Discussion Forum Teacher

Discussion Forum Teacher

25-03-2018 : પ્રશ્ન : વર્ગમાં ભણાવતી વખતે વિદ્યાર્થીઓ અને શિક્ષકના અનુભવો/રોજીંદા અનુભવોને વિષયવસ્તુ સાથે જોડીને કેવી રીતે સમજાવી શકાય ? તે માટે આપે કરેલ નવતર પ્રવૃત્તિ અને પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • ગણિતમાં વિદ્યાર્થીઓને ક્ષેત્રફળ અને ઘનફ્ળ સમજાવવા માટે વર્ગમા રહેલી વસ્તુના માપન લઇ કઇ રિતે ક્ષેત્રફળ માપી શકાય તેં સમજાવ્યું. ઘનફ્ળ માટે શાળાની લંબચોરસ ટાંકી મા કેટલું પાણી સમાય તેનુ પ્રત્યક્ષ માપંન કરાવ્યું. તેમજ બાળકોને ઘરેથી તેમની પાણીની ટાંકીનું માપ લેવા માટે કહ્યુ. જેમા 70 % વિદ્યાર્થીઓ પોતાની જાતે ક્ષેત્રફળ, ત્રિજ્યા અને એરીયા શોધતા થયા. (દીપકભાઈ ધારવિયા-જામનગર- 9898296367, આનંદકુમાર ભુવા-મોરબી- 8905175962)
  • વિદ્યાર્થી પોતે જે વિચાર્યું અને અનુભવ્યું તે સારી રીતે લખી શકે એ માટે વિદ્યાર્થીને ઘરેથી શાળામાં આવતા રસ્તામાં જે કોઈ મળે અથવા જે પણ જોયું હોય તેનું પોતાની બુકમાં નામ અને તેનું વર્ણન લખાવનું કહેવામાં આવે છે. (કમલેશભાઈ લીલા-રાજકોટ- 9601840333)
  • ધો ૬ થી ૮ માં સામાજિકવિજ્ઞાન વિષયમાં ભૂકંપ, પુર, વાવાઝોડું જેવી સંરચના શીખવાડવા માટે શિક્ષક તરીકે જે-તે સમયે પ્રત્યક્ષ રીતે અનુભવ્યું તે બાળકોને કીધું તેમજ તેના ઓનલાઈન વીડિઓ પણ બતાવ્યો. આ પ્રવૃત્તિ બાદ વિદ્યાર્થીઓએ પણ કહ્યું કે સાહેબ આ વર્ષે બનાસકાંઠામાં બહુ વરસાદ આવ્યો એટલે જાન-માલ ને બહુ નુકશાન થયું છે અમે આ માહિતી ટીવી માં જોઇ આમ દરેક વિદ્યાર્થી પોતે જે અનુભવ્યું તે બીજાને કહેતા થયા. (કૌશલકુમાર સુથાર-મહેસાણા- 9724202229)
  • આજુબાજુમાં આવેલ બેંક, પોસ્ટ ઓફીસ, બરફની ફેક્ટરી, બ્લોક બનાવતી કંપની, ગ્રામ પંચાયત, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, ખેતર અને ઈંટરનેશનલ સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન વગેરેની માહિતી આપવાની હોય ત્યારે તેમને બને તો પ્રત્યક્ષ મુલાકાત અથવા ઈન્ટરનેટ ના માધ્યમ દ્વારા યોગ્ય માહિતી આપવામાં આવે છે. (ભરતકુમાર સોલંકી-સુરત- 9824471012, ચેતન શાહ-અમદાવાદ- 9824011731, અલ્પેશભાઈ ચૌધરી-બનાસકાંઠા- 9429287953, અમીતાબેન પટેલ-પાટણ- 9879258137 ,લલિતભાઈ ગોહિલ-આણંદ- 9409060362)
  • વિદ્યાર્થીઓને ઉચ્ચાલન જેવા એકમ સરળતાથી ભણાવવા માટે જીવનમાં ઉપયોગી સાધનો જેવા જે પકડ, સાણસી, છપ્પુ, સાઈકલ, ચીપિયો, કાતર, કુહાડી, સ્ક્રુ, પૈડું વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.(જગદીશભાઈ વાળા-પાલીતાણા- 8238184236)
  • શાળામાં લગભગ બધાં જ શિક્ષક તેઓના અનુભવો બાળકો સાથે વર્ણન કરે અને આ સાથે એકમનુ અનુબંધ જોડી સમાજ આપવામાં આવે તો બાળક તેની સંકલ્પના વધુ સ્પષ્ટ કરી શકે છે. અંક ગણિતને રમત સાથે જોડીને હીંચકા કે લપસણી રમતા ઘડિયા કે એકડા બોલવાની પ્રથા અમારી શાળાના જાગૃતિબેને વિકસાવિ છે. (નિશીથભાઈ આચાર્ય-અમદાવાદ- 9662359321)
  • ઋણ અને ધન સંખ્યા ના સરવાળા અને બાદબાકી શીખવતી વખતે વિદ્યાર્થીઓ એ જાતે દુકાનથી કરેલી ખરીદીથી પોતે કારેલ લેવડ દેવડના અનુભવથી શીખવતા વિદ્યાર્થી ઝડપથી સરવાળા અને બાદબાકી સમજતા થયા છે.(દીપકકુમાર મેસરિયા-બનાસકાંઠા- 9033289851,નાગજીભાઈ દેસાઈ-બનાસકાંઠા- 8758363490)