Discussion Forum Teacher

Discussion Forum Teacher

11-11-2014 : વિકલાંગ બાળકોને વ્યક્તિગત ટેકો અને પ્રોત્સાહન મળતા રહે અને તેમને પરિસ્થિતિ, વય, કક્ષા અને ક્ષમતા અનુસાર શિક્ષણ અને જરૂરી સહાયતા મળતી રહે તે માટે કેવા કર્યો કરી શકાય?



તારણ:

  • રમતો રમાડીને, સમુહમાં કર્યો સોંપીને,તેમને જેમાં રસ હોય તેવી પ્રવૃત્તિઓ કરાવીને તેમાં જ તેમને આગળ લાવવા પ્રયત્ન કરવા.
  • આવ બાળકોના માતા પિતા સાથે સતત સંપર્કમાં રહેવું જેથી તેમને કઈ રીતે ભણાવવા અને તેમનો વિકાસ થાય છે કે નહિ તેનો ખ્યાલ આવે. આવા બાળકો માટે ખાસ બનાવવામાં આવેલી શાળાઓ તથા સરકારી સહાય વિષે માતા પિતાને માહિતગાર કરવા અને સહાય મેળવવા માટે મદદ કરવી..
  • બાળકને દરેક કામ માટે પ્રોત્સાહિત કરવા અને તેમના આત્મવિશ્વાસમાં વધારો કરી નેતેના કામના વખાણ કરવા.બાળકોને પ્રોત્સાહિત વિડીઓ બતાવવા અને તેમને પણ બધા બાળકોની જેમ અલગ અલગ પ્રવૃત્તિઓ સોપવી.
  • શાળાએ આવવા જવા માટે ખાસ વાહનની વ્યવસ્થા કરવી.
  • જે બાળક શાળાએ ના આવી શકતા હોય તેમને તેમના સહપાઠી દ્વારા પ્રાથમિક શિક્ષણ આપી શકાય તેવી વ્યવસ્થા પૂરી પાડવી. બાળકોના જૂથ બનાવીને તેમને આવા બાળકોને શાળાએ લાવવા માટેની અને અભ્યાસમાં મદદ કરવા માટેની પ્રવૃત્તિ સોંપવી.
  • એસ.એમ.સી. સભ્યોની મીટીંગ બોલાવી બાળકોને ખાસ જરૂરિયાતો સંતોષી શકાય અને તેમને મદદ કરી શકાય તે માટેના નિર્ણયો લેવા. અવ બાળકો માટે અલગ સમિતિનું નિર્માણ કરવું.એસ.એમ.સી. માં આવા બાળકોના વાલીને સભ્ય બનાવવા.
  • તાલીમ મેળવેલ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે તે બાબતનુ ધ્યાન રાખવું. તાલુકા કક્ષાએ એક રિસોર્સ પર્સનની નિમણુક કરેલ હોય છે તેના દ્વારા આવા બાળકો માટે વિવિધ કાર્યક્રમ ગોઠવવા.