Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-09-2015 : આપની શાળામાં એસ.એમ.સી.સભ્યો આપને નવીન પ્રવુતિઓ કરવા માટે મદદ કરે છે?



તારણ:

  • એસ.એમ.સી.સભ્યો શિક્ષકોનેનીચેની નવીન પ્રવુતિઓ કરવામાં મદદ કરે છે:
  • એસ.એમ.સી. સભ્યો શાળાની અવાર નવાર મુલાકાત લેતેમજ પ્રવૃતિઓનું નિરીક્ષણ કરી અને તેમાં સુધારા સૂચવે છે અને તેનું આયોજન કરી શિક્ષકોને જાણ કરે છે.
  • શાળામાંસભ્યોએમધ્યાહન ભોજન રૂમ,પાણીની, પ્રાર્થના હોલ બાંધકામ ની સમસ્યા નિવારવામાં મદદ કરેલ છે.
  • શાળાઅમુકવિદ્યાર્થીઓ સતતગેરહાજર રહેતા અને ધોરણ ૮ થી અમુક વિદ્યાર્થીનીઓ શાળામાં આવતી નહોતી. એસ.એમ.સી. સભ્યોએ તેમને અને તેના વાલીઓને શિક્ષણનું મહત્વ રૂબરૂ મુલાકાત દ્વારા સમજાવ્યું અને તેઓ શાળામાં આવતાથયા.
  • એસએમસીનાસભ્યોશાળામાંસ્વચ્છતા અભિયાનમાં, વ્યસન મુક્તિ અભિયાન, ચિત્ર સ્પર્ધા અનેવકતૃત્વ સ્પર્ધામાં,જ્ઞાન સપ્તાહ,વાલીસંમેલનજેવા કાર્યક્રમની ઉજવાણી કરવા અને લોકોને જાગૃત કરવામાં મદદ કરે છે.
  • શાળામા સભ્યો દ્વારા બાળકોના બેન્ક એકાઉન્ટ ખોલાવવામા તેમજ શાળાના બગીચા માટે ફાળો એકત્રીત કરવો, બાળકોને આઇકાર્ડ આપવામાં,નબળા વર્ગના બાળકો માટે શુઝ તેમજ લેશનડાયરી માટે ફાળો અપાવવો જેવા કાર્યોમા સક્રિય ભાગીદારી પ્રાપ્ત થયેલ છે.
  • મહિલા સશક્તિકરણ કાર્યક્રમની ઉજવણી બાબતે જ્યારે મિટિંગ રાખવામા આવી ત્યારે મહિલા સંમેલનમાટે જે કાર્યક્રમ કરવાનો હતો તેનું આયોજન કરવામાં મદદ કરી અને ત્યાર પછી બહોળી સંખ્યામાં સ્ત્રીઓને શાળામાં આ કાર્યક્રમમાં હાજર રહેવા બાબતે અને કાર્યક્રમના પ્રચાર બાબતે એસ.એમ.સી. સભ્યોએખૂબ સહયોગ આપ્યો.સંમેલનમાં મહિલા સભ્યોએ વક્તવ્ય પણ આપ્યુંઅને શાળા પરીવારની માહિતી આપી.
  • શાળામાંવિદ્યાર્થીઓનેઅંગ્રેજી શબ્દ બોલવામાં પડતી. આ સમસ્યા નિવારવા પહેલા શિક્ષક તરીકે રહેલ હાલના એસ.એમ.સી. સભ્યએ અઠવાડિયા એકથી બે વખત શાળાની મુલાકાત લઇવિદ્યાર્થીઓનેઅંગ્રેજી બોલતા શીખવાડે છે.
  • સભ્યોએ શાળામાંવિદ્યાર્થીઓનેચુંટણીની પ્રકિયાનું નિદર્શન,શાળામાં વર્ગો અને સી.સી.ટી.વી.કેમેરાલગાડવાજેવા કાર્યમાં મદદ કરેલ છે.
  • સામાજિક વિજ્ઞાન વિષયને રસપ્રદ બનાવવા માટે શિક્ષકે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ જેવા ટેકનોલોજીનો ઉપયોગ કરી એકમ અનુરૂપ વિવિધ વિડિયો ,ફોટાવગેરે ડાઉનલોડ કરી તેમને બતાવ્યા. અને તે અંગે શિક્ષકે S.M.C સભ્યો સમક્ષ ચર્ચા કરી કે આ બધી શૈક્ષણિક સામગ્રી નાના 17 ઇંચના મોનીટર ઉપર બધાજ બાળકોને જોવામાં તકલીફ પડે છે.અને દૂરથી શબ્દો અને વાક્યો વાંચવામાં અને ચિત્રો જોવામાં તકલીફ પડે છે. આ માટે S.M.C કમીટીના અધ્યક્ષે 5000/- રૂપિયા આપ્યા અને અન્ય 5 સભ્યો અને ગ્રામજનોએ 2500/-રૂપિયા આપ્યા બાકીની રકમ શિક્ષકો અને સભ્યોએએ ગામમાં ઘરે ફરી વ્યક્તિગત સંપર્ક કરીને તેમને યથા શક્તિ પોતાનો ફાળો આપવા જણાવ્યું જેમાં કોઇ 50/-,100/-,અને 500/- સુધીનો લોક ફાળો મળ્યો.આમ છેલ્લે S.M.C સભ્યો તથા ગ્રામજનોના સહકારથી 35000/- રૂપિયા ભેગા કર્યા, પ્રોજેક્ટર કિંમત 25000/-માં શાળામાં લાવવામાં આવ્યું ત્યારબાદબાકીના 10,000/- રકમમાંથી સ્પીકર સેટ,વર્ગખંડમાં કલરકામ અને પડદાની તૈયારી, સ્ટેબીલાઇઝર અને બેટરી બેકઅપ 7000/-રૂ માં મેળવ્યું અને સંપૂર્ણ મલ્ટીમીડીયા રૂમ તૈયાર કર્યો.