Discussion Forum Teacher

Discussion Forum Teacher

25-09-2015 : આપની શાળામાં વિધાર્થીઓને પ્રવૃત્તિમય રાખવા અને તેમનાજ્ઞાનમાં વધારો કરવા કઈ પ્રવુતિ થાય છે?ટૂંકમાં જણાવો.



તારણ:

  • શાળામાં વાંચન માટે અલગ તાસફાળવેલ છે અને વિદ્યાર્થીઓ વાંચેલા પુસ્તક વિષે પ્રાર્થનામાં કહે છે.શાળામાં વાલીઓ પણ પુસ્તકો લઇ જઈ શકે છે અને શાળામાં વિદ્યાર્થીઓ અને વાલી સાથે એક ક્વિઝ રાખવામાં આવે છે જેનાથી તેઓ વાંચવા માટે વધુ પ્રોત્સાહિત થાય છે.
  • અઠવાડિયામાં નક્કી કરેલાઅથવા રજાના દિવસે શાળામાં નિબંધલેખન,ગીત-સંગીત સ્પર્ધા,ક્વીઝનું આયોજન,વકૃત્વસ્પર્ધા,બાલસભા,ચિત્રસ્પર્ધા, ઇત્તરવાંચન,રમત-ગમત,ટેકનોલોજીના ઉપયોગ દ્રારા વિડીયો બતાવવા જેવી પ્રવુંતિઓ શાળામાં કરાવવામાં આવેછે. આ પ્રવૃત્તિમાં એસ.એમ.સી. સભ્યોઅને ગામલોકો પણ ભાગ લે છે. અને વિજેતા વિધાર્થીઓને ઇનામ પણ આપવામાં આવે છે.
  • અઠવાડિયામાં નક્કી કરેલાઅથવા રજાના દિવસે શાળામાં નિબંધલેખન,ગીત-સંગીત સ્પર્ધા,ક્વીઝનું આયોજન,વકૃત્વસ્પર્ધા,બાલસભા,ચિત્રસ્પર્ધા, ઇત્તરવાંચન,રમત-ગમત,ટેકનોલોજીના ઉપયોગ દ્રારા વિડીયો બતાવવા જેવી પ્રવુંતિઓ શાળામાં કરાવવામાં આવેછે. આ પ્રવૃત્તિમાં એસ.એમ.સી. સભ્યોઅને ગામલોકો પણ ભાગ લે છે. અને વિજેતા વિધાર્થીઓને ઇનામ પણ આપવામાં આવે છે.
  • એક શિક્ષકે શાળામાં વાંચન ચબુતરો બનવ્યો.જેમાં ૨૫ વિધાર્થીઓ એક સાથે શાળાની લાઈબ્રેરીના પુસ્તકોનું વાંચન કરી શકે છે.વિધાર્થીઓના જન્મદિવસે તેમને પુસ્તક પણ ભેટ આપવામાં આવે છે.
  • શાળામાં વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમય રાખવા સાથે વિદ્યાર્થીઓના બાહ્ય જ્ઞાનમાં વધારો થાય, વિદ્યાર્થીઓનું વાંચન વધુ પરિપક્વ બને તે હેતુથી શાળામાં કુદરતી વેલાઓનો ઉપયોગ કરી ખુલ્લા વાતાવરણમાં અલગથી વાચનકુટીર બનાવેલ. આ વાચનકુટિરમાં આચાર્ય - શિક્ષકો અને ધોરણ - ૬ થી ૮ ના બાળકો સાથે પરામર્શ કરી દર બુધવારે ક્રમશઃ એક કલાક વાચન પ્રવૃત્તિનો લાભ બાળકો લે તે પ્રમાણેનું આયોજન કરેલ છે. બાળકો સાથે જે તે ધોરણના શિક્ષક પણ વાચન કરે તે રીતની વ્યવસ્થા છે.
  • વર્ગખંડમાં વિદ્યાર્થીઓના ગૃપ પાડવામાં આવે છે. દરેક ગ્રુપમાં ચારથી પાંચ વિદ્યાર્થીઓ હોય જેમાં એક હોશિયાર વિદ્યાર્થી હોય જેને માર્ગદર્શક (Mentor)કહેવાય. ફ્રી તાસ કે રિસેસમાં કે શાળા સમય બાદગ્રુપના વિદ્યાર્થીઓને ન આવડતો એકમની ચર્ચા માર્ગદર્શક (Mentor)દ્વારા થાય અને પોતાને આ આવડતા પ્રશ્નોનો ઉકેલ પોતાના ગ્રુપમાંથી મેળવે. માર્ગદર્શક (Mentor)ને ન આવડતા પ્રશ્નોનો ઉકેલ જેતે વિષય શિક્ષક પાસેથી મેળવે .
  • “રોજબરોજની વાંચન યાત્રા” શિર્ષકથી એક પુસ્તક રાખવાનું સ્ટેન્ડબનાવેલ છે. જેમાં વાર્તાના અને બીજા પુસ્તકો રાખવામા આવે છે.જેનો વિદ્યાર્થીઓ શાળામાં વહેલા આવે ત્યારે, રીસેસનાં સમયમાં કે અન્ય નવરાશનાં સમયમાં જાતે લઇ વાંચે છે અને જાતે જ મુકી દે છે.આ સ્ટેન્ડ શાળા સમય પહેલા રૂમની બહાર મુકાવામાં આવે છે, અને શાળા સમય પુરો થતા અંદર રૂમમાં વિદ્યાર્થીઓ જાતે જ મુકી દે છે. વિદ્યાર્થીઓ જાતે જ તેમા મુકવાનાં પુસ્તકો, સામયિકો બદલાવે છે.
  • શાળાના શિક્ષક દ્વારા બનાવવામાં આવેલા છાપાની પસ્તી માંથી જુદા જુદા અંકો બનાવેલા છે. જેવા કે વાર્તા સંગ્રહ, સામાન્યજ્ઞાન સંગ્રહ, સુવિચાર સંગ્રહ, સ્થાનિક વનસ્પતિ સંગ્રહ, વગેરે જ્ઞાન પરબ કોર્નર બનાવી ત્યાં મુકવામાં આવ્યા છે. જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ તથા શાળાના શિક્ષક ભાઈ બહેનો પોતાની અનુકુળતાએ વાંચી શકે છે. વિદ્યાર્થીઓ તેમાંથી જાણવા જેવું વગેરે લઇ પ્રાર્થનામાં રજુ કરે છે. શિક્ષકો પોતાની ગુરુ વાણીમાં વાંચેલી વાર્તાઓ અને સુવિચારો રજુ કરે છે.
  • શાળામાં વાંચન અનેઈત્તર પ્રવુંતિઓના કાર્યક્રમનું સંચાલન શાળાના વિધાર્થીઓ પાસે કરાવવામાં આવે છે તે માટે પુસ્તક મંડળ સમિતિ,બાલસભાસંચાલનસમિતિ,શાળા વિકાસ વિધાર્થી સમિતિ જેવી સમિતિઓ બનાવવામાં આવી છે.