Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-05-2018 : પ્રશ્ન :- વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસનો વધારો કરવા કરેલ નવતર પ્રયોગ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • પ્રાર્થના સંમેલનમાં વિદ્યાર્થીઓને પોતાના વિચારો રજુ કરવા અને ભણવા સિવાય જે બાબતમાં રસ હોય તેમાં પ્રોત્સાહન કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.(પટેલ શિરીષકુમાર આર.- સુરત -૯૭૧૪૪૭૫૩૨૦, પટેલ રાકેશ એમ.- અમદાવાદ -૮૮૪૯૯૪૩૪૩૦)
  • વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવા માટે તેની નાની મોટી સફળતાની નોંધ લઈ વર્ગમાં તેમજ સમુહમાં અભિવાદન કરવામાં આવે છે. જેથી તેમનામાં આત્મવિશ્વાસ વધે અને અન્ય વિદ્યાર્થીઓ પણ પ્રેરિત થાય છે. (પરમાર સતીષકુમાર એન.- રાજકોટ-૯૫૫૮૫૫૪૫૬૦)
  • ગણિત વિજ્ઞાનના હેતુલક્ષી પ્રશ્નો માટે અસાઇમેન્ટ તૈયાર કરે છે જેમાં એક જ રીતના ૨૦ થી ૩૦ દાખલા બનાવી વિદ્યાર્થીઓને પ્રેક્ટીસ કરાવે છે આ પ્રયોગથી પરિણામ આવે છે કે દરેક બાળક પોતાની જાતે પ્રશ્નો વિચારતા અને શોધતા થયા ગણિત વિજ્ઞાન સાથે આત્મવિશ્વાસ કેળવતા થયા. (શાહ અલમય એમ.-પંચમહાલ-૮૪૮૮૮૮૯૯૫૧)
  • વિદ્યાર્થીઓને સ્વ-અધ્યયન વધે તે માટે વ્યક્તિગત પ્રવૃત્તિ ઓ વકતૃત્વ, નિબંધ સુલેખન, વર્ગખંડ સંચાલન, રમત ગમત, યોગા , વાંચન, મહાપુરુષોના જીવન કવન પર ચર્ચા , વાર્તા, મુલ્યનિષ્ઠા, સંવાદો, પ્રશ્નોતરી, પ્રસંગો સુત્રો, ચલચિત્રો, નાટક ,ક્વિઝ નવલકથા, કવિતા, મુલાકાત, દ્વારા આત્મવિશ્વાસ વધારી શકાય.( સોલંકી ભરતભાઈ જે.- સુરત-૯૮૨૪૪૭૧૦૧૨, પટેલ ભરતકુમાર આઈ.-મહેસાણા-૯૪૨૭૮૬૬૯૮૮, મેહતા ભાવેશ આર.- સોમનાથ-૯૪૨૬૫૩૬૩૮૨)
  • વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ વધારવા “ હું કરી શકીશ ” ની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. જેવી કે ઝાડ પર ચઢવુ, ઈંટ ઉપાડવી, વજન ઊચકવો, અમૂક અંતર કૂદી જવુ, અમૂક ઊંચાઇ કૂદી જવું, તાળુ લોક કરવું, લાકડા કાપવા, ખાડો ખોદવો, અમુક લખાણ અમૂક સમય માં લખી લેવું, પ્રાર્થના -ભજન -ધૂન - કવિતા વગેરે નું ગાયન કરવું, (મોર બાબુભાઈ- કચ્છ-૯૯૨૫૬૪૦૩૩૮)
  • વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ વર્ગમાં છેલ્લે બેસતા હોવાથી તે પોતાને ઠોઠ માને છે. આગળ તો હોશિયાર જ બેસે તેવી ગ્રંથી તેમનામાં બંધાય ગયેલી આથી દરેક વિદ્યાર્થીને વારાફરતી પહેલી હરોળમાં બેસવાનું આયોજન કરવાથી અને અવારનવાર પ્રેરણા અને પ્રોત્સાહન આપવાથી ઠોઠ હોવાનો માનસિક ભય દુર થાય અને આત્મવિશ્વાસ વધે છે. (ઠક્કર સુરેશકુમાર ટી.-પાટણ-૯૮૨૫૫૦૪૯૭૨)
  • વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાન વિષયમાં વધુ અભિરુચિ જાગે તે માટે વિષયની શરૂઆતમાં વાર્તા દ્વારા કરે અને વિદ્યાર્થીઓની ક્ષમતા પ્રમાણે ભાગ કરી શીખવવાથી બધાને સરખો ન્યાય મળવાથી ગણિતને વિજ્ઞાન વિષયમાં પણ આત્મવિશ્વાસ જાગૃત થાય છે. (ભંડેરી ભાવના એ.- વલસાડ-૮૦૦૦૧૯૮૦૬૪)
  • વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા સહઅભ્યાસ પ્રવૃતિઓનું વાર્ષિક આયોજન કરે છે. જેમ કે પ્રવૃતીલક્ષી શિક્ષણ , દિન વિશેષની ઉજવણી ,સંસ્કૃતિક કાર્યક્રમ ,ઈકો ક્લબ , બળસભા પુસ્તકાલય, બાળસંસદ , કલ્ચર ક્લબ, રીડર ક્લબ, વર્ગ, રમતોત્સવ , ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદશન , જૂથ ચર્ચા ,વગેરે કાર્યક્રમોમાં શાળાના તમામ બાળકો સહભાગી બને છે. તેનાથી નેતૃત્વ શક્તિ ,જીવન કૌશલ્યો, વિકાસ સમૂહ ભાવના, શરમ સંકોચ દુર થાય છે. (અશ્વિનસિંહ લક્ષ્મણસિંહ સોલંકી - ખેડા -૯૯૨૯૭૮૨૭૧૯)