Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-08-2018 : પ્રશ્ન : વિદ્યાર્થી પોતાની અંદર રહેલી કળા (સ્કીલ) જાતે જાણે અને તે કળાને આગળ વધારવા માટે શાળામાં જ યોગ્ય પ્લેટફોર્મ મેળવે તે માટે કરેલ નવતર પ્રવૃત્તિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • શાળામાં બાળકોની કળાને જાણવા માટે વિવિધ સહ અભ્યાસિક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે જેમ કે વેશભૂષા, ગીત સ્પર્ધા, વિવિધ રમતો, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, નૃત્ય સ્પર્ધા, વકૃતત્વ સ્પર્ધા, કાગળની મદદ વડે ફોટો ફ્રેમ બનાવવી, ફૂલદાની બનાવવી, જૂની કંકોતરી માંથી વસ્તુઓ બનાવવી, પેપર બેગ બનાવવી, જન્મદિન કાર્ડ તેમજ કવર બનાવવા વગેરે પ્રવૃત્તિની મદદ વડે બાળકોની કળા જાણી શકાય છે. જે બાળકની જે પ્રવૃતિમાં રસ દાખવતો હોય તેમાં તેમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. (અશ્વિનકુમાર એ. પટેલ-બનાસકાંઠા- 9925318410, ભાવનાબેન ચુડાસમા-કચ્છ- 7621019002, કેતનભાઈ પરમાર-જુનાગઢ-9574777493)
  • ન્યુઝ ચેનલમાં માટે ઉપયોગી એવી આવડત જેવી કે ન્યુઝ માટે કન્ટેન્ટ બનાવવું, તેને કેવી રીતે પ્રેઝન્ટ કરવું, કેવી રીતે બોલવું વગેરે શાળા કક્ષાએથી જ વિદ્યાર્થીઓમાં કેળવાય તે માટે દર અઠવાડિયે "અઠવાડિક સમાચાર" નામે પ્રોગ્રામ ચાલુ કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાની જાતે સમાચાર શોધે છે અને તેને ટીવી પર રજુ કરે છે. (વસાણી બીપીનભાઈ-દેવભૂમિ દ્વારકા- 8511991355)
  • વિદ્યાર્થીનો અભિનય માટે રસરૂચી લેતા થાય તે માટે "બાળ મહોત્સવ" નું આયોજન CRC કક્ષાએ,તાલુકા તેમજ જીલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવે છે. આ મહોત્સવમાં એકપાત્ર અભિનય, જુના લોકગીતો, બોધ આપતા નાટક અને રાસ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. (નિમાવત હેતલબેન- જામનગર- 9408161099)
  • શાળામાં એક વિદ્યાર્થીનીનો અવાજ ખુબ જ મધુર અને સંભાળવો ગમે એવો હતો આથી તે વિદ્યાર્થીની ગાયન ક્ષેત્રમાં આગળ વધે તે માટે પ્રાથનાસભામાં અને બાળસભામાં તેણી ભાગ લે તેવો શિક્ષક દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો. પુરતી તાલીમ અને મહેનત કરીને સરકાર દ્વારા આયોજિત થતા કલામહોત્સવમાં આ વર્ષે પહેલા નંબરે આવી. (મિલનભાઈ દવે-મહેસાણા-9586616065)
  • ગ્રીડ બોર્ડ તેમજ ડોટ બોર્ડ પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓ ફ્રી સમયમાં અથવાતો ઘરેથી કોઈ ચિત્ર દોરી લાવે છે અને ત્યાં લગાવે છે, આ પ્રવૃત્તિ થકી શાળામાં ધો ૪ થી અભ્યાસ કરતો મુક-બધીર વિદ્યાર્થી ભાવેશ ચિત્રકામમાં સારું ચિત્ર દોરી શકે છે તે જાણવા મળ્યું. આજે તે ધોરણ ૮ માં અભ્યાસ કરે છે તેણે તાલુકા કક્ષાએ ચિત્ર સપર્ધામાં પણ ભાગ લીધેલો છે. (દિલીપભાઈ વિહોલ-વિસનગર-9725871658)
  • બાળકોની અંદર રહેલી સ્કીલ વિકસાવવા અમે ઉનાળા વેકેશન સમર કેમ્પ અને દિવાળી વેકેશન માં એક ત્રણ દિવસનો કેમ્પ રાખી બાળકોની વિવિધ પ્રવ્રુતિઓ કરાવવામાં આવે છે. (સતીષકુમાર પ્રજાપતિ-પંચમહાલ-9978779260)
  • વર્ગખંડમાંજે વિદ્યાર્થી જે કળામાં રસ દાખવતો હોય અને નિપુણ હોય તેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેઓના નામ સાથે તેમને ગમતી કળા વિષે દર્શાવતો ચાર્ટ વર્ગખંડની દીવાલ પર લગાવવામાં આવ્યા છે. (ગૌરવકુમાર જોશી-ગાંધીનગર-9638635031)