Discussion Forum Teacher

Discussion Forum Teacher

05-12-2015 : આપે શાળામાં વિધાર્થીઓ વેકેશન દરમિયાન પણ શિક્ષણ સાથે જોડી રાખવા માટે કોઈ પ્રવુતિ કરેલ હોય તો તેની ટૂંકમાં જાણકારી આપો.



તારણ:

  • વેકેશન દરમિયાન વિધાર્થીઓને કરવાની પ્રવુતિઓનું કાર્ડ અનેબ્રોશર શિક્ષક દ્રારા તૈયાર કરવામાં આવે છે .તે કાર્ડ વિધાર્થીઓના વાલીઓને આપવામાં આવે છે . વેકેશન દરમિયાન વિધાર્થીઓ તે પ્રવુતિ કરે અને વાલીઓ તેનું નિરક્ષણ કરે છે.-દિલીપકુમાર પટેલ- જી.સાબરકાંઠા,હર્ષદકુમાર વાઘેલા- જી.અમદાવાદ
  • શિક્ષકે વિધાર્થીઓ વેકેશન દરમિયાન શિક્ષણ સાથે જોડી રાખવા માટેએક ફોર્મ બનાવ્યું.જેમાં વિધાર્થીઓના ઘરે આવતા મહેમાનો પાસેથી તેમના ગામ,તાલુકો ,જિલ્લાનું નામ,ગામની જોવાલાયક જગ્યાઓ,ગામમાં બાયોગેસ પ્લાન્ટ,ગ્રીન હાઉસ,સોલાર પેનલ,વસ્તી વગેરેની માહિતી મેળવેછે અને ફોર્મમાં ભરે અને શૈક્ષણિક માહિતી મેળવેછે.-હેમંતભાઈ વાઘેલા -જી.અમદાવાદ સીટી
  • વિધાર્થીઓનેવેકેશન દરમિયાન પ્રથમ સત્ર ના પેપર લખવા માટે અને પેપરની તૈયારી કરવા માટેઆપમાંઆવે છે.-જીગરભાઈ પટેલ -જી.પાટણ ,મગનભાઈ -જી.પંચમહાલ,સતિષકુમાર પરમાર - જી.રાજકોટ,જગદીશભાઈ રણોદરા – જી.પાટણ,જુવાનસિંહચૌહાણ -જી.ગોધરા,બાબુભાઈ પ્રણામી - જી.સાબરકાંઠા
  • વિધાર્થીઓનેવેકેશન દરમિયાનશિક્ષણ સાથે જોડી રાખવા માટે વિધાર્થીઓને શૈક્ષણિક પ્રોજેક્ટ અને અસાઈનમેન્ટઆપવામાં આવે છે.-યોગેશભાઈ મહેતા-જી.કચ્છ ,શ્રીકાંતભાઈ દેથરીયા -જી.મોરબી,સંદીપ પંડયા-જી.વડોદરા
  • શાળામાં વેકેશન પહેલા દરેક વિધાર્થીઓને એક ખાલી નોટબુક આપવામાં આવે છે અને આ નોટબુકમાં વિધાર્થીઓને પોતાના મનપસંદ વિષયનુંગૃહકાર્ય કરવાનું કહેવામાં આવે છે.-વિવેકભાઈ જોશી -જી.પોરબંદર
  • વેકેશન દરમ્યાન બાળકોને શિક્ષણ સાથે જોડી રાખવા વેકેશન પહેલા શાળામાં પુસ્તક પ્રદર્શનરાખેલ હતું અને દરેક વિદ્યાર્થીઓને ગમતુંપુસ્તક વેકેશન દરમ્યાન ઘરેવાંચવા લઈ જવા માટે આપ્યું અને વેકેશન દરમ્યાન વાંચી તેનું રિવ્યુ લખી લાવવાનુંકહ્યું.-દેવાંગીબેન બારૈયા-જી.જામનગર
  • વેકેશન દરમ્યાન વિદ્યાર્થીઓને શિક્ષણમાં જોડી રાખવા માટે એક પ્રશ્નબેંક બનાવી જવાબ તૈયાર કરી લાવવા જણાવવામાં આવે છે. વેકેશન બાદ તે પ્રશ્ન બેંકનીપરીક્ષા લેવામાં આવે છે.-ભાવેશભાઈ બાબુભાઈ - જી.સુરત
  • વેકેશન દરમિયાન વિષય ગણિત અને વિજ્ઞાનના 1 કલાક માટેના ધોરણપ્રમાણે વારાફરતી વેકેશન તાસ લેવામાં આવે છે.-સંદિપકુમારચૌધરી -જી.મહેસાણા