Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-04-2018 : પ્રશ્ન : પાઠના આયોજનનમાં વિદ્યાર્થીઓની રૂચીને ધ્યાનમાં લઈને તેનો સમાવેશ કરવા આપે કરેલ નવતર પ્રવૃત્તિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • પાઠના આયોજનમાં વિવિધ પ્રવૃતિઓનો સમાવેશ કરવાથી વિદ્યાર્થીઓને પાઠમાં રસ રહે છે. પર્યાવરણને લગતા પાઠ માટે બાળકોને શાળાના પર્યાવરણમાં લઇ જઈને અભ્યાસ કરવામાં આવે છે. જેમ કે વૃક્ષનું મહત્વ સમજાવવા માટે શાળા પરિસરમાં આવેલ વૃક્ષની ઉછેરની જવાબદારી બાળકોને આપવામાં આવે છે જવાબદારી સાથે અભ્યાસ કરે તે માટે અંગ્રેજીમાં સ્પેલિંગ,ઉચ્ચાર અને તેનો અર્થ લખેલા નાના બેનર લગાડે છે જેના દ્વારા રીસેસમાં રમતા રમતા સ્પેલિંગ પણ પાકા કરે છે. (પટેલ પ્રવીણકુમાર એસ-મોરબી-૯૪૨૭૦૬૭૫૭૪, પટેલ નરેશકુમાર બી-મહેસાણા- ૮૯૮૦૯૧૩૦૮૨, મકવાણા ભરતભાઈ બી-કચ્છ- ૯૪૨૯૨૮૧૪૪૮)
  • પાઠના આયોજનમાં વિદ્યાર્થીઓની રૂચી ધ્યાનમાં લઈને પાઠ વધુ આનંદમય બની ર્તાહે તે માટે જુદાં-જુદાં કારીગરોને મળવા અને તેઓનું કામ જાણીને વિદ્યાર્થીને પ્રોજેક્ટ આપવામાં આવે છે વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટ જાતે અને પોતાના અનુભવને આધારે બનાવે છે.( ભાટિયા રાકેશકુમાર-વડોદરા-૭૮૭૪૫૧૧૭૧૧)
  • પાઠ આયોજન સમયે બાળકોને પાઠને લગતી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. જેમ કે, વાર્તા, નાટક, પાત્ર અભિનય, ચિત્ર અને મુદ્દાઓ પરથી વાર્તા, શબ્દ કાર્ડ, મુલ્યનિષ્ઠ સવાલો, નિબંધ, ચલચિત્રો, પ્રોજેક્ટ ચર્ચા, રમતગમત, ફ્લેશકાર્ડ, અંગ્રેજી શબ્દ, મુલાકાત, ગાયન-વાદન, બાલગીત, ઉખાણાં, વકતૃત્વ, વગેરે. આ બધી ક્રિયા બાળકો કરે છે. આ કાર્યથી બાળકોમાં ઉત્સાહ અને નિયમિતતાનું પરિણામ મળ્યું છે તેમજ અધ્યાપન કાર્ય વધારે અસરકારક બન્યું છે. (જોશી પ્રજ્ઞાબેન-પોરબંદર-૯૭૩૭૯૦-૪૬૬૦, સોલંકી ભરતભાઈ જે.-સુરત-૯૮૨૪૪૭૧૦૧૩૨, મોરી કરણસિંહ ડી.-ભાવનગર-૯૭૨૭૮૦૭૬૨૧, ખાંટ રણજીતસિંહ સોમાજી –પંચમહાલ- ૯૪૦૯૫૬૦૦૯૪, જીજ્ઞાબેન કે. ઠક્કર –અમરેલી-૯૪૫૬૮૫૨૫૦૪), સોલંકી અશ્વિનસિંહ એલ.-ખેડ- ૯૯૭૯૭૮૨૭૧૯)
  • પાઠના આયોજનમાં વિદ્યાર્થીઓની રુચીને ધ્યાનમાં લઈને આયોજન કરવામાં આવે તો વિદ્યાર્થીઓ ચોક્કસ પણે ધ્યાનપૂર્વક પાઠ સમજે છે.અને પ્રવૃતિની સાથે-સાથે મુદાઓ વિશે સમજ કેળવી સરળતાથી વિષયવસ્તુને ગ્રહણ કરે છે. જેમ કે, વિદ્યાર્થીઓને પાચનક્રિયા પધ્ધતિ શીખવી જેમાં તેને અનુરૂપ એનીમેશન વિડીઓ બનાવવાની વિદ્યાર્થીઓ મુદાને સરળતાથી સમજી શકે છે અને તેનું અર્થગ્રહણ કરે છે. (શાહ સંકેતકુમાર એસ. –છોટાઉદેપુર-૯૬૨૪૨૫૦૦૭૨)
  • બાળકોનો સ્વભાવ રમતિયાળ હોય છે. જેના લીધે બાળકોને રમવાનું ગમે છે. જેને ધ્યાનમાં રાખી મૂળાક્ષરો શીખાવવા માટે રમતના મેદાનમાં બેસાડી આંગળીઓની મદદથી મૂળાક્ષરો લખાવીને શીખવવા માટે આયોજન કરવામાં આવે છે. (શબ્બીરહુસેન એ. વોરા –સુરેન્દ્રનગર-૯૭૧૪૨૧૧૨૪૩)
  • કાગળનું કટિંગ કરી ગણિતના આકારો શીખે છે. (પટેલ જીગરકુમાર ચીમનલાલ-પાટણ-૯૬૬૨૫૧૪૭૨૦)
  • સામાજિક વિજ્ઞાનના અમુક પ્રકરણમાં લાઇવ એક્ટીવીટી કરવાની જેમ કે, ચુંટણીની માહિતી માટે ક્લાસમાં ચુંટણી કરવી હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટની માહિતી માટે કોર્ટ બનાવે છે. બજારમાં ગ્રાહક માટે નાટક કરવામાં આવવાથી બાળકોમાં રસ, રૂચી વધે છે.(ડો. જયદીપ એ. જોશી-જુનાગઢ-૯૫૩૭૯૭૭૭૮૯)