Discussion Forum Teacher

Discussion Forum Teacher

05-09-2015 : આપ આપના વિદ્યાર્થીઓની કળા જેવી કે રમત,હસ્તકલા, વકતૃત્વઅને લખાણશક્તિને વિકસાવવા અને પ્રોત્સાહન આપવા કયા પગલા લ્યો છો?ટૂંકમાં વિગત જણાવો.



તારણ:

  • લખાણશક્તિ વધારવા વિદ્યાર્થીઓપાસેસૌપ્રથમ નાના વાક્યો લખાવવામાં આવે છે ત્યારબાદ સ્વતંત્ર લખાણ અને ત્યારબાદ તેઓનેનિબંધ લેખન, પત્રલખાણ અને વાર્તા લખતા કરવામાં આવ્યા અને તેમાંથી જેણે શ્રેષ્ઠ લખાણ લખ્યું હોય તે વિદ્યાર્થીને શાળામાંશનિવારની બાલસભામાં ઇનામ આપીને બહુમાન આપવામાં આવ્યું.
  • હસ્તકલા માટે વિદ્યાર્થીઓ પાસે વર્ગસુશોભન, શાળાસુશોભન,મેહંદીસ્પર્ધા,ચિત્રસ્પર્ધા,મીણબત્તી તથા અગરબત્તી જેવી કૃતિઓ બનાવવામાં આવી, આઉપરાંતવેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઅને માટીમાંથી બનતા રમકડાંની સ્પર્ધા કરી તેનાએક પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું.
  • શાળાના મેદાનમાંવૃક્ષો પર વાંચનપોથી રાખવામાં આવેલ છે જેથી રીસેશના સમયમાં વિદ્યાર્થીવૃક્ષ પાસેબેસીને વાચી શકે.
  • શાળાના નોટીસબોર્ડ પર વિદ્યાર્થીદ્વારા સમાચારપત્ર માંથી જાણવા જેવું, વિજ્ઞાનની નવી શોધો,રેતી ચિત્રો અને અન્ય રંગીન ચિત્રો મુકવામાં આવે છે અને તેમાંથી જેવિદ્યાર્થી દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું હોય તેનું બહુમાન કરીને તેનાસંગ્રહ તરીકે ફાઈલ બનાવીપુસ્તકાલયમાંરાખવામાં આવે છે.
  • શાળાની પ્રાર્થનામાંહાજરી પ્રમાણે બે વિદ્યાર્થીઓઉખાણા,વાર્તા,સમાચાર, જાણવા જેવું અને પોતાને જે વિષય ગમતો હોય તેના પર થોડી વાર માટે બોલે જેથી તેમનો સૌની સામે બોલવાનો ડર દૂર થાય છે.
  • શાળામાં દરેકવર્ગ વચ્ચે અવનવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીનેદર વખતે નવું કરવાની ઉત્સુકતા રહે છે અને જે વિદ્યાર્થીશ્રેષ્ઠ હોય તેમને તાલુકા કક્ષાઅને જીલ્લાએસંબંધિત સ્પર્ધા માટે જવા માટે શાળા દ્વારા મોકલવામાં આવે છે.
  • વિદ્યાર્થીઓનેચિત્ર બતાવવામાંઆવે છે અને તેના પરથી તેઓવાર્તાબનાવેછે જેથી તેમનામાં વિચારવાની શક્તિ વિકસે છે અને તેનું મૂલ્યાંકન શિક્ષક અને તેમના દ્વારાનિયુક્તવિદ્યાર્થીઓ કરે છે તથા તેમની ભૂલ સુધારે છે.