Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-01-2016 : આપે આપની શાળાને સ્વચ્છ રાખવા માટે કોઈ પગલા લીધેલ હોય તો તે ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ પણ આપેલ છે.

    • દર મહીને શાળામાં સ્વચ્છ વર્ગખંડ ની સ્પર્ધા રાખવામાં આવે છે અને આ સ્પર્ધામાં જીતનાર વર્ગખંડને ૨ હેન્ડવોશ કરવાની બોટલ આપવામાં આવે છે અને સ્ટાર નો બિલ્લો યુનિફોર્મ પર લગાવવામાં આવે છે.( શિવાંગીબેન શાસ્ત્રી-દાહોદ )

    • શાળામાં ગંદકી કરતા બાળકોને અટકાવવા માટે શાળામાં “સ્વચ્છતા કોર્ટ” નું આયોજન કર્યું છે.દર શનિવારે આ કોર્ટ ભરાય છે અને આ કોર્ટ માં ફરિયાદી,બચાવપક્ષના વકીલ,જર્જ અને સંભાળનારા પ્રેક્ષકો ની વચ્ચે આરોપીને પ્રશ્નોતરી કરીને કબુલ કરાવ્યા બાદ તેમને શિક્ષામાં સફાઈ,વાંચન,લેખન આપવામાં આવે છે જેના થાકી બાળકો કચરો કચરા પેટીમાં નાખતા થયા છે.(હસમુખભાઈ પ્રજાપતિ-પેટલાદ)

    • શાળામાં સ્વચ્છતા માટે વિદ્યાર્થીઓના ગ્રુપ બનાવ્યા છે અને તેમનો ગ્રુપ પ્રમાણે એક લીડર પસંદ કર્યો છે અને તેમને અમુક વિસ્તારની સફાઈની જવાબદારી સોપવામાં આવી છે તથા ગ્રુપ પ્રમાણે એક શિક્ષક ની પણ નિયુક્તિ કરી છે જે તેના વિસ્તારની સફાઈ વિશે ધ્યાન રાખી શાળાને સ્વચ્છ રાખી શકે.(વિજયભાઈ દેવમુરારી-ગઢડા)

    • પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે એક શાળામાં “નો પ્લાસ્ટિક સેના”ની નિમણુક કરી છે જે શાળા શરુ થવાની પહેલા વિદ્યાર્થીઓ નાસ્તો લાવે તે પ્લાસ્ટિક બેગ માં હોય કે પેકેટમાં હોય તે વિધાર્થીને રોકીને નાસ્તો નાસ્તાના ડબ્બામાં નાખીને અને પ્લાસ્ટિક કચરાટોપલીમાં નાખ્યા બાદ જ વર્ગખંડ માં પ્રવેશવા દેવામાં આવે છે.(નીલેશભાઈ રાજા-બોટાદ)

    • એક શાળાના મેદાનમાં વૃક્ષ દીઠ એક થેલી લગાડવામાં આવી છે આ થેલી નો ઉપયોગ બાળકો જયારે મેદાન માં રમતા હોય ત્યારે કચરો નાખવા માટે કરે છે અને સમયાંતરે તે ખાલી કરવામાં આવે છે.( ઘનશ્યામભાઈક્ષપટેલ -ધ્રાંગધ્રા)