Discussion Forum Teacher

Discussion Forum Teacher

21-12-2014 : બાળકોમાં બહારનું જ્ઞાન અને સામાન્ય જ્ઞાન માં વધારા માટે કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકાય?



તારણ:

  • શાળાનું સામાયિક શરુ કરવું. આ સામાયિક બનાવવાનું કામ બાળકોને જ સોપવું. આ સામાયિક આજુબાજુની શાળાઓમાં પણ મોકલવું.
  • દરરોજ બનતી ઘટનાઓની ચર્ચા શાળામાં પ્રાર્થનાસભામાં કરવી અને પછી પ્રશ્નોત્તરીનું આયોજન કરવું.
  • અલગ અલગ સ્થળની મુલાકાતે બાળકોને લઇ જવા અને તેના પર પોજેકટ બનાવવા આપવા.
  • શાળાના બાળકો દ્વારા વિજ્ઞાનના પ્રયોગો કરવા તથા બીજી શાળાઓમાં જઈને પ્રયોગો કરવા, અને બાળકોને પ્રશ્નોત્તરી સ્પર્ધા રમાડવી.
  • શાળાના પુસ્તકાલયમાં સામાન્ય જ્ઞાનના પુસ્તકો લાવીને બાળકોને વાંચવા માટે આપવા, શાળામાં સમાચારપત્રો અને સામાયિકો પણ ખાસ બાળકોને વાંચવા માટે આપવા. બની શકે તો બાળકોને ઈંટરનેટ સાથે જોડીને બાળકોને જ્ઞાનનો ભંડાર આપવો.
  • સમાચાર પત્રમાં આવતા સમાચાર પરથી બાળકોને પ્રોજેક્ટ તૈયાર કરવા આપવા.
  • કોન બનેગા કરોડપતિ જેવી રમત રમાડીને સામાન્ય જ્ઞાન માં વધારો કરવો.
  • શાળામાં ઈંટરનેટ મારફતે ફેસબુક, વ્હોટસ એપ જેવા માધ્યમો દ્વારા માહિતી મેળવવા અને તેના પરથી પ્રોજેક્ટ બનાવવા આપવા.
  • વર્ગમાં જેટલા બાળકો હોય તેટલા સામાન્ય જ્ઞાનનાં પ્રશ્નોની ચિઠ્ઠીઓ બનાવવી બાળકોને એક એક ચિઠ્ઠી ઉપાડવા કહેવું અને પછી જે પ્રશ્ન હોય તેનો જવાબ બીજા દિવસે શોધીને લાવવા અને પોતાનો પ્રશ્ન બીજાને પૂછવો અને વર્ગમાં ચર્ચા કરવી.
  • પંચાયતની મીટીંગમાં બાળકોને લઇ જવા અને શક્ય હોય તો બાળકોને રીસેસના સમયમાં દુરદર્શન પર સમાચાર બતાવવા.
  • નિર્ણય શક્તિ અને સહકાર કૌશલ્ય નો વિકાસ કરવો
    બિંદુબાઝાલા દ્વારા વિકસિત નવતર પ્રયોગ બાળકોમાં નિર્ણય લેવાનું અને સહકારનું કૌશલ્ય વિકસાવવું ખૂબ જ જરૂરી છે.આ માટે આ શાળામાં શાળાનું સમાચારપત્ર શરૂ કરવા માટેની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું.

    1. વિદ્યાર્થીઓ ને મુખપત્ર વિષે માહિતી આપવી.
    2. વિદ્યાર્થીઓ પાસે શાળાનું મુખ પત્ર બનાવડાવવા માટે માર્ગદર્શન આપવું.
    3. રસ ધરાવતા બાળકો ના જૂથ તૈયાર કરવા અને માર્ગદર્શન આપવું.
    4. સમાચારપત્ર શરૂ કરવા માટે જૂથ ને માર્ગદર્શન આપો વિગતે ચર્ચા કરવી.
    5. વિદ્યાર્થીઓ પોતાની રીતે માહિતી એકઠી કરવા , સુધારા વધારા કરવા ની અને અંતિમ આવૃત્તિ બનાવવા ની છુટ આપવી,જરૂર જણાય ત્યાં માર્ગદર્શન આપવું.

    વિદ્યાર્થીઓ એ લેવાના પગલાં...
    1. સમાચારપત્ર માં લેવાના મુખ્ય મુદ્દા નક્કી કરવા: શું લઇ શકાય?
    • શાળા અને ગામ માં બનતી બાબતો
    • કવિતાઓ
    2. ટૂંકા લાખાણો
    3. માહિતી એકઠી કરવી
    4. પ્રાથમિક માળખું તૈયાર કરવું
    5. સુધરા વધારા કરવા
    6. અંતિમ આવૃત્તિ બનાવવી
    7. સમાચારપત્ર ને કવર માં પેક કરવા અને સ્ટેમ્પ લગાડવા અને સરનામું લખવું
    8. નજીક ના ગામ માં મોકલવા

    બાળકો ને માત્ર એક જ કામમાં અનેક જવાબદારી અને કાર્યોથી પસાર થવું પડશે.આ જવાબદારી આપવાથી તેમનું આયોજન કૌશલ્ય અને જૂથ માં કામ કરવા ની આવડત નો વિકાસ થાય છે, જે જીવન ના અઘરા કૌશલ્ય છે. બાળકો ની વર્ગ ની બહાર શિક્ષણની તકો માં વધારો થાય છે. જે આજીવન શિક્ષણ ની ઉત્કટતા માં વધારો કરે છે.આ પ્રકારનું કાર્ય ૨૧ સદીના શિક્ષણને નવી દિશા આપશે.આમ આવા પ્રયોગોથી શિક્ષણને અને બાળકોના વિકાસને અનેકગણો લાભ થાય છે.