Discussion Forum Teacher

Discussion Forum Teacher

25-11-2015 : શું આપની શાળા દ્રારા પણ આવી મુલાકાતનું આયોજન કરવામાં આવેલ છે?જોહા તો મુલાકાત દરમિયાન આપ જે જોવો છો તે આપની શાળામાં પણ થાય તેનું આયોજન કઈરીતે કરો છો?



તારણ:

  • બીજી શાળાનાકિચન ગાર્ડનની મુલાકાત લીધી હતી અનેતેઓ કઇ રીતે સાર સંભાળ રાખે છે, સાચવે છે તે બાબતે જાણકારી મેળવી હતી. .તેપ્રમાણે અમે પણ શાળા સમય બાદ એક વ્યક્તિને ગાર્ડન સાચવવાની જવાબદારી સોંપેલ છે.બાળકોનેપણ વ્યકિતગત છોડ માવજત કરવાની જવાબદારી સોપેલ છે.-વર્ષાબેન સોલંકી-જી.ખેડા
  • શાળાના શિક્ષકો અને એસ.એમ.સી. સભ્યો દ્રારા ગણીત અને વિજ્ઞાન વિષયને લગતું શિક્ષણના રંગો નામનું સામાયિક બહાર પાડવામાં આવે છે.નજીકની શાળામાં આ સામાયિક મોકલવામાં આવે છે.પિયુષભાઈ પંડયા-જી.ભાવનગર
  • આ શિક્ષકે “મંથન અસંજો” નામનું ૧૦ શિક્ષકોનું ગ્રુપ બનાવીને શાળામાં આર્થિક રીતે નબળા વિધાર્થીઓનેપુસ્તકો,કપડાં અને શિક્ષણમાં ઉપયોગી વસ્તુઓની સહાય કરે છે.-શૈલેષભાઈચૌધરી-જી.તાપી
  • કલસ્ટર સ્તરે નબળી શાળાઓને સારી શાળાઓને દતક આપવામાં આવે છે સારી શાળા એસ.એમ.સી ના સહકારથી વિજ્ઞાનમેળો,કવીઝ સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવે છે.-કેતનકુમાર જોષી-જી.વડોદરા
  • બીજીશાળાની મુલાકાત બાદ શાળામાં ભાષા કોર્નર ,ઇતિહાસ કોર્નર,ગણિત-વિજ્ઞાન મંડળની રચનાદ્વારા દ્રારા શાળાના વિધાર્થીઓની ગુણવતા વધારવામાં આવી છે.-મધુસુદનભાઈઠકકર-જી.પાટણ
  • શાળાના શિક્ષકો અને એસ.એમ.સી. સભ્યો દ્રારા વોટ્સએપ પર ગ્રુપ બનાવીને શાળામાં થતી પ્રવુતિનું આદાનપ્રદાન કરવામાં આવે છે છે.-રાજેશભાઈ રબારી-જી.અમદાવાદ,નીનાબેન સુથાર-જી.સાબરકાંઠા,
  • મુલાકાત દરમિયાન બોલતી દીવાલ જોએલી તેના અનુસાર અમારી શાળાની અને વર્ગખંડની દીવાલ પર ચિત્ર સાથે શૈક્ષણિક માહિતી લખવામાં આવી.-પ્રવીણકુમાર ભુરાભાઈ-જી.કચ્છ