોતાની કુટેવો ભૂલીને સુટેવો વિકસાવે. (અંબાલાલ-પ્રિયદાસ-જામનગર- 9913691216)
  • ખરાબ વર્તન કરનાર બાળકને સુધારવા શિક્ષક દ્વારા યોગ્ય પસંદ કરેલ પુસ્તકો વાંચન માટે આપવામાં આવે છે.(પ્રકાશકુમાર સોલંકી-અમરેલી- 8460221825)
  • શાળામાં "ચાલો આદર્શ બનીએ" પ્રોજેક્ટ અંતર્ગત દર ચોથા શનિવારે સારી ટેવોની CD બતાવવામાં આવે છે જેમાં લાઈનમાં જમવું, બીજા વિદ્યાર્થી શિક્ષક અને વડીલ સાથે કેવું વર્તન કરવું, ચંપલ લાઈનમાં રાખવા , જમતા પહેલા હાથ ધોવા વગેરે(રમેશભાઈ ચૌહાણ-ભાવનગર- 9714303470)
  • બાળક આમ તો ખરાબ વર્તન કરતું જ નથી, પરંતુ કોઈ કારણસર તેનું વર્તન ખરાબ લાગે તો પહેલાં તો શા કારણ થી આવું કર્યું તેની તપાસ કરવામાં આવે છે, અને તે મુજબ આવું ન કરાય તેવી સમજ આપવામાં આવે છે અને તેના કારણે થતાં નુકસાન ની સમજ આપવામાં આવે છે.(ગાયત્રીબેન શાહ-વડોદરા- 9429825026)
  • વિદ્યાર્થીને જે પ્રવૃત્તિમાં રસ હોય તે પ્રવૃતિમાં તેને સામેલ કરવામાં આવે છે જેથી તે સતત ત્યાં માનસિક રીતે હાજર રહેશે જેના પરિણામે તેનામાં જે ખરાબ વર્તન છે તે ઓછું થશે.(ખ્યાતીબેન રાવલ-ગાંધીનગર- 9904480702, અનિલકુમાર મકવાણા-સુરેન્દ્રનગર- 9979002002,પ્રવીણસિંહ ઝાલા-જામનગર- 9974060933,વલ્લભભાઈ રોજસરા-લીંબડી- 8141686623, મેહુલભાઈ સુથાર-મહેસાણા- 7600984093)
  • ખરાબ વર્તન કરનાર વિદ્યાર્થીને સુધારવા ટોકીને નહિ પણ મિત્રતા બાંધીને તેને મિત્રની રીતે સમજાવીને સુધારવામાં આવે છે.(રાજેશભાઈ માછી-ગોધરા- 9909457365)