Discussion Forum Teacher

Discussion Forum Teacher

10-02-2015 : આપના મતે શા માટે અંગ્રેજી શિક્ષણમાં બાળકો નબળા રહી જાય છે? આ મુશ્કેલીને દુર કરવા માટે આપની શાળામાં કોઈ પ્રયાસ થયેલ છે? તેની ટૂંકી વિગત જણાવો? અને જો કોઈ પ્રયાસ થયેલ નથી કરવામાં આવેલ તો આપના માટે કયા પ્રકારના પ્રયત્નો કરી શકાય?



તારણ:

  • બાળકોના જૂથ પાડી બાળકોને અંગ્રજીમાંજ જૂથચર્ચા કરવા કહી શકાય.
  • દરેક શાળામાં અઠવાડિયામાં અમુક દિવસ શિક્ષક અને બાળકોએ ફરજીયાત અંગ્રેજીમાં જ વાત કરી વાતાવરણ અંગ્રેજી યુક્ત બનાવી શકાય.
  • બાળકોને પહેલા જેવું આવડે તેંવુ અંગ્રેજી બોલવાનું, પછી સ્પષ્ટ વાંચન, ત્યારબાદ ટૂંકા શબ્દોનું વાંચન, પછી નાના વાક્યોનું વાંચન, અને છેલ્લે ફકરા વાંચન જેવી ક્રમબદ્ધ પ્રવૃતિ કરાવવી.
  • આ ઉપરાંત, ૧) શાળામાં અંગ્રેજી સમાચારપત્રોનું નિયમિત વાંચન, રોજીંદા વ્યવહારમાં અંગ્રેજી શબ્દોનો પ્રયોગ,અંગ્રેજી વાર્તા વાંચન, સ્પેલિંગ બોક્સ, વાંચન મહાવરો, 2) અંગ્રેજી વાંચન, શ્રવણ અને કથન કૌશલ્ય વિકસાવવું, અંગ્રેજી અંતાક્ષરી, અંગ્રેજી કોર્નર,અંગ્રેજી કાવ્યગાન, સ્પેલિંગ બેંક, TLM બનાવવા, ૩) કાર્ટુન ફીલ્મ સ્થાનિક ભાષામાં અને એજ અંગ્રેજી ભાષામાં બતાવવી,શાળાની દરેક જગ્યા અને વસ્તુઓ પર ગુજરાતી અને અંગ્રજી શબ્દો લખવા, પ્રાર્થના સભામાં સમૂહ ગાન કરાવવું, અંગ્રજી સમાચાર બતાવવા, બાળકોએ પોતાનો પરિચય અંગ્રેજીમાં જ આપવો,ચિત્રો, પ્રોજેક્ટ, ૪) બાળકોને આપવામાં આવતા સૂચનો, પ્રાર્થના,બાળક પાસેથી અંગ્રેજી નિબંધ વાંચન,નિયમિત પુનરાવર્તન, વકતૃત્વ સ્પર્ધાનું આયોજન, ભીંતચિત્રોકે લખાણ, મુકવાંચન, વાંચન ચાર્ટ, ફોટો ચાર્ટ,મેચ કાર્ડ,ફ્લેશ કાર્ડ, અંગ્રેજી બોલવાની રમતો, ભાષા પ્રમાણે શબ્દકોશની રમતો,પાત્રઅભિનય, અહેવાલ લેખન,પત્ર લેખન, ચિત્ર વર્ણન, ફકરા વાંચન, વાર્તા લખાણ અને વાંચન વગેરે પ્રયત્નો દ્વારા બાળકોને સહેલાઈથી અંગ્રેજી વિષય શીખવાડી શકાય.
  • બાળકોનીમુશ્કેલીઓ
    • અંગ્રેજીનો ખોટો ડર અને પૂર્વાગ્રહ.
    • પ્રોત્સાહનનો અભાવ,
    • શ્રવણ, કથન, અને વાંચનનો ક્રમ જળવાતો ન હોવાથી.
    • પ્રાથમિક શાળામાં આવતા બાળકોનું આર્થિક,સામાજિક અને કૌટુંબિક વાતાવરણ અસરકારક ન હોવાથી.
    • ભાષાના શિક્ષકોનો મુખ્ય વિષય ગુજરાતી, હિન્દી કે સંસ્કૃત હોય અને તે અંગ્રેજી વિષયભણાવે છે. તેથી વિષયને પુરતો ન્યાય મળતો નથી.
    • બાળકોમાં શબ્દભંડોળ અને પુનઃઅભ્યાસનો અભાવ.
    • શિક્ષણ પ્રત્યે જાગૃતિ ધરાવતા પરીવારો તથા શિક્ષણમાં તેજ ગતી ધરાવતા કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષણ માટે સરકારી શાળામાં ભણવાનું પસંદ કરતા નથી જેના કારણે બીજા વિદ્યાર્થીઓને જોઈતા પ્રમાણમાં સહાધ્યાયીઓ મળતા નથી.
    • અમુક શિક્ષકોનું અંગ્રેજી સારું હોવા છતાં તેની શિખવવાની પદ્ધતિના કારણે બાળકોને શીખવેલુ બધુ જ તેની સમજણની બહાર જાય છે.
  • કારણો :
    • વાલીઓનોસંપર્ક
    • બાળકોની અનિયમિતા
    • માતૃભાષાના શિક્ષણમાં પણ અભાવ
    • અંગ્રેજી માટે અસરકારક વાતાવરણ
    • બહુશ્રેણીય વર્ગખંડો.
  • શાળા માટે સૂચનો:
    • જે શિક્ષકનો મુખ્ય વિષય અંગ્રેજી હોય તે જ શિક્ષક શાળામાં અંગ્રેજી ભણાવે તેવો નિયમ હોવો જોઈએ. તેથી બાળકોને અંગ્રેજીનું શિક્ષણ પૂરેપૂરું મળી રહે.
    • શિક્ષકોએ પણ અંગ્રેજી ઉચ્ચારણ કરવું જેથી બાળક સાંભળે અને તેને પણ અંગ્રેજી બોલવા પ્રેરિત કરવા જોઈએ.
    • બાળકોના અભ્યાસક્રમમાં પહેલા ધોરણથી જ અંગ્રેજી વિષય ફરજીયાત હોવો જોઈએ.
    • શિક્ષકોએબાળકોનેભવિષ્યમાંઅંગ્રેજીનાલીધેઆવનારીમુશ્કેલીઓનેધ્યાનમાંલઈનેઅંગ્રેજીવિષયને ગંભીરતાપૂર્વક લઇ બાળકોના આત્મવિશ્વાસમાં વધારો થાય તેવા નક્કર પ્રયત્નો કરવા જોઈએ.